Breaking News

ધૂળેટી રમીને ત્રિવેણી નદીમાં નાહવા પડેલા 5 મિત્રોના ડૂબી જવાથી મોત, પરિવારો પર કાળ ત્રાટક્યો..!

હોળી ધૂળેટીના તહેવાર ઉપર સૌ કોઈ લોકો તહેવારની મજા માણવા માટે ઘરથી દૂર અન્ય કોઇ સ્થળે ફરવા ચાલ્યા જાય છે. તો ઘણા લોકો ઘરની આસપાસના વિસ્તારોમાં જ મિત્રો સાથે હોળી મનાવે છે. મોટાભાગના લોકો તહેવારની રજા મળતાની સાથે જ ફરવા નીકળી જતા હોય છે..

કોઈ પરિવાર સાથે ફરવા જાય છે. તો કોઈ મિત્રો સાથે ફરવા જાય છે. તહેવારમાં લોકો ખૂબ મજા કરતા હોય છે. પરંતુ કેટલીક વાર મોજ મજા કરતા કરતા સજા ભોગવવાનો વારો આવી પડે છે. કમનસીબે અજાણતા એવું બની જતું હોય છે કે, જેના કારણે સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની જતા હોય છે..

ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં મોતનું માતમ છવાઈ ગયું હતું. ધુળેટીના દિવસે ગુજરાતના જુદી જુદી જગ્યાએથી કુલ ૧૦ જેટલા લોકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. જેમાં દ્વારકાની ભાણવડ પાસે આવેલી ત્રિવેણી નદી માં એક સાથે પાંચ મિત્રો ના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ બનાવ સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.

ભાણવડ વિસ્તારમાં શિવનગર અને રામેશ્વર સોસાયટીમાં રહેતા નાની ઉમરના પાંચ મિત્રો ગુલાલ અને કલર થી હોળી રમ્યા બાદ ત્રિવેણી નદીમાં શરીર સ્વચ્છ કરવા માટે તેમજ નાહવા માટે પહોંચ્યા હતા. પરંતુ નદીમાં નાહતા પહેલા તેઓને નદી કેટલી ઊંડી છે..? તેમજ નદીમાં કેટલી વહેણો આવેલી છે. તેનો કોઈને અંદાજ ન હતો..

તેવો કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર નદીમાં નહાવા કૂદી ગયા હતા. કોઈ કારણસર પાંચેય મિત્રો નદીમાં પાણીમાં ફસાઈ ગયા હતા. અને ડૂબી જવાથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. પાંચે પાંચ યુવાનો યુવાનનીમાં મોત મળતાની સાથે પરિવાર પર ખૂબ મોટું સંકટ આવી પડયું છે..

આ બનાવ સામે આવતાની સાથે જ નદી કિનારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આજે  પાંચેય મિત્રોની ઉંમર અંદાજે 16 વર્ષથી લઈને 17 વર્ષ સુધીની હતી. જેમાં જીત ભરતભાઈની ઉંમર 16 વર્ષ, હેમાંશુ ની ઉંમર 17 વર્ષ, ભુપેનભાઈની ઉંમર 16 વર્ષ, ધવલભાઇની ઉંમર ૧૭ વર્ષ અને હિતાર્થની ઉંમર ૧૬ વર્ષની હતી.

જુવાનજોધ દીકરાને મૃત્યુથી પરિવાર ખૂબ જ દુઃખી છે. એક સાથે પાંચ લોકોની લાશ તરવૈયાઓએ ત્રિવેણી નદી માંથી બહાર કાઢતા ની સાથે જ લોકો માં સન્નાટો છવાઇ ગયો હતો. તો બીજી બાજુ મહીસાગર નદીમાં પણ નાહવા પડેલા ચાર યુવાનો ના મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યુવાનની લાશને બહાર કાઢવામાં આવી છે..

જ્યારે બાકીના ત્રણ યુવાનોની લાશનો હતો મેળવી રહ્યા છે. તેમજ ખેડા જિલ્લામાં આવેલા ઝરોલ તળાવમાં પણ એક જ પરિવારનાં બે સગા ભાઈઓ નાહવા પડ્યા હતા. પરંતુ ડૂબી જવાના કારણે એક જ પરિવારમાં બે દીકરાના મોતનો માતમ છવાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *