Breaking News

ધો.10 ની વિદ્યાર્થીની એ પોતાના ઘરેથી 75 તોલા સોનું ચોરી સોશિયલ મીડિયાના મિત્રને પધરાવી દીધું… કારણ જાણીને ઉડી જશે હોશ – પોલીસ પણ આ વાતથી થઈ હેરાન..

સોશિયલ મીડિયાના આ ડીજીટલ જમાનામાં રોજ રોજ નત નવીન કેસો સામે આવતા હોઈ છે. કોઈકને સોસીયલ મીડિયામાંથી મિત્ર મળી જાય છે તો કોઈને પત્ની.. તો કોઈને સારી નોકરી પણ મળે છે. પરતું આજે અમે એક ચોંકાવનારો કિસ્સો તમને જણાવા જી રહ્યા છીએ કે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે.

આ કિસ્સો સાંભળ્યા બાદ તમે પણ તમારા પુત્ર અને પુત્રીના એકાઊંટ ચેક કરવા લાગશો. જી હા મિત્રો, કેરલના તિરૂવનંતપુરમથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે ત્યાં ધોરણ 10 માં ભણતી એક વિદ્યાર્થીની નવી નવી સોશિયલ મીડિયા યુઝર બની હતી. તેનું એકાઉંટ ઇન્સ્તાગ્રામ પર હતું. એક વાર તેણી એ એક યુઝરની પોસ્ટ જોઈ જેમાં લખ્યું હતું કે મારે પૈસાની જરૂર છે.

બસ આ પોસ્ટ જોઈને જ વિદ્યાર્થીની તેની સાથે વાતો કરવા લાગી અને તેની નજીક આવતી ગઈ. ધીમે ધીમે તેઓ ખુબ નજીકના મિત્રો બની ગયા હતા. યુવકે વિદ્યાર્થીની ને એટલી હદે ફસાવી દીધી કે વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરેથી 75 તોલા સોનું ચોરીને તે મિત્રને આપી દીધું. આ વાત સાંભળીને કદાચ તમે હચમચી જશો પરતું આ વાત બિલકુલ સાચી છે.

75 તોલા સોનું એટલે કે લગભગ 37 લાખ રૂપિયા એક અજાણ્યા સોસીયલ મીડિયા મિત્રને કઈ જ પૂછ્યા વગર આપી દેવા એ એક મોટું મુર્ખામી ભર્યું કામ કહેવાય છે. વિદ્યાર્થીની ના ઘરે તેની માતાને સોનાના દાગીના સહીતની વસ્તુઓ નજરે ન આવતા તેને શોધખોળ શરુ કરી હતી. તેની માતાને એવી તો ખબર જ નોહતી કે મારી જ દીકરીએ એક અજાણ્યા યુવકે સોનું પધરાવી દીધું છે.

વિદ્યાર્થિનીના ઘરમાં એક પલંગ નીચે એખ ડબ્બો રાખેલો હતો, જેમા સાનું રાખેલું હતું. વિદ્યાર્થિનીએ 75 તોલા સોનું પોતાના સોશિયલ મીડિયા ફ્રેંડને આપી દીધુ. માતાની મદદથી યુવકે સોનું વેચી નાંખ્યું અને બાદમાં યુવક અને તેની માતાએ ઘરને રીનોવેશન કર્યુ અને બાકી રહેલા 9.8 લાખ રૂપિયા ઘરમાં રાખી લીધા.

વિદ્યાર્થિનીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી : સોનું ગાયબ થયા બાદ વિદ્યાર્થિનીની માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ યુવક શીબીન અને તેની માતા શાજિલાની ધરપકડ કરવામાં આવી અને બંન્નેને રિમાન્ડ પર લેવામાં આવ્યા. વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, તેણે એક વર્ષ પહેલા શિબીરને સોનું આપ્યું હતું. પોલીસને શિબીરના ઘરથી લગભગ 10 લાખ રૂપિયા મળી આવ્યા.

પરંતુ આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શિબીરે પોલીસને નિવેદન આપ્યું કે, 75 તોલા સોનું નથી મળ્યું, વિદ્યાર્થિનીએ તેણે માત્ર 27 તોલા સોનું જ આપ્યું હતું. વિદ્યાર્થિનીના નિવેદનથી પોલીસ પણ ભ્રમિત થઇ ગઇ હતી.

પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ :  વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, 75 તોલા સોનાથી 40 તોલા પલ્લકડ જિલ્લાના અન્ય યુવકને આપ્યું હતું, જેની સાથે તેની મુલાકાત ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થઇ હતી. પલ્લકડ જિલ્લાના યુવકે સોનુ મળતા જ તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધી પરંતુ પોલીસ તેની આ વાતને માનવા તૈયાર નથી.

પોલીસે કહ્યું કે, વધારે જાણકારી ત્યારે જ સામે આવશે જ્યારે આરોપીને હિરાસતમાં લઇ પૂછપરછ કરવામાં આવશે. પરંતુ પોલીસ, માતાના એ નિવેદનથી સહેમત નથી થઇ રહી કે તેમને જાણકારી જ નથી કે તેમનું 75 તોલા સોનુ એક વર્ષથી ખોવાયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *