Breaking News

દીકરાને સુતો મૂકી માથાફરેલા બાપે તેની દીકરી અને પત્નીને હંમેશા-હંમેશા માટે સુવડાવી દઈ ભાગી ગયો, બીજે દિવસે સવારે ઘરમાંથી….

વધુ એક પતિ પત્નીના સંબંધોને લજવે તેવો બનાવો બની ગયો છે. આ બનાવો ઉત્તર પ્રદેશના આગરા થી સામે આવ્યો છે. અહીં મનમોહન નામનો વ્યક્તિ તેની પત્ની મમતા દોઢ વર્ષની દીકરી સોમ્યા અને ત્રણ વર્ષના દીકરા આરવ સાથે રહેતો હતો. મમતા અને મનમોહનના સુખી લગ્ન જીવન દરમિયાન તેઓને આ બંને બાળકો હતા..

તેઓ ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા. પંથખેડા વિસ્તારમાં તેઓ રહેતા અને મનમોહન આગરાની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી મનમોહન તેની પત્ની મમતા સાથે ખૂબ જ અજીબ વર્તન કરવા લાગ્યો હતો. શરૂઆતમાં તો મમતાને લાગ્યું કે, કદાચ તેના પતિને પૈસાની બાબતને લઈને કોઈ ટેન્શન છે..

જેના કારણે તેનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું છે. પરંતુ ધીમે ધીમે તેને જાણકારી મળી કે, મનમોહન અન્ય કોઈ મહિલા સાથે આડ સંબંધ ધરાવે છે. જેને લઇ તે મમતાને હવે માન સન્માન આપતો હતો નહીં અને અવારનવાર તેની સાથે વાત વિવાદ કરીને ઝઘડો કરવા લાગતો હતો.

એટલું જ નહીં પરંતુ મનમોહનને દારૂ પીવાની ખોટી ટેવ પણ પડી ગઈ હતી. તે અવારનવાર દારૂ પીને ઘરે આવતો અને મમતા સાથે મારામારી કરતો હતો. મમતા પોતાના બંને બાળકો નાના છે. અને તે જલ્દી જ મોટા થઈને સારી શાળામાં ભણી શકે એટલા માટે પોતાના પતિના ત્રાસને સહન કરતી રહીં..

પરંતુ એક દિવસ આ ત્રાસ અને વાત વિવાદ ખૂબ જ વધી ગયો હતો. રાત્રિના સમયે મનમોહન નોકરી હતી ઘરે આવ્યો ત્યારબાદ સૌ પરિવારજનોએ ભેગા બેસીને ભોજન લીધું હતું. ત્યારબાદ તે રાત્રે 11 વાગ્યે આસપાસ મનમોહન ઘરની બહાર ચક્કર લગાવવા માટે ગયો અને પરત આવીને તેણે તેની પત્ની મમતા તેમજ દોઢ વર્ષની દીકરી સોમિયાને ધારદાર સાધન વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે તેમનું પુત્ર આરવ બીજા રૂમમાં સૂતો હતો. બિચારાને સહેજ પણ અંદાજો હોતો નહીં કે, તેના જ સગા પિતાએ તેની સગી માતા અને સગી બહેનને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ બંને વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા બાદ મનમોહન ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

જ્યારે બીજા દિવસે બપોરના સમય સુધી પણ મનમોહનના ઘરેથી કોઈ પણ વ્યક્તિ બહાર આવ્યું નથી. ત્યારે તેમના પડોશમાં રહેતા મનમોહનના કાકા હરિઓમભાઈ તેમના ઘરે આવી પહોંચ્યા હતા. અને ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેઓએ જોયું તો મમતા અને સોમ્યા એક રૂમમાં નીચે જમીન ઉપર પડ્યા હતા..

જ્યારે બીજા રૂમમાં આરો નિરાંતે સૂતો હતો. આ ઘટનાની જાણકારી તેઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશને આપી હતી. આ ઉપરાંત ગામ લોકોને જાણકારી મળતા જ ભીડ એકઠી થઈ ગઈ હતી. એક જ રાતમાં મનમોહનને તેની પત્ની અને તેની લાડકી દીકરીને મોતને ઘાટ ઉતારીને તે ઘર મૂકીને ભાગી ગયો હતો.

આ બનાવને લઈને મમતાના ભાઈ જવાહરસિંહ તેના જીજાજી મનમોહન ઉપર ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તે અવારનવાર મમતાને દારૂ પીને મારતો હતો. અને ત્રાસ પહોંચાડી વાત વિવાદો પણ કરતો હતો. અને તેણે જ મમતા તેમજ સોમિયાને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ફરિયાદ નોંધણી ને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *