દીકરીનો જન્મ થતા જ પતિએ કહ્યું કે, ‘આ મારી સંતાન નથી’ પરણીતાને લાગી આવતા જ પિયરમાં જઈને ભરી લીધું એવું પગલું કે સાસરીયાવાળા રોડે ચડ્યા..!

પહેલાના સમયમાં લોકો દીકરીને બોજ સમજતા હતા. પરંતુ હાલમાં છોકરીઓ છોકરાઓની બરાબર કરતી હોય છે. પરંતુ આજના સમયમાં પણ અમુક લોકો દીકરીઓને સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. રાજસ્થાનના પાલી જિલ્લાના હાલન વિસ્તારમાં આવેલી ઇન્દિરા કોલોનીમાં નવલકિશોર રહેતો હતો જેણે લગભગ બે વર્ષ પહેલાં મમતા સાથે લગ્ન કર્યા હતા.

મમતા એ બીએસસી બીએડ કર્યું હતું. તે પણ પોતાના પિતાની જેમ શિક્ષક બનવા માગતી હતી. પરંતુ તેના સાસરીયા અને તેનો પતિ તેને ખૂબ જ ત્રાસ આપતા હતા મમતાને વારંવાર દહેજ માટે દબાણ કરતા હતા. તેમજ તેનો પતિ નવલ હંમેશા તેને મેણા મારતો હતો. નવલ અને મમતાના ઘરે સાત મહિના પહેલા એક દીકરી નો જન્મ થયો હતો.

પરંતુ નવલ તેને સ્વીકારવા માટે તૈયાર ન હતો. તે વારંવાર મમતાને કહેતો હતો કે આ દીકરી તેની નથી. જેને કારણે મમતા વારંવાર મૂંઝવણમાં આવી જતી હતી. તેમજ આ બાબતને લઈને નવલ વારંવાર તેની સાથે મારપીટ કરતો હતો. આ બાબતોથી કંટાળીને મમતા ત્રણ મહિના પહેલા પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી.

પરંતુ ગઈકાલે મમતા પોતાના રૂમમાં ગઈ હતી. ત્યારે ઘરના તમામ લોકો હાજર હતા. મમતા ઘણા લાંબા સમય સુધી રૂમની બહાર આવી ન હતી. જ્યારે તેના માતા પિતાએ બૂમો પાડી પરંતુ મમતા એ કોઈ પ્રકાશનો જવાબ આપ્યો નહીં. ત્યારે તેમના માતા-પિતાની ચિંતા વધવા લાગી .મમતા એ રૂમનો દરવાજો ન ખોલતા તેના માતા પિતાએ દરવાજો તોડવાનો નિર્ણય લીધો .

જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તેમણે જોયું કે મમતા બેભાન અવસ્થામાં જમીન પર પડી હતી. તેઓ તરત જ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ડોક્ટરે તેને મૃતદેહ જાહેર કરી. પોસ્ટમાર્ટમ દરમિયાન જાણવા મળ્યું કે મમતા એ ઝહેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે મમતા ના માતા પિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા મમતાના સાસરિયાની પૂછપરછ દરમ્યાન તેમને જાણવા મળ્યું કે તેનો પતિ અને તેના સાસુ સસરા તેને વારંવાર દહેજ ની બાબતે ત્રાસ આપતા હતા. તેમજ નવલ મમતા સાથે મારપીટ કરતો હતો અને તેઓ પોતાની દીકરીને સ્વીકારવા માટે તૈયાર ન હતા. જેને કારણે મમતા પોતાના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

વધારે તપાસ કરતી જાણવા મળ્યું કે દીકરીના જન્મ બાદ મમતા ના સાસરીયા એકવાર પણ મમતા અને તેનું દીકરીનું મોં જોવા માટે આવ્યા ન હતા. આ સમગ્ર ઘટના બાદ મમતા ના સાસરીયા અને તેના પતિ પર કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે તેમ જ મમતાનો મૃત દેહ તેના માતા પિતાને સોંપવામાં આવ્યો છે. મમતાના માતા પિતા એ તેનો અંતિમ સંસ્કાર કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment