શહેરી વિસ્તારમાં ચાલતા ભારે વાહનો અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. શહેરી તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકોની અવર જવર વધારે હોય છે. એવામાં જો ભારે વાહન શહેરમાં પૂર ઝડપે ચાલતા હોય તો અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલ અમદાવાદમાં સહજાનંદ કોલેજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલી અમૃત જ્યોતિ સ્કુલમાં જુનીયર કેજીમાં દેહર ભટ્ટ નામનો વિદ્યાર્થી ભણે છે. આ વિદ્યાર્થીને તેની માતા સુરભી ભટ્ટ રોજ સ્કૂલે લેવા મુકવા માટે જતી હતી. પરંતુ એક દિવસ તે જ્યારે તેના બાળકને સ્કૂલે મૂકવા જતી એ સમય દરમ્યાન એક ગમખ્વાર અકસ્માતનો સામનો કરવો પડ્યો છે..
જેમાં ફૂલ જેવા કોમળ બાળક દેવગનનું મૃત્યુ થયું છે. શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ આવેલી છે. મહિલા જ્યારે તેના બાળકને મૂકવા જતી હતી. ત્યારે એક ડંપર ચાલકે સુરભિની એક્ટિવાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, એકટીવા ઢળી ગઈ હતી..
જેના કારણે દેહર ભટ્ટ રસ્તા ઉપર ફંગોળાઈ ગયો હતો. જ્યારે માતા રસ્તાની બીજી બાજુ ફંગોળાઈ ગઈ હતી. બાળકનું શરીર ટ્રક નીચે આવી જતાં તે કચડાઈ ગયો હતો. માતાની નજર સામે જ તેના લાડકવાયા દીકરાનું કચડાઈ જવાથી મૃત્યુ થયું છે. તમે વિચારી શકો છો કે કોઈપણ માતા ને પોતાના બાળકની નજર સામે મૃત્યુ થતું જોવું ખૂબ જ અઘરી બાબત છે.
ટ્રાફિક પોલીસે આ ઘટનાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ડમ્પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોવાનું જણાયું છે અકસ્માતમાં મૃત્યુ પામનાર દેહર ભટ્ટ નામના વિદ્યાર્થી નો જન્મદિવસ થોડા દિવસની અંદર જ હતો. પરંતુ પોતાના જન્મદિવસની ખુશી મનાવે પહેલા જ પરિવારજનોને મોતનો મરશિયા ગાવાનો વારો આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]