Breaking News

ડાંગર રોપતી વખતે અચાનક જ વીજળી પડતા ઘટના સ્થળે જ યુવકનું શરીર ફાટી ગયું, 2 લોકોની હાલત ગંભીર.. ઓમ શાંતિ..!

હાલમાં ચોમાસાની સીઝન ખુબ જ સારી ચાલી રહી છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળની સર્જાયેલી લો પ્રેસરની સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી હતી.

તે આગાહીના પગલે આણંદ શહેરમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો. આણંદ શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ બે કલાકમાં જ પડવાને કારણે શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા. આણંદ શહેરના સોજીત્રા વિસ્તારમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ વરસાદ વીજળીના કડાકા ધડાકા સાથે અને જોરદાર પવન સાથે ત્રાટક્યો હતો.

તેને કારણે ઘણી બધી મુશ્કેલીઓ લોકોને સહન કરવી પડી હતી. આ વરસાદની આફતોને કારણે માનવજીવન ઉપર ગંભીર અસર પડી હતી. તેને કારણે એક ઘટના સામે આવી હતી. આ ઘટના આણંદ જિલ્લામાં સોજીત્રા તાલુકામાં રહેતા ભડકદ ગામમાં બની હતી. ભડકદ ગામમાં રહેતા એક પરિવારના મજૂરો સાથે વીજળી પડવાની ઘટના ખૂબ જ ગંભીર બની હતી.

ગામમાં સુરેશભાઈ અંબાલાલ પટેલનું પરિવાર રહેતું હતું. સુરેશભાઈને વર્ષોથી ઘણી જમીન હતી અને તેઓ વર્ષોથી ડાંગરનો પાક કરતા હતા. આ વર્ષે પણ તેઓ ડાંગરનો પાક પોતાના ખેતરમાં કરીને પોતાની વાવણી સારી કરવા માગતા હતા. તે માટે પોતાના ખેતરોમાં ત્રણ મજૂરોને કામ પર રાખ્યા હતા. ડાંગર રોપવાનું કામ ચાલી રહયુ હતું.

ડાંગર રોપતા ત્રણ મજૂરોમાં એક યુવકનું નામ વિજય મસાર કલા હતું. તેની ઉંમર 20 વર્ષની હતી. બીજો યુવક સેલત દિવાન તાશન હતું. તેની ઉંમર 17 વર્ષની હતી. અને ત્રીજો યુવક મશાર સંજય કલા હતો. તેની ઉંમર 22 વર્ષની હતી. આ ત્રણેય મજૂરો ખેતરમાં ડાંગર રોપવાનું કામ કરી રહ્યા હતા. ડાંગરના પાકને ખૂબ જ પાણીની જરૂર હોય છે.

તેથી પાણી ભરેલા ખેતરમાં તેઓ ડાંગર રોપી રહ્યા હતા. ઘૂંટણથી નીચે પહોંચે તેટલું ખેતરમાં પાણી ભરાયેલું હતું. તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા પણ ખૂબ જ થઈ રહ્યા હતા. આ ખેતરમાં ડાંગર રોપતા શ્રમજીવીઓ પર વરસાદને કારણે આફત આવી પડી હતી. અચાનક જ વીજળીના કડાકા થતાની સાથે જ ત્રણેય શ્રમિક ઉપર વીજળી પડી હતી.

વીજળી પડતાની સાથે જ વિજય મસાર નામનો મજુર ધડાકા સાથે સળગી ઊઠ્યો હતો. તેના પગ પાણીમાં હોવાને કારણે તેને ખૂબ જ ભારે કરંટ લાગી ગયો હતો. તેમનું ઉછળતાની સાથે મૃત્યુ થઈ ગયું હતું. તેની સાથે રહેલા સેલત અને સંજય નામના યુવક દાઝી ગયા હતા. આ યુવકોને પણ ખૂબ જ ભારે કરંટ લાગ્યો હતો.

વીજળી પડતા ત્રણેય શ્રમિકો ઉપર મુશ્કેલીઓ આવી પડી હતી. અને તેમાંથી એક મજૂરને પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. ત્યારે ખેતરના માલિક સુરેશભાઈને આ ઘટનાની જાણ થતા તેઓ ખેતરે પહોંચ્યા હતા. બંને દાઝેલા યુવકોને નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ બંને યુવકોની હાલત ખૂબ જ ગંભીર હતી.

તેનું બચવું મુશ્કેલ હતું અને મૃત્યુ પામેલ વિજય નામના મજુરના પરિવારને તેના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. પરિવારને વિજયના મૃત્યુની ખબર પડતા તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને સુરેશભાઈને પણ પોતાના ખેતરમાં કામ કરતાં સમયે મજૂરો સાથે આ ઘટના બનતા તેઓ પણ ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા હતા. આમ, વરસાદને કારણે ઘણી બધી મુશ્કેલીઓ માનવ જીવન પર જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *