Breaking News

દીકરાના જન્મદિવસે રીક્ષા લઈને ફરવા જતા ઈક્કો સાથે થયો અકસ્માત, બાપ-દીકરાના ઘટના સ્થળે જ કરુણ મોત..!

રોજ રોજ જુદા જુદા જિલ્લાઓ તેમજ તાલુકામાંથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે સહેજ પણ ચૂક થઇ જાય કે અકસ્માત સર્જાઇ જતો હોય છે. અકસ્માતમાં ઘરના ઘણા સભ્યો હમેશા હમેશા માટે ઘાયલ થઇ જતા હોય છે. તેમજ ઘણા સભ્યોના મૃત્યુ પણ થતા હોય છે. જે ઘરના સભ્યોને અકસ્માત નડ્યો હોય તે તમામ લોકો માટે આ દુઃખને સહન કરવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે..

આવો જ ગમખ્વાર અકસ્માત પ્રાંતિજ તાલુકાના એરણ ગામના રહેવાસી સાથે બન્યો છે. આ ગામમાં રહેતા એક પરિવારમાં દીકરાનો જન્મદિવસ હતો. જન્મદિવસ હોવાથી માતા-પિતાની સાથે દીકરો તેમજ અન્ય બે વર્ષનો એક બાળક રિક્ષા લઈને ફરવા જઈ રહ્યા હતા. તેઓ જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે આજે તેમના બાળકનો જન્મ દિવસ અંતિમ જન્મદિવસ સાબિત થશે.

એરણ ગામના નરેન્દ્ર સિંહનો દીકરો હેતાર્થ જન્મદિવસની ખુશીમાં આટલો બધો ખુશ હતો કે જેની ન પૂછો વાત સમગ્ર પરિવાર બપોરના બે વાગ્યા આસપાસ ઇડરના કડિયાદરા અને ત્રણ ગામની સીમ પાસે પહોંચ્યા હતા. એવામાં સામેથી ઇકો કાર ખૂબ વધારે ઝડપથી આવી રહ્યો હતો. તો જોતાં તો ઇક્કો કારના ચાલકે કાબૂ ગુમાવી દીધું હતું.

અને તેને રીક્ષાને ટક્કર મારી દીધી હતી. રિકશા ચલાવનાર નરેન્દ્રસિંહ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. તેમજ તેમના દીકરા હિતાર્થ કે જેમનો જન્મ દિવસ આજે હતો. તેનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હેતાર્થ એના મમ્મી તેમજ અન્ય બે વર્ષના એક બાળકને ગંભીર ઈજા થઈ છે. આ સાથે સાથે ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ત્યારે તેની અંદર બેસેલા અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. એટલા માટે તેઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોનારા લોકોનું કહેવું છે કે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અથડામણ એટલી બધી ભયંકર હતી કે અથડામણ થતાંની સાથે જ ધડાકાભેર અવાજ ફાટી નીકળ્યો હતો..

રિક્ષાના કુચેકુચા બોલી ગયા છે. તો ઇક્કો કારના પણ આગળના ભાગે કુચા ભૂલી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને પહેલા ઇડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ક્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેઓને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇકો કારમાં એર બેગ ખુલી ગઈ હતી. એટલા માટે અન્ય વ્યક્તિઓના જીવ બચી ગયા છે. જ્યારે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે. હકીકતમાં હેતાર્થની માતા માટે આ દુઃખને સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. કારણ કે તેમના એકના એક દીકરા હતા. અને પોતાના પિતા બંનેનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પરિવાર દીકરાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે ફરવા જઈ રહ્યો હતો પરંતુ આ તેઓની અંતિમ સફર બનીને સાબિત થઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કપાતર દીકરો અને દીકરાની વહુએ ઘરડા માં-બાપને ધક્કો મારીને રખડતા કરી દીધા, શેરીઓમાં રખડતા માં-બાપની હાલત વાંચીને રડવા લાગશો..!

માતા-પિતા તેમના બાળકોને ભણતર અને ગણતર આપીને કોઈ કાર્ય કરવાને લાયક બનાવે છે. તેમની ખુબ …

Leave a Reply

Your email address will not be published.