આજકાલના સમયે લોકોને એકબીજા સાથે બદલો લેવાની ભાવના ખૂબ જ જાગી જાય છે. અમુક લોકો સાથે એવી ઘટના જોડાયેલી હોય છે કે તેઓ ને આવતાં ગુસ્સાને કારણે તેઓ એકબીજાનો જીવ લઈ લેતા હોય છે. આ પ્રકારનો જ એક મામલો જામનગરના હાપા વિસ્તારમાંથી સામે આવ્યો છે. હકીકતમાં જામનગરના વિસ્તારમાં સોમાભાઈ રણછોડભાઈ ચારણ નામનો 23 વર્ષનો એક યુવક રહે છે..
અને તે પોતે મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. સોમાભાઈને છેલ્લા ઘણા વર્ષોથી રૂપલબા નામની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. રૂપલબા હાપા વિસ્તારમાં યોગેશ્વર મહાદેવ મંદિર પાસે યોગેશ્વર ધામ સોસાયટી આવેલી છે તેમાં રહેતી હતી. સોમાભાઈ અને રૂપલ બા બંને એકબીજા સાથે પ્રેમલગ્ન કરવા માટે ઇચ્છતા હતા..
પરંતુ રૂપાલ બા ના પિતા સતુભા ખીમજીભા ઝાલા આ બાબતને લઈને નામંજૂરી દાખવી હતી. એટલા માટે થોડા દિવસની અંદર અંદર સોમાભાઈ અને રુપલબા બંને ઘર મૂકીને ભાગી ગયા હતા અને બંને પ્રેમ લગ્ન કરી લીધા હતા. પોતાની દીકરીને ભગાડી જનાર સોમાભાઈ સામે સતુભા ને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો અને એક દિવસ તેણે સતુભા સાથે બદલો લઈ લેવાનું નક્કી કર્યું હતું..
પોતાના જમાઈને ઢીમ ઢાળી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. એક દિવસ સોમાભાઈ પોતાના ભાઈ સાથે મોટરસાયકલ લઈને હાપા મેન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. એવામાં સામેથી સોમાભાઈના સસરા સતુંભા આવી પહોંચ્યા હતા. સતુભાને જોતાની સાથે જ સોમા ભાઈ સમજી ગયા હતા કે તેઓ ખૂબ જ ગુસ્સે ભરાયેલા છે અને તેઓ અત્યારે શું કરી બેસે તે નક્કી નથી..
એટલા માટે સોમાભાઈ ની સાથે રહેલા તેના ભાઈ આસપાસના એક શો રૂમમાં ઘુસી ગયા હતા. પરંતુ સતુભા પોતાની સાથે ખૂબ જ તીક્ષ્ણ હથિયાર લાવ્યા હતા અને તેના વડે તેણે સોમાભાઈ ઉપર હુમલો કરી દીધો હતો અને જોતજોતામાં સોમાભાઈ નું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. સોમાભાઈનું લોહી એટલું બધું વધી ગયું હતું કે તેમનો જીવ બચવો ખૂબ જ મુશ્કેલ હતો..
જ્યારે સોમાભાઈના બીજા ભાઈઓ બુધાભાઈ, લગધીરભાઈ અને અમારભાઈને જાણ થઈ કે સોમાભાઈને હત્યા કરીને ગંભીર હાલતમાં છોડી દેવામાં આવ્યા છે. ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને પોતાનાભાઈની લાશ જોઈને લગધીરભાઈ ખૂબ જ આવેશમાં આવી ગયા હતા. અને પોતાની સાથે એક હથિયાર લઈને તેઓ સતુભાઈના ઘરે યોગેશ્વર ધામ સોસાયટીમાં આવી પહોંચ્યા હતા..
તે બદલો લેવાની ભાવના સતુભાના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાં સતુભાના પત્ની આશાબા હાજર હતા. એટલા માટે લગધીરભાઈએ આશા ને ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી એટલા માટે સમગ્ર સોસાયટી વિસ્તારમાં પણ અરેરાટી મચી ગઇ હતી.
જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસના કાફલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે તમામ વ્યક્તિઓની જુબાની લઈને આશાબાની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ જમાઈ સોમાભાઈ ની હત્યા કરનાર સતુભાની પણ ધરપકડ કરવામાં આવી છે..
હાલ બંને પક્ષોના આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બંને સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. આ મામલો પ્રેમ પ્રકરણનો હતો પરંતુ ધીમે-ધીમે તે ખૂની ખેલમાં પરિવર્તન પામ્યો હતો. અને એક બીજાની સાથે બદલો લેવાની ભાવના માં બે લોકોના જીવ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]