આજકાલ આવી ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. કોઈપણ સ્થળે આગ લાગી હોય તો એકસાથે ઘણાબધા લોકો આગમાં ફસાય જાય છે, અને મૃત્યુના ભોગ બને છે. આમ જ નિર્દોષ લોકોના મોત થવા લાગ્યા છે. આગમાં લોકોને બચાવા બીજા લોકો ઘણા પ્રયત્નો કરે છે પરંતુ આ કુદરતી ઘટનાને કોઈ રોકી શકતું નથી. ઘણા લોકો પોતાના જીવને બચાવા ઘણા ઉપાયો કરે છે.
આ ઘટના દિલ્હીના એક મુંડકા વિસ્તારમાં આવેલાં મેટ્રો સ્ટેશનમાં પિલર 544 પાસે 3 માળની એક બિલ્ડીંગ છે, જે કોમર્શિયલ બિલ્ડીંગ છે. જે કંપનીઓને ભાડે આપે છે. જેમાં સાંજના સમયે અમુક કારણોસર બોવ મોટી આગ લાગી હતી. જેણે કારણે લોકોમાં દોડા-દોડી મચી ગઈ હતી અને લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. અને આગ પણ કાબૂ બાર જતી રાઈ હતી.
બિલ્ડીંગમાં ઘણી બધી કંપનીઓની ઓફીસ હતી. અને આ ઓફીસોમાં ઘણો બધો સામાન પણ હતો. દરેક ઓફિસોની ગોદામો પણ હતી. ઓફીસોમાં સીસીટીવી કેમેરા પણ હતા અને રાઉટર પણ હતા. જેણે કારણે આગ લાગી ત્યારે આગ ઝડપથી ફેલાવા લાગી. ત્યાં સાંજના સમયે આગ લાગી હતી એની જાણ થતા ત્યાં તરતજ લોકો પોતાને બચાવા ભાગવા લાગ્યા.
ઓફીસોમાં રહેલા કર્મચારીઓ પોતાને બચાવા ભાગ્યા પરંતુ આગ ઝડપથી ફેલાય જેના કારણે લોકો મુંજાવા લાગ્યા. અને ઘણા કર્મચારીઓ બિલ્ડીંગમાંથી બાર નીકળી ગયા. પણ 27 કર્મચારીઓ મૃત્યુ પામ્યા. તેઓ બાર નીકળી શક્યા નઈ. અને અંદર જ મુંજાયને જીવ ગુમાવ્યો. ત્યાં ઉભેલા લોકોએ પોલીસ અને ફાયરબીગેડવાળાને તરત જ જાણ કરી.
અને એ લોકોએ 9 જેવા કર્મચારીઓને ફાયરબીગેડવાળા લોકોએ હેમખેમ બાર કાઢ્યા. આ 9 કર્મચારીઓ ઘાયલ થયા છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને લોકોના જીવ બચાવ્યા છે. ઓફિસોની બારીઓ તોડીને 150 લોકો ને બાર કાઢ્યા. અને આ આગ લાગી એને 7 કલાક થઇ કાબુમાં લેતા બોવ વિશાળ પ્રમાણમાં આ આગ લાગી ગઈ હતી.
આ 27 લોકોના મૃતદેહને બાર કાઢ્યા અને તેના પરિવાર લોકોને આ દેહ સોપ્યા. આ ઓફીસોમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કામ કરતા હતા. બધાના જીવ જોખમમાં મુકાયા છે અને અમુકે પોતાના જીવ ખોયા પણ છે. જેણે કારણે આ બિલ્ડીંગના બિલ્ડરોની પોલીસે કાર્યવાહી હાથમાં લીધી છે અને આ આગ કેમ લાગી એની જાણકારી મેળવાઈ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]