Breaking News

ધનતેરસ પહેલા જ સોનાના ભાવમાં મોટી ઉથલ-પાથલ, ભાવમાં વધ-ઘટ થતા સોની બજારમાં ભીડ જામી, જાણો આજના તાજા ભાવ..!

સોના ચાંદીના ભાવ 2020 બજાર ઉપર આધારિત છે. એટલા માટે દરરોજ સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાતો રહેતો હોય છે. કોરોનાના સમયમાં સોનાના ચાંદીના ભાવ એટલા બધા વધવા લાગ્યા હતા. અને ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં એક ઘટાડો નોંધાય રહ્યો છે..

અને હવે સોના ચાંદીના ભાવ એક સપાટી સ્થિર થવા પામ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં લગ્ન પ્રસંગોથી માંડીને અન્ય કામકાજ માટે પણ લોકો સોનું ખરીદતા હોય છે. ધનતેરસના પવિત્ર દિવસે તો સોની બજારમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.

અત્યારે સોના અને ચાંદી બંનેની કિંમતમાં ખૂબ મોટી ઉથલ પાથલ નોંધાઈ રહી છે. જેમાં સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં અંદાજે 550 રૂપિયાનો ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે હાલના ભાવ 51,600 એ પહોંચી ગયા છે. જ્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 49,500 પહોંચી ગયા છે..

જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 42,300 અને 14 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવ 33,300 નોંધાયા છે. સોના ચાંદીના ભાવમાં આટલી મોટી વધઘટ નોંધાઈ તે ખૂબ જ નોંધનીય બાબત છે. કારણ કે અત્યારેના સમયમાં સોનાની ડીમાંડ ખુબ જ વધારે હોઈ છે. આ સાથે સાથે એક કિલો ચાંદીની કિંમતમાં પણ અંદાજિત 1800 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે..

જેને લઇ અત્યારના નવા ભાવ 56,600 રૂપિયા પ્રતિ કિલો ચાંદી પહોંચી ગયું છે. સોના ચાંદીના ભાવમાં આ ઘટાડો નોંધાતા રોકાણકારોની સાથે સાથે અન્ય ગ્રાહકો પણ સોની બજારમાં ભારે લાઈનો લગાવીને ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. મોટા મોટા સોની વેપારીઓનું કેવું છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ બદલાવ ચાલી રહ્યા છે..

જેને લઈ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ આ ઘટાડો લાંબા સમય સુધી રહેવાનો નથી. દિવાળી ઉપર ભારતીય બજારોમાં સોના ચાંદીની ડીમાંડ ખૂબ જ વધી જતી હોય છે. આ ઉપરાંત તેઓનું અનુમાન છે કે, આવનારા દિવસોમાં 24 કેરેટ સોનાના ભાવમાં હજાર રૂપિયાનો તેમજ ચાંદીના ભાવમાં ₹3,000 સુધીનો વધારો થઈ શકે તેમ છે..

જે લોકો સોના ચાંદીમાં રોકાણ કરવા માંગતા હોય તો આ સમય તેમના માટે ખરીદી કરવાનું ખૂબ જ સારો છે. સોનાચાંદીના ભાવ તો ઘટાડો થયો છે પણ તહેવારોની આ સીઝનમાં અન્ય ચીજવસ્તુના ભાવોએ સામાન્ય લોકોની કમર ભાંગી નાખી છે. દૂધ, શાકભાજી, સિંગતેલ સહીતના ભાવોએ મધ્યમ વર્ગીય લોકોને અસર પહોચાડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *