હાલમાં સમગ્ર દેશમાં અકસ્માત થવાની સંખ્યા ખૂબ જ વધી રહી છે કારચાલક હોય કે પછી અન્ય વાહનચાલક ની એક નાની અમથી ભૂલના કારણે રસ્તા પર ચાલતા વ્યક્તિઓ પર અકસ્માત થતા હોય છે તો ઘણી વખત મોટા મોટા વાહન નાના વાહનો સાથે અથડાવાથી પણ મોટા અકસ્માતો થતા હોય છે ઘણી વખત કાર ગેસ વડે ચાલતી હોય તો તે અકસ્માત બાદ તે ભડાકો પણ થઈ શકે છે.
ભયાનક આગ પણ લાગી શકે છે અને તેના કારણે ઘણી વખત મૃત્યુ પણ થતાં હોય છે અને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જતો હોય છે ઘણી બધી વખત ડ્રાઈવર ના ભૂલ ને કારણે માસુમ લોકોની જાન પણ થતી હોય છે. આવો જ બનાવગત દિવસમાં બન્યો હતો કામરેજ તાલુકાના અંત્રોલી માં ટ્રક દ્વારા ટ્રક ચલાવનાર ના ભૂલના કારણે માસુમ વ્યક્તિનું મોત થયું હતું.
એક ટ્રકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક ત્યાં ને ત્યાં જ ખૂબ જ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને તેનો જીવ તેને ત્યાં જ ગુમાવ્યો હતો નવસારીમાં રહેતા નાનુભાઈ મણીભાઈ પટેલ ની દીકરી અનિતા બહેનના લગ્ન કામરેજ તાલુકાના આંત્રોલી ગામમાં નવું ફળીયા ના ગૌરાંગ શંકર સાથે થયા હતા પ્રવીણભાઈ પાવાગઢ મંદિર ના ૬ જૂનના રોજ માનતા મુકવા જવાનું નક્કી કરેલું.
હોય સગા-સંબંધીઓ ને પણ બોલાવ્યા હતા ગૌરાંગભાઈ ના નવસારી રેતા સસરા નાનુભાઈ મણીભાઈ પટેલ તેઓની ઉંમર ૫૫ વર્ષની હતી તથા તેમના સાસુ કોકીલાબેન નાનુભાઈ પટેલ ની ઉંમર પચાસ વર્ષની હતી બંને પોતાની હીરો મોટરસાઈકલ નં (GJ- 19 AQ- 2769) પર સવાર થઇ અંત્રોલી આવતા હતા અને અંત્રોલી આવતા હતા.
નવીપારડી થી વેલંજા હજીરા જતા રોડ પર આવેલા અંત્રોલી ગામ નવા ફળિયા માં જવાના કટ પરથીજતા હતા ત્યારે ત્યાંથી કપચીથી ભરી આવેલા ડમ્પર આ ડમ્પરનો નંબર GJ- 05 CU- 9111 હતો અને આ કપચી ભરેલા ડમ્પરના ડ્રાઈવરે તેની બેદરકારીના કારણે મોટરસાઈકલને અડફેટે લેતા ડમ્પરના ભારે ભરખમ ટાયર નાનુભાઈ પરથી ફરી વળતા શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા સ્થળ પર જતેમનું મોત થઈ ગયું હતું.
જ્યારે કોકિલા બહેન ને મોઢા પર અને શરીરના નાની-મોટી ઇજાઓ થઇ હતી. જે અંગે ડમ્પર.ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને કોકિલાબહેન ને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવાયા બાદ તેમનું સારવાર શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસે આ ડમ્પર ચાલક ને તેમની કસ્ટડીમાં લઇ ને તેની પૂછપરછ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]