Breaking News

સૌરાષ્ટ્રના આ ડેમો ઓવરફલો થતા 6000 લોકોને કરાયા એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં મચી શકે છે ભારે તબાહી.. જાણો..!

સૌરાષ્ટ્રમાં મેઘરાજા વનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે. કેટલાક ચેકડમોના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. તો કેટલાક ડેમોના નીચેના ભાગોમાં પણ સારો વરસાદ વરસતા ઠેર ઠેર નદી નાણાઓ છલકાયા છે. એને ચેકડેમો ઓવરફલો થયા છે. હાલ સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા ડેમો અને નદી નાળા છલકાઈ જવાને કારણે કુલ 6000 કરતા વધારે લોકોને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે..

જેમાં જુનાગઢનો ડેમ ઓવરફ્લો થતાં જ જુદા જુદા ત્રણ તાલુકાના ચાર ગામોને અલગ કર્યા છે. એટલે કે કુલ 4,000 થી લઈ 5000 લોકોની વસ્તી ધરાવતા ગામોને એલર્ટ આપી દેવાતા લોકોમાં ફળફળાટ મચી ગયો છે. જૂનાગઢના આણંદપુર પાસે ઓજત ડેમ આવેલો છે. જેના ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને કારણે ડેમની સ્થિતિ લેવલ કરતાં વધી ગઈ છે..

આ ઉપરાંત આવક વધારે છે. જ્યારે ઘટાડો ઓછા માત્રમાં થતા ડેમ ઓવરફ્લો થયો છે. અને વોર્નિંગ બેલ પણ વાગી ગયો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારો એલર્ટ આપવામાં આવ્યું છે. જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ ખાબકતા મધુબન ડેમ ભયજનક સપાટી પહોચ્યો જેના પગલે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસાવદર તાલુકાના આંબાજણ નદી ઉપર આંબાજળ ડેમ આવેલો છે..

તેમાં પણ 70% સુધીનું પાણી ભરાઈ જતા જાંબુડી, સતાધાર, ચાવડ, ખીજડીયા, ચાંપરડા, સહિતના ગામોને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલું નરસિંહ મહેતા સરોવર પણ છલકાઈ ગયું છે. આ ઉપરાંત ડેમ છલોછલ વહી જતા ડેમના પાટિયા ખોલવાની ફરજ પડી છે.

જૂનાગઢ જિલ્લામાં સીઝનનો 41 ટકા વરસાદ વરસી જતા ઠેર ઠેર નદી નાણાઓમાં પાણી વહેતા થયા છે. આ ઉપરાંત ભાવનગરના તળાજા તાલુકામાં પણ મેથળા બંધારો પૂર્ણ સપાટીએ ભરાઈને છલકાઈ ગયો છે. જેને કારણે ખેડૂતો અને ગામજનોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ભાવનગરના બગડ ડેમમાં પણ પાણીની આવક એટલી બધી વધી ગઈ હતી કે, જેને કારણે ડેમ હાઈ લેવલ કરતાં પણ વધારે સપાટીથી વહી રહ્યો છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમના ઉપરવાસમાં પણ પાણીની વધારે આવક થતાને કારણે જ માલણ, લાખણકા અને રોજ કિનાર ડેમો થવા લાગ્યા છે 23 ફૂટે સ્થિર થઈ છે.

જ્યારે સાંજના સમયે પાણીની આવક શરૂ થતા જ ફરી એક વખત ડેમની સપાટી ઊંચી થઈ છે. જ્યારે બગડ ડેમ ઓછો થયો છે. શેત્રુંજી રજાવળ, ખારો, માલણ, લાખણકા, હમીરપરા, હાલોલ, પીંગળી અને બગડ ડેમના ઉપર વાંચવામાં સારો વરસાદને પગલે તમામ ડેમો થવા જઈ રહ્યા છે..

અને મોટાભાગના ડેમોમાં 70 થી 90 ટકા સુધીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જેને પગલે કેટલાય લોકોને એલર્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર શહેરની મધ્યમાં જીવાદોરી સમાન બોર તળાવમાં પણ ત્રણ કલાકની અંદર 10 ઇંચનો વધારો થયો છે. આ નવા નિર્માણના કારણે ભીખડા કેનાલ પણ બે કાંઠે વહેવા લાગી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *