ચોમાસુ પૂર્ણ થયા બાદ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શરદી, ઉધરસ, તાવ તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પૂરઝડપે વધારો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યો છે. જેમાંથી ડેન્ગ્યુએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
ઉત્તર પ્રદેશનાં ઘણા જિલ્લાઓમાં ડેન્ગ્યુના કેસો એટલા બધા વધી રહ્યા છે કે જેના લીધે કેટલાય દર્દીના મોત પણ થઈ ચૂક્યા છે. અત્યારે વાત કરીએ તો હરિદ્વાર જિલ્લાના રૂડકી ના ગધારા ગામમાં છેલ્લા ચાર દિવસમાં તાવ થી ૧૬૦ જેટલા દર્દીઓ પીડાઇ રહ્યા હતા. તેઓની તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે તેમાંથી ૮૦ લોકોને ડેન્ગ્યુની બિમારી છે.
તેઓએ જણાવ્યું કે આ અગાઉ પણ 19 દર્દીઓમાં ડેન્ગ્યુના કેસ દેખાયા હતા. તે જિલ્લાના મેલેરીયા અધિકારી ગુરમનસિંહે કહ્યું કે ગધારોના ગામમાં 100 ડેન્ગ્યુના દર્દીઓ અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે બાકીના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
યુપી તેમજ દિલ્હી ની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગધારોના ગામમાં સૌથી વધારે દર્દીઓમાં તાવના કેસ પણ નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્રે આ ગામને ડેન્ગ્યું હોટસ્પોટ પણ જાહેર કરી દીધું છે.
આરોગ્ય વિભાગની ટીમે વધુ ૭૫ લોકોના લોહીના નમૂના લઇને તેઓના ટેસ્ટિંગ હાથ ધર્યા છે. આ વિસ્તારના ઘણા ગામો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા છે. જેથી ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આ મહામારી જોતા સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ડેંગ્યુનો વિભાગ ઉભો કરી દેવામાં આવ્યો છે.
જેથી કરીને દરેક દર્દીઓને વ્યવસ્થિત રીતે સારવાર મળી રહે. છેલ્લા બે દિવસથી શીખવાડ ,ભગવાનપુર, શિયાડા અને શીખોપુર, સુભાષ નગર સહિતની હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે…
Out of about 160 samples taken from Gadharona Village of Roorkee area of Haridwar district in the last 4 days, dengue has been confirmed in about 80 people. Earlier, 19 people had come to the village suffering from dengue: Dr Gurnam Singh, district malaria officer#Uttarakhand
— tv9gujarati (@tv9gujarati) October 21, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]