Breaking News

દીકરીને નવરાવવા ગરમ પાણીનું તપેલું ટબમાં ઠાલવીને માતા તપેલું મુકવા ગઈ, 2 જ સેકન્ડમાં મોટી મરણચીખ સંભળાતા જ થયો મોટો અણબનાવ જે માં-બાપે જાણી લેવો જોઈએ..!

માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ વારંવાર સામે આવે છે. જુદા જુદા વિસ્તારોમાંથી નાના બાળકો સાથે ખૂબ જ મોટા અણબનાવ બનવા લાગ્યા છે. કોઈક વિસ્તારમાંથી નાના બાળકોના અપહરણ કિસ્સાઓ સામે આવે છે, તો કેટલાક વિસ્તારમાંથી અજાણતા નાના બાળકોના મૃત્યુ થવાના બનાવો સામે આવે છે.

અને હવે માતા પિતાની ઘોર બેદરકારીના કારણે નાના બાળકોના મૃત્યુ થવાના મામલા દિન પ્રતિ દિન સરકારી ચોપડે વધવા લાગ્યા છે. આ યથાવત સીલસિલામાં વધુ એક કિસ્સો મધ્યપ્રદેશના ઇન્દોરથી સામે આવી ગયો છે. નેહરુનગર વિસ્તારમાં દીપક જાદવ પોતાના પરિવારજનો સાથે રહે છે. દીપકભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે..

અને પરિવારનો ગુજરાન ચલાવે છે. જ્યારે તેમની પત્ની ઘરકામ કરી બાળકોની સાર સંભાળ રાખે છે. તેમને લગ્નજીવન દરમિયાન ચાર વરસની એક બાળકી પણ છે. જેનું નામ રિયા જાદવ છે. દિપકભાઈ રોજની જેમ સવારે પોતાના કામ ધંધે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેની પત્ની ઘરકામ પૂર્ણ કર્યા બાદ પોતાની દીકરીને નવરાવવા માટે ગરમ પાણીનું તપેલું ગેસ પર ચડાવ્યું હતું..

જ્યારે પાણી ગરમ થઈ ગયું ત્યાર બાદ તે તેની દીકરીને બાથરૂમમાં બેસાડી ગરમ પાણીનું તપેલું ટબની અંદર ઠાલવી દીધું હતું અને ત્યારબાદ તે તપેલું રસોડામાં મુકવા માટે ગઈ.. તે જેવી રસોડામાં પહોંચી ત્યાં અચાનક જ ખૂબ મોટી મરણ ચીખનો અવાજ સાંભળ્યો હતો. આ સાંભળતા જ તે તાત્કાલિક બાથરૂમ પાસે દોડી ગઈ હતી..

ત્યાં જઈને જોયું તો તેની દીકરી ગરમ પાણીના ટબમાં બેસી ગઈ હતી. અને જોરજોરથી ચીસાચીસ પાડવા લાગી હતી. તે તેની દીકરીને ગરમ પાણીના ટબમાંથી બહાર કાઢે એ પહેલા જ તેની દીકરીની મોટાભાગની ચામડી બળી ગઈ હતી. જો આ માતા તેની દીકરીના શરીરની અડકે તો આ દીકરી ખૂબ વધારે છે ચીસા ચીસ કરતી હતી…

કારણ કે તેના શરીરને અડકવાને કારણે તેને ખૂબ જ વધારે બળતરા થતી હતી. તેને હેમખેમ કરીને પાણીના ટબમાંથી બહાર કાઢી અને આસપાસના પડોશીઓને પણ મદદ લેવા માટે જણાવ્યું હતું. થોડી જ મિનિટોની અંદર અંદર પડોશીઓ પણ ત્યાં હાજર થયા અને આ બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેવી સલાહ આપવા લાગ્યા હતા..

દીકરીની માતાએ તેના પતિને ફોન કર્યો અને જણાવ્યું કે, રિયા પાણીના ટબમાં બેસી ગઈ હતી અને ખૂબ જ દાઝી ગઈ છે. તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવી પડશે. દિપકભાઈ તાત્કાલિક પોતાની નોકરી મૂકીને ઘરે પહોંચ્યા અને પોતાની વ્હાલસોયી દીકરી રિયાને રાજેન્દ્ર નગર વિસ્તારની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

ડોક્ટરે તાત્કાલિક સારવાર પણ શરૂ કરી દીધી. પરંતુ તપાસ કર્યા બાદ તેઓએ દિપકભાઈ અને તેમના અન્ય સ્નહીજનોને જણાવ્યું કે તેમની બાળકીનું મૃત્યુ થયું છે. કારણ કે તેમનું શરીર આટલી બધી ખરાબ રીતે દાજ્યું હતું કે, તેને રિકવર કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામમુમકીન હતું. આ સાથે સાથે તેમની દીકરીના અંદરના અંગો પણ બળી ગયા હતા..

જેના કારણે તેનું મૃત્યુ થયું છે. ગેસ પરથી ઉતારેલું ગરમ પાણી આ બાળકીનો જીવ લઈ બેઠો છે. આ બનાવ સામે આવ્યા બાદ મા-બાપ માટે લાલબત્તી બની ગયો છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઘણી ફરી વાર માતાની બેદરકારીને કારણે બાળકો મસ્તી મજાકમાં ન કરવાનું કરી બેસે છે..

નાના બાળકોને ક્યારેય પણ માતા પિતાથી દૂર કરવા જોઈએ નહીં, દિપકભાઈની પત્નીએ ગરમ પાણીને અંદર ઠંડુ પાણી મિલાવ્યા બાદ તેની દીકરીને બાથરૂમમાં બેસાડી હોત તો કદાચ આજે આ બનાવ બન્યો ન હોત. અગાઉ પણ ઉત્તર પ્રદેશના કાનપુર માંથી આઠ વર્ષનો એક દીકરો બાથરૂમમાં નહાતી વખતે ગરમ પાણીની ડોલમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યો હતો.

માતા તેના બાળકને બાથરૂમમાં બેસાડીને અન્ય કોઈ કામકાજ કરવા લાગી હતી. તે જ્યારે પરત આવી એને જોયું તો તેનો દીકરો ડોલમાં ઊંધો પડેલો હતો તેને તેના દીકરાને બહાર કાઢ્યો પરંતુ ત્યાં તો તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *