દીકરાએ અડધી રાત્રે પિતાને જગાડીને કહ્યું કે ઘરમાં સાપ ઘુસ્યો છે, બહાર કાઢ્યા બાદ સૌ સુઈ ગયા અને સવાર થતા જ થયું એવું કે આવ્યો જીવ ગુમાવવાનો વારો..!

ચોમાસાની સિઝનમાં નાના-મોટા જીવજંતુઓનો ખૂબ જ રહે છે. એમાં પણ જે લોકો ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહે છે. તેમાં જે લોકો પાસે રહેવા માટે પાકા ઘરની સુવિધા નથી તેઓને તો જીવના જોખમી રાત્રે સૂવું પડતું હોય છે. કારણ કે ક્યારે કયુ જીવજંતુ આવીને કરડીને જતું રહે તેનું નક્કી હોતું નથી..

ગઈકાલે પાટણના ચાણસ્મા તાલુકાના વસઈ ગામમાંથી ખૂબ જ હચમચાવી દે તેવો એક બનાવો સામે આવ્યો છે. વસઈ ગામમાં નીતિનકુમાર રતિલાલ રાવલ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમના બે સંતાન તેમજ તેમની પત્નીનો સમાવેશ થાય છે. તેવો રાત્રિના સમયે ભોજન કર્યા બાદ પોતાના મકાનના વચ્ચેની રૂમમાં નીચે પથારી કરીને સુઈ ગયા હતા..

તેઓ રાત્રે સૂઈ ગયા અને અડધી રાત્રે તેમના દીકરા આયલકુમારે તેમને જગાડયા હતા અને કહ્યું કે, પપ્પા આપણા ઘરમાં સાપ ઘુસી આવ્યો છે.. આટલું સાંભળતાની સાથે જ તાત્કાલિક નીતિનકુમાર રતિલાલ રાવલ જાગી ગયા હતા અને ઘરમાંથી સાપ શોધી કાઢ્યો અને ચીપિયા ની મદદથી આ દોઢ ફૂટ લાંબા સાપને પકડીને ઘરની બહાર છોડી આવ્યા હતા..

ત્યારબાદ પરિવારના દરેક સભ્યો શાંતિથી સુઈ ગયા હતા. પરંતુ જ્યારે સવારમાં જાગ્યા ત્યારે આયલકુમારને ગળામાં અચાનક જ દુખાવો ઉપડ્યો હતો. પિતાએ તેના સમગ્ર શરીરને ચેક કર્યું હતું. અને જણાયું તો તેના જમણા હાથના અંગૂઠા ઉપર સાપ કરડીયાનું નિશાન દેખાયું હતું. આની સાથે તાત્કાલિક પિતા તેના બાળક આયલ કુમારને ધારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા..

ત્યાં ડોક્ટરે વેન્ટિલેટર ઉપર લઈ તેની સારવાર પણ શરૂ કરી હતી. પરંતુ બીજા દિવસે રાત્રે 3:00 વાગ્યા આસપાસ આ દીકરાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હકીકતમાં આ સાપ જ્યારે તેમના ઘરમાં પ્રવેશ્યો અને દીકરા આયલ કુમારને જાણ થાય એ પહેલાં જ સાપે આયલ કુમારના અંગૂઠાના ભાગે ડંખ મારી લીધો હતો..

જેનું ઝેર આયલ કુમારને ધીમે ધીમે ચડવા લાગ્યું હતું. અને હકીકતમાં તે સફાળો બેઠો થઈને જાગી ગયો. અને જોયું તો તેને સાપ નજરે ચડ્યો હતો. ત્યારબાદ તેને તેના પિતાને જગાડીયા અને સાપને ઘરની બહાર મૂકી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો સાપ તેને કરડી ચૂક્યો હતો. પરંતુ તેઓ આ તમામ બાબતોથી અજાણ હતા પરિવાર એ તેમના વહાલ સોયા સોળ વર્ષના દીકરાને ગુમાવવાને કારણે સૌ કોઈ લોકો શોકની લાગણીમાં છવાઈ ગયા છે..

મૃતક બાળકના પિતા નીતિનકુમાર રતિલાલે ચાણસ્મા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાવ્યો છે. તેમજ મૃતક બાળકનું પોસ્ટમોર્ટમ કરીને તેના તમામ સેમ્પલો એફએસએલમાં પણ મોકલવી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જીવ વિજ્ઞાનના મોટા ડોક્ટરોએ જણાવ્યું કે, જુઓ ઝેરી સાફ કરડે ત્યારે બે ટપકા જેવું નિશાન દેખાઈ આવે છે..

આવું નિશાન દેખાતા ની સાથે જ તાત્કાલિક દવાખાને ભેગી ડોટ મૂકવી જોઈએ સપના જે સામે રક્ષણ આપનાર એસવી ઇન્જેક્શન અપાવીને યોગ્ય સારવાર લેવી જોઈએ જેથી કરીને મૃત્યુના બનાવોને નિવારી શકાય છે. સાફ કરવડાવવાને કારણે 16 વરસના આયલકુમાર રાવલે જીવ ગુમાવ્યો છે. જેનું દુઃખ પરિવારજનો ક્યારેય પણ નહીં ભૂલે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment