Breaking News

દર્શન કરીને ઘરે આવતા પરિવારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના 5 લોકોના મોત, મરણચીખોથી હાઈવે ગુંજી ઉઠ્યો..!

રોજબરોજ લોકો સાથે બનતા ગંભીર બનાવ ખૂબ જ જોવા મળી રહ્યા છે. પરિવારના લોકો એકસાથે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ બનતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હાલના સમયમાં વાહનો વધતા અકસ્માતો પણ ખૂબ જ બની રહ્યા છે. ક્યારે કોની સાથે શું બની જાય? તે કહી શકાતું નથી.

એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓ પોતાના એકસાથે જીવ ગુમાવતા ચારેકોર હાહાકાર મચી જાય છે, લોકો આજકાલ ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા હોય છે ખરાબ ડ્રાઇવિંગ કરવાને કારણે પણ આવા અકસ્માતોના ભોગ બની રહ્યા હોય છે. આવા એક કાળમુખા અકસ્માતની ઘટના સામે આવી હતી.

આ ઘટના ભાવનગર શહેર પાસે બની હતી. ભાવનગર અમદાવાદના શોર્ટ રસ્તા પર એક કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારચાલક પાલીતાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો અને ટ્રક સામેની તરફથી આવી રહ્યો હતો. કારમાં આખું પરિવાર મુસાફરી કરી રહ્યું હતું. આ પરિવાર અમદાવાદમાં વિરાટ નગરમાં રહેતું હતું.

પરિવારના એક યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેમનું નામ મહાવીર કુમાર રતનલાલ જૈન હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં એક 10 થી 12 વર્ષની ઉંમરનું બાળક પણ હતું. કારમાં મુસાફરી કરી રહેલા પરિવારે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ પરિવાર અમદાવાદથી પાલીતાણા મહાતીર્થ દર્શન કરવા માટે ગયું.

અને તેઓ રાતના સમયે પરત પાલીતાણાથી અમદાવાદ પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. તે સમયે ભાવનગર-અમદાવાદના શોર્ટ કટ રૂટ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક સામેની તરફથી એક ટ્રક આવી રહ્યો હતો અને કારની સ્પીડ ખૂબ જ ઝડપી હોવાને કારણે બેકાબુ બનીને ટ્રક સાથે અથડાઈ હતી.

જેના કારણે પરિવારના પાંચ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાં એક બાળક પણ હતું. આ પાંચે સભ્યોએ પોતાના એક જ ક્ષણમાં જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો કાર પાસે પહોંચી ગયા હતા અને આસપાસ અરેરાટી ફેલાઈ ગઈ હતી. સૌ કોઈ લોકો દોડાદોડી કરી રહ્યા હતા.

કારમાં ફસાયેલા પાંચ વ્યક્તિઓને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કારના કુચેકુચા થઈ ગયા હતા. કારની આ હાલત જોતા કારમાં બેઠેલા વ્યક્તિઓનું બચવું ખૂબ જ મુશ્કેલ હતું. તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે પોલીસ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી.

તપાસ કરતા એકસાથે 5 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હોવાને કારણે તેઓના મૃતદેહને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને કારની તપાસ ચાલી રહી હતી. ટ્રકનું પણ નુકસાન થયું હતું. જેના કારણે ટ્રક ચાલકની પણ પૂછપરછ પોલીસ કરી રહી હતી. તેના સગા સંબંધીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આવા કાળુમુખા અકસ્માતો હાલમાં ખૂબ જ બનતા હોવાને કારણે એકસાથે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. એક પરિવારએ પોતાનો જીવ એક જ મીનીટમાં ગુમાવી દીધો હતો. હસી મજાક કરતા પરિવાર સાથે આવો બનાવ બનતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શેઠે આપેલુ જ્યુસ પીતા જ યુવતીને ચક્કર આવવા લાગ્યા, જ્યારે આંખો ઉઘડી ત્યારે જોઈ લીધું એવું કે ચીસો નાખી બેઠી, હચમચાવતો કિસ્સો..!

રોજ રોજના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધારે વધી ગયું છે, રોજ સવારે સાથે જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *