ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ તેના ઘણો ટાઈમ થઈ ગયો છે. છેલ્લા થોડા દિવસોથી વરસાદનું પ્રમાણ માં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે વરસાદનો બીજો ફેઝ શરૂ થવા જઇ રહ્યો છે. અરબ સાગર માં પાકિસ્તાન તરફના દરિયાકાંઠે લોકપ્રેશરની પરિસ્થિતિ સર્જાઈ છે. જે ધીરે ધીરે ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચી શકે છે.
આ પરિસ્થિતિના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ઘણા શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે જ લોકપ્રેશર ની અસર શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં ગઈકાલ રાતે જ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
તેમજ કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જામનગર, બોટાદ, અમદાવાદ, રાજકોટ અને ખેડામાં યલો જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આવતા થોડા દિવસોમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આવનારા શનિવારે કચ્છમાં રેડ તેમજ બનાસકાંઠા, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા માં ઓરેન્જ જ્યારે રાજકોટ, પોરબંદર, બોટાદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ગુજરાત રાજ્યમાં લગભગ 21 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આ સીઝન લગભગ 104 ટકા તેમજ ઉતર ગુજરાતમાં 36 ટકા વરસાદ વરસી ચુક્યો છે. મધ્ય ગુજરાતમાં 51% જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનુક્રમે 58% અને 75% વરસાદ વરસી ચુક્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠામાં પ્રાંતિજ, અરવલ્લીમાં ધનસુરા, ગાંધીનગરના માણસા અને વલસાડના કપડા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના ઉતર ભાગમાં આ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. પરંતુ આવનારા થોડા દિવસોમાં ઉતર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
અરબ સાગરમાં સર્જાય લો પ્રેસરને કારણે આવનારા પાંચ દિવસોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, અમદાવાદ, ખેડા, વડોદરા તેમજ ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]