Breaking News

જુવાન દીકરીએ તેના પ્રેમી સાથે મળીને નડતર રૂપ બનતા પિતાને પતાવી દીધા, જીવ લેતા લેતા સંભળાવ્યા એવા શબ્દો કે સાંભળીને જીવને શાંતિ પણ નહી મળે..!

આ સમયમાં જે દીકરા કે દીકરીઓને નાનપણથી જ દરેક લાડ લડાવીને તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરીને મોટા કર્યા હોય તેવા દીકરા કે દીકરીઓ હવે તેમના મા-બાપથી વિરુદ્ધ જોઈ એવી હરકતો કરી બેસે છે કે જેમાં પરિવારના અન્ય સભ્યો સામે શરમથી માથું નીચે જુકાવીને ચાલવું પડતું હોય છે..

અથવા તો અમુક અમુક વાર કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. એમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પરિવારની મરજી વિરુદ્ધ જઈને પોતાના પ્રેમ માટે ઘર મૂકીને ભાગી જવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરેક સમાજ માટે ખૂબ જ ચોંકાવનારો વિષય બન્યો છે. કેટલાક પરિવારમાં પ્રેમ લગ્નની જુદી જુદી કહાનીઓ અને માન્યતા આપવામાં આવે છે..

તો કેટલાક પરિવારમાં આ તમામ માન્યતાઓને સ્પષ્ટ પણે નકારી કાઢવામાં આવતું હોય છે. અત્યારે વધુ એક દીકરીએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના પિતાને રસ્તા પરથી હટાવી દીધા હતા અને તેમના જીવનને હંમેશા માટે શાંત પાડી દીધો હતો. આ બનાવ જુરા વિસ્તાર પાસે આવેલા નવાગામ વિસ્તારની છે..

અહીં સતુભાઈ તેમના પરિવારની સાથે રહેતા હતા. પરિવારમાં તેમને બે લાડકી દીકરીઓ તેમજ તેમની પત્ની હતી. સતુભાઈ છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા. જ્યારે તેમની પત્ની પણ ગામના અન્ય લોકોના ખેતરમાં મજૂરી કામ કરીને જે પૈસા લાવે તેમાંથી પરિવારની મદદ રૂપ બનતી હતી..

સતુભાઈની ઈચ્છા હતી કે, તેઓ બંને દીકરીના લગ્ન ધામધૂમથી કરશે. તેઓ તેમની બંને દીકરીને જ પોતાના દીકરા સમાન માનતા હતા. સંતાનમા માત્ર બે જ દીકરીઓ હોવાથી તેઓ આ બંને દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા ઈચ્છતા હતા. પરંતુ તેમની નાની દીકરીએ ન કરવાનું કરી નાખતા આજે પરિવારનો માળો વિખાઈ ગયો છે..

તેઓએ મોટી દીકરીના લગ્ન ખૂબ જ સારા અને મોટા ઘરના યુવક સાથે કર્યા હતા. મોટી દીકરીનું લગ્નજીવન પણ ખૂબ જ રાજી ખુશીથી ચાલતું હતું. પરંતુ નાની દીકરી પાર્વતીને તેના જ ગામના દેવદાસ નામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. દેવદાસ કોઈ પણ કામ ધંધો કરતો નહીં અને હંમેશા રખડી ખાતો હતો..

આ ઉપરાંત તે ખૂબ જ અવળા રવાડે પણ ચડી ગયો હોવાથી પાર્વતીને તેના પિતાએ દેવદાસથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ પાર્વતી દેવદાસને ખૂબ જ પ્રેમ કરી બેઠી હતી અને તેના સાથે જ લગ્ન કરવાની જીદે ચડી હતી. પાર્વતીને તેના પિતા સતુભાઈએ જણાવ્યું કે, દેવદાસ તારા માટે લાયક નથી..

આ ઉપરાંત તે ઘણી બધી કુટેવો અને વ્યસન ધરાવે છે. આ સાથે સાથે તે કોઈ પણ કામ ધંધો પણ કરતો નથી. એટલા માટે તે તારી દરેક ઈચ્છા અને તમારા લગ્નજીવનને સારી રીતે ટકાવી શકશે નહીં. એટલા માટે આ લગ્ન બરાબર નથી. પરંતુ પાર્વતીને પોતાના પિતાની આ વાત ખૂબ જ ખૂંચી હતી. અને તેને લાગ્યું કે તેના પિતા તેના પ્રેમ અને પામવા માટે વચ્ચે અડચણરૂપ બને છે..

એટલા માટે એક દિવસ જાણે દેવદાસને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યારે તેની માતા તેની મોટી બહેનના ઘરે રહેવા માટે ગઈ હતી. ઘરે માત્ર પાર્વતી અને તેના પિતા જ હાજર હતા. એવામાં દેવદાસ ત્યાં આવ્યો અને ત્યારબાદ પાર્વતીએ દેવદાસ સાથે મળીને પોતાના સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

અને ત્યારબાદ પાર્વતીને દેવદાસ ઘર મૂકીને ભાગી ગયા હતા. બીજા દિવસે જ્યારે સતુભાઈની પત્ની પોતાની મોટી દીકરીને ઘરેથી પરત આવી અને જોયું તો સતુભાઈ નીચે જમીન ઉપર ઢોળી પડ્યા હતા. તેઓએ ચીસાચીસ કરીને આસપાસના સૌ કોઈ લોકોને ત્યાં બોલાવ્યા પાર્વતી અને દેવદાસ બંને ગામ માં હાજર ન હોવાને કારણે તેઓને શંકા ગઈ કે નક્કી આ ઘટના પાછળ પાર્વતી અને દેવદાસ નો હાથ હોઈ શકે છે..

આ ઉપરાંત ખૂબ જ મામલો ગંભીર જણાતાં પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવીને આ બંને વ્યક્તિઓને પકડી પડ્યા હતા અને શંકા ના આધારે તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. શરૂઆતમાં તો બંનેએ ખૂબ જ ગોળ ગોળ જવાબ આપ્યા હતા..

પરંતુ બંનેને જુદી જુદી રીતે પૂછતાં શરૂ કરતાં તેઓ બંને ભાંગી પડી અને કબૂલી લીધું હતું કે, તેઓએ જ સતુભાઈને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઉપરાંત પાર્વતીના મનમાં તો તેના પિતા વિશે એટલો બધો ગુસ્સો હતો કે, તે વારંવાર બોલતી હતી કે મેં જ્યારે મારા પિતાને મોતને ઘાટ ઉતારીએ ત્યારે મેં જે શબ્દો કહ્યા હતા એ શબ્દ સાંભળીને મારા પિતા જોર જોરથી રડવા લાગ્યા હતા..

પાર્વતીએ તેના પિતાને મારતી વખતે કહ્યું હતું કે, પપ્પા તમને જીવવાનો કોઈ પણ અધિકાર નથી. જો તમે મારી ઈચ્છા સાથે મને પ્રેમ કરતા યુવકને પરણાવી શકતા નથી. તો તમને આ જિંદગીમાં જીવવાનો કોઈ અધિકાર નથી, બસ દીકરીના શબ્દો સાંભળતાની સાથે જ સતુભાઈ ખૂબ જ રડવા લાગ્યા હતા..

કદાચ તેઓએ વિચાર્યું હશે કે, તેઓએ દીકરીને પાલન પોષણ તેમજ લાડ લડાવીને મોટી કરી હતી. એજ દીકરી આજે તેમનો જીવ લેવા પર મજબૂર બની છે. હાલ આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. તો પરિવારજનો માટે આ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *