Breaking News

ધોરણ 9 ના વિદ્યાર્થીએ શાળાએ થી ઘરે આવીને ગળે ફાંસો ખાઈ લીધો, જાણો શા માટે ભર્યું આ પગલું??

ભણવાની બાબતમાં આજકાલના વિદ્યાર્થીઓને ખૂબ પ્રેશર આપવામાં આવતું હોય છે. શાળા-કોલેજ અને ઘર બધી જગ્યાએથી તેઓને એક જ વાત મગજમાં ઘૂસાડવામાં આવતી હોય છે કે વિદ્યાર્થીઓ તમે ભણો અને તમારા મા બાપ નું નામ રોશન કરો. પરંતુ વિદ્યાર્થી વયની ઉંમરમાં એક હદ સુધીનું પ્રેશર સહન થાય છે…

ત્યારબાદ નું પ્રેશર વિદ્યાર્થી માટે ડિપ્રેશનનું કારણ બની શકે છે. જેના લીધેથી વિદ્યાર્થીઓમાં આપઘાત કરવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. સુરતમાં સચિન વિસ્તારમાં રહેતો તેમજ નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આપઘાત કરી લીધો છે.

સુરતના સચિન વિસ્તારમાં ઘનશ્યામભાઈ પાઠક રહે છે. તેમનો મોટો દીકરો આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. જ્યારે નાનો દીકરો ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. આ પરિવાર ઉત્તર પ્રદેશનો છે. અને તેઓ ઘણા વર્ષથી સચિન ખાતે વસવાટ કરે છે. ઘનશ્યામભાઈ પાઠક એક સિક્યુરિટી સુપરવાઇઝર છે.

એક દિવસ મોટો ભાઈ અભ્યાસ કરીને ઘરે આવ્યા બાદ તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈએ ખોલ્યું નહોતું. તેથી તે પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને જોયું તો તેનો નાનો ભાઈ ઉત્કર્ષ બારી સાથે ચાદર લટકાવીને ફાંસો ખાઇ લીધો હતો. જે જોઈને તે ખૂબ હેબતાઈ ગયો હતો.

ત્યારબાદ તેણે બૂમાબૂમ કરીને આસપાસના લોકોને જાણ કરી હતી. તેમજ નોકરી પર રહેલા માતા-પિતાને પણ બોલાવી લીધા હતા. ધોરણ 9 ના વિદ્યાર્થી સ્કૂલેથી આવીને પરિવાર સાથે ભોજન કર્યું હતું. અને ત્યારબાદ તેનો મોટો ભાઈ અને તેના પિતા કામ પર જવા માટે રવાના થયા હતા.

અને યુવકે એકલતાનો લાભ લઇને ઘણા ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતા ચકચાર મચી ગયો છે ગળે ફાંસો ખાઇ લેતાં આ વિદ્યાર્થી ની લાશ સાંજના સમયે મળી આવી હતી. અને પરિવાર પર આફતના વાદળો ઘેરાઇ ગયા હતા. આપઘાત પાછળ કયું કારણ જોડાયેલું છે તેને હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી… પરંતુ પરિવારે જણાવ્યું છે કે ઉત્કર્ષ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો તેમજ તે પિતા નો લાડકો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *