હાલમાં આપઘાતની ઘટનાઓ ખૂબ વધી રહી છે. દિવસેને દિવસે લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. લોકો શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. લોકોને બીજા સાથે થયેલા ઝઘડાઓને કારણે નાની નાની વાતમાં કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતા ઘણા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે.
આવી જ એક આપઘાતની ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં બાળવા વિસ્તારમાં રહેતા પરિવાર સાથેના દીકરાએ આપઘાત કર્યો હતો. બાળવા વિસ્તારમાં પઢારવાસમાં એક પરિવાર રહેતું હતું. પરિવારના સભ્યો હોટલ ચલાવવાનો ધંધો કરી રહ્યા હતા. પરિવારમાં આધારસ્તંભ દશરથભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે રહેતા હતા.
દશરથભાઈની પત્ની જ્યોત્સનાબેન દશરથભાઈ ઠાકોર અને તેમના બંને દીકરા અને નાના દીકરાની પુત્રવધુ તેમની સાથે પરિવારમાં રહેતી હતી. મોટા દીકરાનું નામ લાલજીભાઈ દશરથભાઈ ઠાકોર હતું. નાના દીકરાનું નામ પ્રવીણભાઈ દશરથભાઈ ઠાકોર હતું. એક દિવસ જ્યોત્સનાબેન અને તેનો મોટો દીકરો લાલજીભાઈ બંને હોટલમાં કામ હોવાને કારણે ગયા હતા.
ત્યારે મોટો દીકરાએ તે સમયે જ્યોત્સનાબહેનને કહ્યું કે, ‘હું ઘરે જઈને આવું છું’ એમ કહીને તે એકટીવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. ત્યારબાદ નાનો દીકરો પ્રવીણભાઈ હોટલે આવ્યો હતો. નાનો દીકરો હોટલે આવ્યો તે માટે જ્યોત્સનાબહેન ઘરે જવા નીકળ્યા અને તેઓ રિક્ષામાં બેસીને ઘરે આવતા રહ્યા.
ઘરે આવીને જ્યોત્સનાબેનના પતિ દશરથભાઈ અને નાના દીકરાની વહુ બધા ઘરે હાજર હતા. દશરથભાઈ હોટલે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે માટે જ્યોત્સનાબેન અને દશરથભાઈ બંને ઓસરીમાં ઊભા હતા. તે સમયે લાલજીભાઈ ઘરે આવ્યા હતા. તેથી જ્યોત્સના બહેને કહ્યું કે, ‘તું તો ક્યારનો હોટલેથી નીકળી ગયો હતો, ઘરે આવવામાં આટલું બધું મોડું કેમ થયું?’..
ત્યારે લાલજીભાઈ રડવા લાગ્યા અને માતાના પગ પકડીને કહ્યું કે,’ મનીષાનો ફોન હતો તેને અહીં આવવું છે પરંતુ તેને ઘરના સભ્યો આવવા દેતા નથી’ અને લગ્ન કરાવવા વાળા કરણ વિનોદભાઈ પટેલ અને મનીષાની મમ્મી તેમને અહીં આવવાની ના પાડી છે’ અને મનીષાને કહ્યું કે તારે જવું હોય તો સાસરા પાસેથી બે લાખ રૂપિયા પહેલા મગાવી લે.
તે માટે લાલજીભાઈ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. લાલજીભાઈના મનીષા સાથે ફુલહાર કરાવી લગ્ન કરાવ્યા હતા. બળવામાં રહેતા રમણભાઈ કરમશીભાઈ ભરવાડે કરણભાઈ વિનોદભાઈ પટેલની અને વિદ્યાબેન વિનોદભાઈ પટેલની દીકરી સાથે ફૂલહાર કરાવ્યા હતા. તેઓએ લગ્ન કરાવવા માટે લાલજીભાઈના પરિવાર પાસેથી ₹3,00,000 માગ્યા હતા.
ત્રણ લાખ રૂપિયામાં લગ્ન કરાવ્યા બાદ તેઓ મનીષાને સાસરે મોકલી હતી પરંતુ મનીષા તેના પરિવાર સાથે મળવા માટે થોડા દિવસ ગઈ ત્યાર પછી તેમને સાસરે પરત આવવા દેવામાં આવી ન હતી. સાસરીયા પાસેથી આ દિવસે ફોન કરીને બે લાખ રૂપિયા મંગાવ્યા હતા. તે માટે લાલજીભાઈ ખૂબ જ ત્રાંસી ગયા હતા.
તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પોતાની એકટીવાની ડીકીમાંથી લાલ કલરની સોડાની બાટલી કાઢી હતી. તે ઝડપથી સોડા પીવા લાગ્યો હતો. તે માટે ઘરના સભ્યોને લાગ્યું કે તે સોડા પી રહ્યો છે પરંતુ છેલ્લે સોડાની બાટલીમાં અડધી બોટલ પીધા પછી લાલજીભાઈએ બૂમ પાડીને કહ્યું કે સોડાની બોટલમાં ‘મેં સેલફોસની ઝેરી દવા ભેળવી છે’.
હવે મારે જીવવું નથી તેમ કહીને તે ત્યાં ઢળી પડ્યો હતો. ત્યારે તરત જ તેને બળવાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન લાલજીભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. તે માટે જ્યોત્સના બહેને અને દશરથભાઈએ પોતાના દીકરાનો જીવ લીધા નહીં ફરિયાદ મનીષાના પિયરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]