દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે મહિલાને થયું એવું કે, પરિવાર જીવતા મોત ભાળી ગયો, સાફ સફાઈ વખતે આ વાતનું રાખજો ખાસ ધ્યાન…!

દિવાળીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે. તેમ-તેમ પરિવારની મહિલા ઘરની સાફ-સફાઈની તૈયારીઓ શરૂ કરી દે છે. અને દિવાળી આવતા જ ઘર એકદમ ચોખ્ખું ચટ કરી દેતા હોય છે. દિવાળીના તહેવારમાં ઘર એકદમ ઉજળું લાગે, એટલા માટે મહિલાઓ સાફ-સફાઈની કામગીરી કરે છે.

પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ માઠા બનાવો બનવાના કિસ્સા સામે આવી ગયા છે. જેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે અને તે ધમતારી વિસ્તાર પાસે જતાપર ગામમાં રહેતી કાંતાબેન નામની મહિલા સાથે થયો છે. 42 વર્ષના કાંતાબેન શાહુ તેમના પતિ હરિપ્રસાદ શાહુ સાથે જીવન ગુજારતા હતા..

તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. બંને દીકરા દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે તેમના પતિ છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા. કાંતાબેન પણ ઘરે સિલાઈનું કામકાજ કરી પરિવારને જીવન ગુજારવામાં મદદરૂપ બનતા હતા. જ્યારે દિવાળીનો સમય નજીક આવવા લાગ્યો ત્યારે તેઓએ ઘરની સાફ સફાઈ કરવાનું વિચાર્યું હતું..

તેઓ તેમની દીકરીને સાથે રાખી ઘરની સફાઈ કરતા હતા. તેઓને ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે, દિવાળીના તહેવારની ખુશીઓ શરૂ થાય એ પહેલાં તો તેમનું મૃત્યુ થઈ જશે. સાફ-સફાઈ કરતા કરતા તેઓ રસોડાની બાજુમાં રહેલા કોઠાર પાસે પહોંચ્યા હતા. જ્યાં વેરવિખેર થયેલી ચીજ વસ્તુ પડી હતી..

જેમાં 12 મહિનાનું અનાજ, કઠોળ ,સીંગતેલ સહિતની ચીજો ત્યાં પડી હતી. આ તમામ ચીજ વસ્તુઓ અને તેઓ સરખી કરીને ત્યાં સફાઈની કામગીરી હાથ ધરી હતી. એવામાં અચાનક જ તેમના હાથે ખૂબ જ મોટા કીડાએ ચટકો ભર્યો હોય એ પ્રકારનો ડંખ અનુભવાયો હતો.

તેઓએ તાત્કાલિક તેમની દીકરીને ત્યાં બોલાવી અને આ કોથળાની પાછળ શું છે તે જોવા માટે કહ્યું હતું. ત્યારે દીકરીએ કોથળાની પાછળ જોયું તો ત્યાં એક ઉંદરડો હતો અને તેની આસપાસ ઘણી બધી કીડીઓ પણ હતી. કાંતાબેનને થયું કે, કદાચ ઉંદરડાએ તેને ચાંચ અડાડી દીધી હશે અથવા તો કીડી કરડી ગઈ હશે..

તેઓ ફરી પાછા સામાન સરખો કરીને ત્યાં સાફ સફાઈ કરવા લાગ્યા હતા. પરંતુ એક કલાક વીત્યા બાદ અચાનક જ તેમને ચક્કર આવ્યા અને શરીરે માંથી પરસેવો નીકળવા લાગ્યો હતો. તેઓએ તેમની દીકરીને ફરીવાર પોતાની પાસે બોલાવી અને તેમને ચક્કર આવે છે. તેવું જણાવ્યું હતું.

હજી તો તેઓ તેમની દીકરીને જણાવતા હતા. એવામાં તો તે ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. દીકરીએ તાત્કાલિક તેના ભાઈ અને તેના પિતાને જાણકારી આપી કે, કાંતાબેન નીચે ઢળી પડ્યા છે. આ ઉપરાંત તેની હાલત એટલી બધી બગડતી જતી હતી કે, પરિવારજનોને તેમની નજર સામે જ કાંતાબેન નું મૃત્યુ નજર આવતું હતું..

તરત જ અડોશ પડોશના લોકોની મોટી ગાડી લઈને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલે તો પહોંચી ગયા પરંતુ ડોક્ટર તપાસ શરૂ કરે એ વખતે તેની હાલત એકદમ બગડી ગઈ હતી. અને માત્ર પાંચ મિનિટની અંદર જ કાંતાબેનનું મૃત્યુ થયું હતું.

ડોક્ટરે બહાર આવીને જણાવ્યું કે, કાંતાબેનનુ મૃત્યુ થયું છે. આ સમાચાર પરિવારના કોઈ પણ સભ્ય સહન કરી શક્યા નહીં. કારણકે માત્ર બે કલાક પહેલા જ કાંતાબેન તેમની નજર સામે ઘરની સાફ-સફાઈ કરતા હતા. અને હવે તેનું અચાનક જ મૃત્યુ થઈ જતા, આ દુઃખની ઘડીને સહન કરવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..

તેઓએ ડોક્ટરને તેમના મૃત્યુનું કારણ પૂછ્યું હતું. ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, તેમના હાથે ખૂબ જ ઝહેરીલા સાથે ડંખ મારી લીધો છે. કાંતાબેનના પતિ હરિપ્રસાદ શાહુએ વિચાર્યું કે ઘરની અંદર કેવી રીતે સાપ આવ્યો હશે. અને તે ડંખ મારીને જતો રહ્યો છે. છતાં પણ કાન્તાને શા માટે ખબર પડી નથી..

ત્યારે કાંતાબહેનની દીકરીએ હરિપ્રસાદ શાહુંને જણાવ્યું કે, જ્યારે મમ્મી કોઠારમાં સાફ-સફાઈ કરતી હતી. ત્યારે તેને જોરદાર ચટકા જેવો ડંખ ભર્યો હોય તેવો અનુભવ થયો હતો. પરંતુ ત્યાં નજર ફેરવી તો તેમને ઉંદરડો તેમજ કીડીઓ દેખાય આવી હતી. એટલા માટે તેમને થયું કે આ બંનેમાંથી કોઈ એક જંતુએ ચટકો ભર્યો હશે..

પરંતુ આ ચટકો સાપનો હતો અને સાપ ડંખ મારીને ત્યાંથી ભાગવા લાગ્યો હશે. એટલા માટે તેઓને સાપ નજરે ચડ્યો હતો નહીં, પરંતુ સાફ-સફાઈ કરતી વખતે આ ખૂબ જ દુઃખદ ઘટના ઊભી થઈ જતા પરિવાર હાલ દોડતો થયો છે. પરિવારના કોઈ પણ સભ્ય માટે આ દુઃખને સહન કરવું મુશ્કેલ બની ગયું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment