મેઘરાજાનું આગમન થતા વીજળીના ચમકારા દેખાયા હતા. જુદા જુદા તાલુકામાં વીજળી પડવાને કારણે અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૧૫ કરતા વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમજ કુલ દસ કરતાં વધારે ભેંસો અને 2 ગાયોના પણ મૃત્યુ થયા છે. સાથે સાથે કેટલાયે લોકોને ગાડી ઉપર વીજળી પડવાના બનાવ બન્યા છે..
તેમજ કેટલાક લોકોના ઘર પણ પડી ગયા છે. તેમજ ઘણા લોકોના ખેતરમાં વૃક્ષ પર ચડી જવાના અને મકાનની દીવાલ ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે.. આ વર્ષના વરસાદનો સૌથી વધુ તારાજી ફેલાઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજબરોજ જૂદા જૂદા તાલુકાઓમાંથી વીજળી પડવાના બનાવ સામે આવે છે.
જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે અને હાલ વડોદરા શહેરમાં ભૈરવનગરમાં ખૂબ જ પ્રચંડ ધડાકા સાથે વીજળી પડી હતી. આ વીજળી પડતાં જ મુજમહુડાના ભૈરવનગરમાં એક સાથે 15 જેટલા મકાનોમાં ભારે નુકસાન થયું છે. મોટાભાગે લોકો ખૂબ જ મહેનત કરીને પોતાના સ્વપ્નને સફળ બનાવવા પરસેવો પાડતા હોય છે.
દિવસના જ મહેનત કર્યા બાદ તેઓ જ્યારે મહેનતની કમાણી હાથમાં આવે છે. તેનાથી પોતાના સ્વપ્ન પૂરા કરે છે. કેટલાય લોકોને એવું સ્વપ્ન હોય છે કે તેઓ પોતાના ઉપર નવું મકાન બનાવીને શકે. ભૈરવ નગર સોસાયટીમાં રહેતા એક પરિવારે લાંબા સમય બાદ પોતાનું ઘરનું ઘર ખરીદ્યું હતું. નવા ઘરને લઈને તેઓ ખૂબ જ ઉત્સુક હતા..
આ ઘરે તેઓ ચોમાસાના આગમન પહેલા પહેલા જ રહેવા આવ્યા હતા. પરંતુ ચોમાસાના કડાકા ધડાકા સાથે થયેલા વરસાદને કારણે ગઈકાલે તેમના મકાન પર વીજળી પડી હતી. જેના કારણે ઘરના સ્લેપ સહિત દીવાલો પણ ધરાશાહી થઈ ગઈ છે. અને આખું ઘર ખેદાન મેદાન થઈ ગયું છે.
આ ઉપરાંત આ વીજળીનો કડાકો એટલો બધો જોરદાર હતો કે આ મકાનની આસપાસના 15 જેટલા મકાનોમાં રહેલા ઈલેક્ટ્રીક ઉપકરણો પણ ઉડી ગયા છે. જેમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન તેમજ એર કન્ડિશનરનો સમાવેશ થાય છે. 15 જેટલા મકાનોમાં એક સાથે વીજ ઉપકરણો માં ભારે નુકસાની થઈ છે. સદનસીબે આ વીજળી પડવાને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ કે કોઈ વ્યક્તિ ઘાયલ થયું નથી..
પરંતુ એક પરિવારને પોતાનો ઘર ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે અન્ય 15 જેટલા મકાનોમા રેહતા લોકોને નાનું મોટું નુકસાન થયું છે. આ મકાનમાં રહેતા લોકો એ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, તેમના નવા ઘરના સપના ખૂબ લાંબા સમય સુધી જોઈ શકાશે નહીં. કારણકે તેઓના ઘરે વરસાદી વીજળી ત્રાટકતાની સાથે જ સમગ્ર ઘર તહેસ મહેસ થઈ ગયું હતું.
આ વીજળી પડ્યા બાદ સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ખૂબ કડાકે ધડાકે વરસાદ વરસ્યો છે. આ વીજળી પડ્યા બાદ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં કેટલાક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આગળ સુરેન્દ્રનગરના એક ખેતરમાં વીજળી પડતા ખેતરની વચ્ચો વચ આવેલા વૃક્ષ નીચે 3 ભેંસો બાંધેલી હતી.
આ ત્રણેય ભેસોના મૃત્યુ થયા છે. જેના કારણે ખેતરના માલિકે અને ત્રણેય ભેંસની સાચવણી કરનાર વ્યક્તિ ખૂબ જ દુઃખની માહોલમાં ચાલ્યા ગયા છે. કારણ કે તેમના પરિવારનું ગુજરાન આ ત્રણ ભેસો ઉપર નિર્ધારિત હતું. તો પશુપાલન સાથે સંકળાયેલા હતા. પરંતુ ત્રણ ભેંસ એક જ તે મૃત્યુ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]