દાંડિયા-રાસના કલાસીસ ચલાવનાર યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું, કારણ જાણવા પોલીસ પણ કરી રહી છે માથામણ..!

સવાર પડે એને સમાચાર પત્રક વાંચતા જ આપઘાતના કેટલાય બનાવો સામે આવી જતા હોય છે. કેટલાક બનાવોમાં પ્રેમ પ્રકરણનો મામલો જોડાયેલો હોય છે, તો કેટલાક બનાવવામાં ઘરેલુ કંકાસ અથવા તો આર્થિક સંકડામણનો મામલો સંડોવાયેલો હોય છે. જ્યારે કેટલાક આપઘાતના બનાવો માં કોઈ પણ કારણ બહાર આવતું નથી…

પરિવારજનોની સાથે સાથે તપાસ કરનાર પોલીસની ટીમો પણ ખૂબ જ ગુંચળામણ અનુભવે છે, છતાં પણ આપઘાત કરનાર કોઈ પણ કારણ છોડીને જતા ન હોય એવા કિસ્સાઓમાં ભારે ચકચાર મતી જતો હોય છે. અત્યારે જામનગર શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેની આપઘાત પાછળની કારણ જાણવા માટે પોલીસ ખૂબ જ તપાસ ચલાવી રહી છે..

જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં નીરવભાઈ અગ્રાવત કે જેમની ઉંમર ૩૬ વર્ષની છે. તેઓ પોતાના પરિવારજનો સાથે રહે છે. અને પોતે કાશી વિશ્વનાથ રોડ ઉપર બ્રહ્માકુમારી વાડીની અંદર રુદ્ર દાંડિયા ક્લાસ નામનું ક્લાસીસ પણ ચલાવે છે. તેવો લોકોને દાંડિયા રાસ ગરબા શીખવવાનું કામકાજ કરે છે..

એક દિવસ અચાનક જ સાંજના સમયે તેઓએ આપઘાત કરી લેતા ભારે ચકચારનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમના પરિવારજનોને જ્યારે જાણ થઈ કે પરિવારના આશાસ્પદ નિરવભાઈ અગ્રાવતે આપઘાત કરી લીધો છે. ત્યારે તેને તાત્કાલિક શહેરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..

ત્યાં ટૂંકી સારવાર પણ ચાલી ત્યારબાદ તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ બનાવની જાણકારી અન્ય દાંડિયા ક્લાસ સંચાલકોને થઈ ત્યારે પણ ભારે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. જ્યારે નીરવભાઈના પરિવારજનોમાં એક શોખનું મોજું પણ ફરી વળ્યું છે. આ બનાવની જાણ ડોક્ટર દ્વારા પોલીસને પણ કરવામાં આવી હતી..

પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ જરૂરી તપાસ ચલાવી હતી. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં તેઓએ શા માટે આપઘાત કર્યો છે તેનું કારણ જાણવા માટે કેટલાય વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી. યુવકની આપઘાત પાછળ કયા કારણો જોડાયેલા છે, તેને લઈને સૌ કોઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે..

પોલીસ પણ માહિતી મેળવવા કાર્યવાહીની દોર શરૂ કરી છે. પરંતુ હાલ તેઓએ કયા કારણસર આપઘાત કર્યો છે..? તેની કોઈ પણ માહિતી મળી નથી. જ્યારે પણ વ્યક્તિ જીવનમાં ખૂબ જ કંટાળી જાય છે. અને એકલાપણ અનુભવે છે. ત્યારે તેવું આપઘાત જેવું પગલું ભરીને પોતાનું જીવન ટૂંકવી દેતા હોય છે..

પરંતુ પોતાની સાથે રહેલી તમામ મુસીબતોને અન્ય કોઈ વ્યક્તિને કહેવાથી તેનો કોઈ ચોક્કસ ઉપાય બહાર નીકળી આવતો હોય છે. ત્યારે પણ મનોમન મૂંઝાવું જોઈએ નહીં. અને પોતાની સાથે રહેલી મુસીબતોની વાત અન્ય વ્યક્તિને કહીને તેમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ જિંદગીથી હારી જઈને આપઘાતનું પગલી ભરવું એ ખૂબ જ ખોટું કામ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment