અત્યારે ગુજરાતમાં લોકલ લેવલ પર બનેલી એવી 2 ઘટનાને લીધે સમગ્ર રાજ્યમાં ચર્ચાઓ એ જોર પકડી છે. ચારેય કોર બસ ધંધુકા હત્યાકાંડ અને રાધનપુર વિધર્મી યુવકના હુમલાની ઘટના ના જ પડઘા વાગી રહ્યા છે. હકીકતમાં આ ઘટનાઓ એ સૌ કોઈને ચોંકાવી દીધા છે. સમગ્ર પોલીસ ખાતું પણ આ ઘટનાને લઈને હલબલી ગયું છે.
આ ઘટનાને લઈને આગાઉ પણ કેટલાય લોકો પોતાના મંતવ્યો રહું કરી ચુક્યા છે. અને હવે લોક કલાકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. હકીકતમાં કિશન ભરવાડ નામનો યુવક ધંધુકામાં રહે છે. તે એક દીવસ પોતાના જુના ઘરે જતો હતો એ દરમિયાન કોઈક અજાણ્યા 2 લોકોએ તેના પર પિસ્તોલથી ફાયરીંગ કર્યુ હતું.
જેમાં એક ગોળીનું મિસ ફાયર થયું હતું જ્યારે બીજી ગોળી વાગતા જ કિશન ભરવાડ ત્યાં ઢળી પડ્યો હતો… તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરતું ત્યાં જતા જ મોત થયું હતું. આ ઘટના બન્યા બાદ માલધારી સમાજની સાથે સાથે સમગ્ર હિંદુ સમાજમાં પણ રોષ ફેલાયો ચુક્યો હતો.
ઠેર ઠેર મૌન રેલી યોજીને કિશન ભરવાડને ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી હતી. જ્યાં આ શખ્સોને પકડવામાં ન આવે ત્યાં કિશનનો સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ પર સમાજ અડગ હતો. પરતું આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈને દ્વારકા તેમજ ગઢડામંદિરના પૂર્વ ચેરમેન પણ નિવેદન આપી ચુક્યા છે.. અને હવે રાજભા ગઢવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ભારતમાં ઘણા વિધર્મીઓએ દેશની એકતાને તોડવના ઘણા પ્રયાસો કર્યા છે. વારંવાર દેશના લોકોને ખોટા માર્ગે દોરીને તેઓને ભટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
રાજભા ગઢવીએ આ બાબતે કહ્યું કે વિધર્મીએ આ ઘટનાને અંજામ આપીને આખા દેશમાં અશાંતિ રૂપી વિસ્ફોટ કર્યા છે. આખા ભારતમાં આવા વિધર્મીઓને સબક શીખાવવા માટે આ આરોપીને ફાંસી જ આપવી જોઈએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે બીજા ધર્મના અગ્રણીઓને પણ આ બાબતે આગળ આવીને બોલવું જોઈએ કે આ સરાસર ખોટું થઈ રહ્યું અને આવા લોકો બધાને ભડકાવી રહ્યા છે.
તેઓએ વધુમાં કહ્યું કે આપડે સૌ કોઈ લોકોએ શાંતિ પ્રિય રીતે રજૂઆત કરવી જોઈએ કે આ ઘટના પાછળના તમામ લોકોને ફાંસી જ થાય.. કારણ કે સૌ કોઈ લોકોને ખ્યાલ આવે કે ભારતનું સંવિધાન શું છે અને સવિધાનની શું તાકાત છે.. કિશન ભરવાડની 20 દિવસની દીકરી, પત્ની અને બહેનો તેમજ પરિવારના અન્ય સભ્યો ઉપર શું વીતી હશે તે વિચારતા જ હલબલી જવાય છે..
રાજભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે હું ગુજરાતના પોલીસ ખાતાને ધન્યવાદ આપું છુ કે તેઓએ ગણતરીની મીનીટોમાં આરોપીઓને પકડી પાડ્યા છે અને ધીમે ધીમે આ ઘટનામાં સામેલ દરેક લોકોને પકડવામાં કોઈ કસર બાકી નહી મુકે. રાજભા એ અંતમાં પણ ભાર પૂર્વક જણાવ્યું કે આ આરોપીને ફાંસી જ મળવી જોઈએ..
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધંધુકામાં કિશન ભરવાડની હત્યા હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મૌલવીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં છે. ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો કેસમાં મોટો ખુલાસો થયો છે.
આ સમાચાર કોઈપણ ધર્મ કે કોઈપણ સંપ્રદાય ને નીચા બતાવવા માટે નથી તમામ ધર્મ ને સંપ્રદાય એક બીજા નું સમ્માન કરે છે તમામ વચ્ચે પરસ્પર એકતાની ભાવના બની રહે કોઈપણ પ્રકારની જાતીય વિષમતા ફેલાવી એવી પોસ્ટ થી દૂર રહેવા વિનંતી અમારો પ્રયાસ આપને સત્ય ને સચોટ સમાચાર પોંહચાડવાનો છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]