ઢોર ચરાવતા વ્યક્તિને ઝાડી-ઝાંખરામાં દેખાયું એવું કે નજીક જઈને જોતા જ ઉડી ગયા હોશ, પોલીસની ગાડીઓ થઈ દોડતી..!

ઘણી વખત એવા ચોંકાવનારા બનાવ સામે આવે છે. જેને જાણ્યા બાદ ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા હોય અને વિચારવા પર મજબૂર બની જાય છે. ગઈકાલે સુરતના બારડોલી પાસેથી વધુ એક આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ગામડામાં રહેતા લોકો પશુપાલન સાથે જોડાયેલા છે..

રોજ રોજ ગામડામાં રહેતા પશુપાલકો પોતાના ઢોર ઢાકણ લઈને ગૌચર જમીનમાં ચડાવવા માટે નીકળી પડતા હોય છે. રોજની જેમ આસપાસના વિસ્તારમાં રહેતા પશુપાલકો પોતાના ઢોર ઢાકણ લઈને મીંડોળા નદી પાસે આવેલા ગૌચરમાં ઘાસ ચરાવવા માટે ગયા હતા. ત્યાં એક પશુપાલકની નજર અચાનક જ ગૌચર જમીનમાં પડેલા અજાણ્યા વસ્તુ ઉપર પડી હતી..

તેને નજીક જઈને જોવાની કોશિશ કરી તો તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે આ જાડી જાખરાની અંદરથી તેને ખૂબ જ ખરાબ હાલતમાં એક વૃદ્ધ દેહ મળી આવ્યો હતો. આ જોતા જ તેની આંખો ફળફળાવા લાગી હતી. અને તેણે તાત્કાલિક બારડોલી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ તાત્કાલની ઘટના સ્થળે પહોંચી અને જરૂરી તપાસ હાથ ધરી હતી..

જેમાં જણાયુ કે લાશને ડી કમ્પોઝ હાલતમાં છોડી મૂકવામાં આવી હતી. હાલ તેની પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ યુવક કોણ છે..? તેને કેવી રીતે મૃત્યુ આપવામાં આવ્યો છે..? તેમજ તે ક્યાંનો રહેવાસી છે. આ તમામ બાબતોની જાણ શરૂ કરવામાં આવી છે..

પોલીસના અંદાજ મુજબની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષની છે. જ્યારે ગામના લોકોને જાણ થઈ કે, ગામની સીમમાંથી એક મૃતદેહ જાડી જાખરા માંથી મળી આવ્યો છે. ત્યારે ગામમાં પણ ફફળાટ મચી ગયો હતો. દૂર દૂરથી લોકો આ ઘટના સ્થળે જોવા માટે ઉમટી પડ્યા હતા. આ અગાઉ પણ બનાસકાંઠાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી અજાણતા લાશ મળી આવતા કુતુહલ સર્જાયું હતું..

લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો. જે ગામમાંથી આ લાશ મળી આવી હતી. તે વિસ્તારમાં લોકો ફરકવાનું પણ બંધ કરી દીધું અને ત્રણથી ચાર દિવસ સુધી તો ગામમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. લોકો વિચારવા પર મજબૂર બન્યા હતા કે અંતે લાશ કયા વ્યક્તિની હશે તેમજ તેને કેવી રીતે મારવામાં આવ્યો હશે.

હાલ પોલીસ બારડોલી માંથી મળેલી આ લાશ ને કેસને સુલજાવાની કોશિશ કરી રહી છે. આ મામલો હત્યા હાથમાં હત્યા કે પછી અકસ્માત નો પણ હોઈ શકે છે.. જરૂરી માહિતીઓ તો હવે તપાસ કર્યા બાદ જ ખબર પડશે. આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવી છે. નજીકના વિસ્તારોમાંથી કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહી તેની પણ તપાસ ચાલવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment