દેણું ભરવા માટે પતિ-પત્નીએ બાજુમાં એકલા રેહતા ડોશી સાથે કર્યું એવું કે જાણીને ભલભલાના મોતિયા મરી જશે, દર્દનાક કિસ્સો..!

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડવી ગામે ભલભલા લોકોના જીવ તાળવે ચોંટાડી દે તેવો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ સૌ લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે, ગમે તેવા સંબંધ હોય છતાં પણ બાજુમાં રહેતા પાડોશીઓ પણ મન મૂકીને આંધળો વિશ્વાસ તો ન જ કરવો જોઈએ.

દડવી ગામમાં 1 મહિના પહેલા નાગલબેન નાથાભાઈ ચાવડા નામના વડીલ ડોશીમાની લાશ ગામના પાદરે આવેલા એક કૂવામાંથી મળી આવી હતી. આ બનાવ બન્યા બાદ ગામમાં ચકચાર મચી ગયો હતો અને પોલીસ પણ ઘટનાસ્થળે આવીને મામલાની તપાસ હાથ ધરી હતી. નાગલબેનની હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળી હતી..

આ સાથે સાથે તેમનો મોબાઈલ પણ ગાયબ હતો. એટલા માટે પોલીસે આરોપીને પકડવા માટે તેમના મોબાઇલ ટ્રેકિંગ પર લગાવ્યો હતો. એક દિવસ તેમનો મોબાઈલ શરૂ થતાની સાથે જ પોલીસને જાણ થઈ કે હકીકતમાં દડવી ગામમાં નાગલ બહેનની બાજુમાં રહેતા ચંદુભાઈ મકવાણા એ નાગલ બહેનનો ફોન શરૂ કર્યો છે..

એટલા માટે પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. અને ચંદુભાઈ તેમજ તેમની પત્નીને પકડીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે શરૂઆતથી જ આ બંને ઉપર શક હતો અને તેઓએ મોબાઈલ ઓન કરતાની સાથે જ પોલીસને શંકા સત્યમાં પરિવર્તન પામી હતી. તેઓએ કડક પૂછતાછ કરતા જ ખુબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી..

હકીકતમાં ચંદુભાઈ મકવાણા ને ૩૦ થી ૩૫ હજાર રૂપિયાની ખૂબ જ જરૂર હતી. આ રૂપિયાનું સેટીંગ કોઈ કાળે થઈ શકતું હતું નહીં એટલા માટે તેઓએ તેમની પાડોશમાં રહેતાં નાગલબેનને જ પોતાના સ્વાર્થ માટે પતાવી દેવાની ઘટના ઘડી નાખી હતી. કારણકે નાગલ બહેન કાનમાં સોનાના ઘરેણા પહેરતા હતા.

આ ઘરેણાની કિંમત આશરે ૩૫ હજાર રૂપિયા કરતાં વધારે હતી. એટલા માટે આ ઘરેણાં અને તેઓ લઈને તેમનું દેવું ચૂકવી દેશે એમ વિચારી તેઓએ નાગલ બહેનને પતાવી દેવાની વાત એમની પત્ની હંસાબેનને પણ કરી હતી. ઘટનાના પ્લાન મુજબ એક દિવસ હંસાબહેન નાગલ બહેને પોતાના ઘરે બોલાવ્યા હતા..

નાગલ બેન જમતા હતા. એટલા માટે તે ઉતાવળમાં જ હંસાબહેન સાથે તેમના ઘરે આવી ગયા હતા. અંદરની રુમમા લઇ જઇ ને હંસાબેન નાગલબેનને મજબૂત રીતે પકડી રાખ્યા હતા. જ્યારે ચંદુભાઇએ તેમનું ગળું દબાવી દીધું હતું. અને ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘણી બધી વાર તરફડીયા પણ મારયા હતા..

છતાં પણ તેમનો જીવ ચાલ્યો ગયો હતો. તેમનું મૃત્યુ થઈ જતાની સાથે તેમની પાસે રહેલા તમામ ઘરેણાઓને ચંદુભાઇએ લઈ લીધા હતા. તેમજ તેમની પત્નીએ પણ નાગલ બહેનનો ફોન લઈ લીધો હતો. આ લાશને ઠેકાણે કરવા માટે તેઓ અડધી રાત્રે આ લાશને એક ચાદરમાં વિટાળી દીધી હતી અને ત્યાર બાદ ગામની પાદરે આવેલા એક કૂવામાં તેઓએ લાશને નાખી દીધી હતી.

પોતાના સ્વાર્થ માટે તેઓએ પોતાની બાજુમાં રહેતા ઈમાનદાર પાડોશીને બલિનો બકરો બનાવી દીધો હતો. આ લાશ જ્યારે મળીશ ત્યારે નાગલ બેનના દિકરા ભરતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને તેમની હત્યા થયો હોવાનો મામલો પોલીસને જણાવ્યું હતો. હાલ આ બંને આરોપીઓની ધરપકડ થઈ જતા ગામમાં પણ ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment