ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારી વધારી દીધી છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, ટેસ્લા દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે માળખાગત સુવિધા સ્થાપવા માટે ટાટા સન્સનાં પાવર જનરેશન યૂનિટ સાથે એક વ્યવસ્થા શોધી રહી છે. રિપોર્ટ સામે આવ્યા બાદ ટાટા પાવરના શેર્સમાં 5.5%નો વધારો થયો છે.
અત્યારે ટાટા પાવર અને ટેસ્લા વચ્ચે વાટાઘાટો પ્રારંભિક તબક્કે છે અને હજુ સુધી કોઈ વ્યવસ્થાને અંતિમ રૂપ મળ્યું નથી. બંને કંપનીમાંથી કોઈએ પણ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
ટાટાએ ટેસ્લા સાથેની પાર્ટનરશિપની ચર્ચા નકારી હતી : ટાટા મોટર્સે એલોન મસ્કની કંપની ટેસ્લા સાથે ઇલેક્ટ્રિક વાહનો માટે પાર્ટનરશિપ કરવાની ચર્ચાને નકારી દીધી હતી. ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડિરી ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીની એક સોશિયલ મીડિયા પોસ્ટ પછી ટાટા મોટર્સ અને ટેસ્લા વચ્ચેની ભાગીદારી વિશે અટકળો કરી રહી હતી. જો કે, કંપનીએ હવે તેની પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
પોસ્ટમાં ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીએ દરેક છાપાંમાં બોલિવૂડના એક જૂના ગીત “તેરે મેરે પ્યાર કે ચર્ચે”ના મુખડાની પેરોડી કરીને લખ્યું હતું કે, “સબ કો માલુમ હૈ ઔર સબકો ખબર હો ગઈ.” ‘વેલકમ ટેસ્લા’ અને ‘ટેસ્લા ઈન્ડિયા’ના હેશટેગ્સ તેની નીચે મૂકવામાં આવ્યાં હતાં. અફવાઓનું બજાર ગરમ થતાં પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ ટાટા મોટર્સે એક પોસ્ટમાં લખ્યું કે, અમે અમારા PV વ્યવસાય માટે કોઈ સ્ટ્રેટેજીક પાર્ટનર અંગે કોઈ નિર્ણય લીધો નથી.
સૌપ્રથમ મોડેલ 3 ભારત આવી શકે છે : ટેસ્લા ભારતમાં તેના લોકપ્રિય મોડેલથી ડેબ્યૂ કરશે. કંપની પ્રથમ મોડેલ 3 (સિડેન) લોન્ચ કરી શકે છે, જે ટેસ્લાથી પણ સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. કંપની આ વર્ષે પણ પોતાની કારને મિડ-લાઇફ અપડેટ આપવાની વિચારણા કરી રહી છે. જો કે, કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
કંપની મોડેલ 3ને કોમ્પ્લિટલી બિલ્ટ યૂનિટ્સ (CBU) રૂટ દ્વારા ભારત લાવશે અને તેની કિંમત ઓછી રાખવા માટે તેને દેશમાં એસેમ્બલ કરવામાં આવશે. અમેરિકામાં મોડેલ 3 ની કિંમત 25-40 લાખ રૂપિયા છે. ભારતમાં તેની કિંમત 40-55 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
મોડેલ 3 ફુલ ચાર્જ થવામાં ફક્ત 15 મિનિટ લે છે. એકવાર ફુલ ચાર્જ થયા પછી આ કાર 500 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે. કારની ટોપ સ્પીડ કલાક દીઠ 162 કિમી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.