Breaking News

દરિયામાંથી કાળા કલરની એવી વસ્તુ મળી કે આખું ગામ થઈ ગયું રાતોરાત કરોડપતિ, જાણીને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા..!

આપણા જીવનમાં ક્યારે શું થવાનું છે તે કંઈ નક્કી હોતું નથી. અચાનક જીવનમાં ઘણું બદલાવ આવી જતો હોય છે આવું જ કંઈક યમનના કેટલાક માછીમારો સાથે થયું છે. તેઓના જીવનમાં રાતો રાત ખુશીઓ આવી ગઈ છે. તેમણે ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું ન હતું. યમન  દેશના માછીમારો રાતોરાત જ કરોડપતિ બની ગયા છે.

જે લોકોએ ક્યારેય વધારે પૈસા જોયા પણ ન હતા તેઓ રાતોરાત મોટા સાહેબ બની જશે એવું તો કોણે વિચાર્યું હશે. પરતું કહેવાઈ છે ને કે કુદરતને જ્યારે આપવું હોઈ ત્યારે મન મૂકીને આપે છે. જયારે કુદરતનો સાથ હોઈ ત્યારે કોઇપણ મુશ્કેલી નડતી નથી તેમજ દરેક અવળા કામ પણ સીધા પડે છે..

ગઈકાલે યમનના લગભગ 35 જેટલા માછીમારો યમનના દક્ષિણ બાજુએ સ્થિત ગલ્ફ ઓફ એડનના અખાતમાં દરરોજની જેમ માછલી પકડવા ગયા હતા. પરંતુ તેમને એ વાતની જાણ ન હતી કે, આજનો દિવસ તેમની માટે ખૂબ જ ખાસ બની જવાનો છે. તેઓ જ્યારે માછલીઓ પકડતા હતા.

ત્યારે તેમને પાણીમાં એ ખૂબ જ મોટી વસ્તુ દેખાય હતી. જ્યારે તેઓ નજીક ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે તે એક વહેલ માછલી છે પરંતુ તે મૃત અવસ્થા માં પાણીના ઉપરના સ્તર પર પડેલી હતી. દરેકમાંથી મારો એક ખૂબ જ મહેનત કરીને તે વહેલ માછલીને કિનારા સુધી લાવી અને ત્યારબાદ તેને પેટના ભાગમાંથી કાપી ત્યારે તેમને અંદરથી મીણ અને ખૂબ જ પ્રમાણમાં કાળો કાદવ મળ્યું હતું.

શરૂઆતમાં તો તેમને પોતાની મહેનત વ્યર્થ લાગી. પરંતુ જ્યારે તેમને જાણવા મળ્યું કે વહેલ માછલીમાં પેટમાંથી નીકળેલો આ કાળો પદાર્થ તેની ઉલટી છે. જેને એમ્બગ્રીસ કહેવાય છે અને તેની કિંમત લગભગ 1.5 મિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 11 કરોડ જેટલી થાય છે. ત્યારે તેઓ ની ખુશીના કોઈ ઠેકાણા રહ્યા ન હતા.

વહેલ માછલી માંથી મળી આવતો એમ્બરગ્રીસ પદાર્થ કે જે વેક્સ જ્વલનશીલ પદાર્થનું બનેલું હોય છે. જે ભૂરો અથવા કાળા રંગનું હોય છે. એમ્બરગ્રીસ નો ઉપયોગ મુખ્યત્વે મોંઘા પર્ફ્યુમ બનાવવામાં થાય છે. જેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. જ્યારે તે માછીમારો ને વહેલ નું મૃતદેહ મળ્યો હતો. ત્યારે જ તેમને અંદાજો થઈ ગયો હતો કે અમને કંઈક કીમતી વસ્તુ મળવાની છે.

પરંતુ જ્યારે તેમણે કાપવાનું નક્કી કર્યું. ત્યારે તેમને એમ્બર્ગીઝ મળી આવ્યું હતું. ત્યારે તેની સુગંધ સારી ન હતી. તેમજ તેમને તેની કિંમતનો પણ કોઈ અંદાજો ન હતો. પરંતુ ત્યારે તેમણે તેની વિશે જાણ્યું ત્યારે તેને ખબર પડી કે આની કિંમત 11 કરોડ રૂપિયા છે. તેમના જણાવ્યા મુજબ આ એમ્બરગ્રીસ નો વજન લગભગ 127 કિલો જેટલો હતો.

તે વેચ્યા બાદ જે રૂપિયા મળ્યા તે દરેક સરખા ભાગે વેચી લીધા. આ ઉપરાંત પોતાના ગામના ગરીબ સમુદાયના લોકોને પણ દાન આપવાનું નક્કી કર્યું. તેમજ આ માછીમારો એ નવા ઘર ખરીદવાનું પણ વિચાર્યું હતું. આવો જ કિસ્સો યમન દેશના જ એક ગામના માછીમારો સાથે ફેબ્રુઆરી મહિનામાં બન્યો હતો. જ્યાં તેમને પણ કરોડોની કિંમતનું એમ્બરગ્રીસ વહેલ માછલી માંથી મળી આવ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *