Breaking News

દક્ષિણ ગુજરાતનો મોટો ડેમ ઓવરફલો થતા દરવાજા ખોલાયા, સતત પાણી છોડાતા નીચાણવાળા ગામો તણાયા, મોટી હોનારતના દ્રશ્યો..!

વલસાડમાં ખૂબ જ ભયંકર વરસાદ વરસ્યો છે. જેને કારણે કેટલાય ગામમાં છાતી સમાણા  પાણી ભરાયા છે તો કેટલાય લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે. વલસાડમાંથી પસાર થતી ઓરંગા નદીમાં ધસમસતુ પૂર આવી પહોંચ્યું છે. આ નદી એક ભયજનક સપાટીને વટાવી દેતા કેટલાક નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓમાં આખાને આખા તણાઈ ગયા છે.

વલસાડ શહેરના બંને બ્રિજો પણ પાણીમાં ડૂબી ગયા છે. આ તમામ દ્રશ્યો હાલ કેમેરામાં કેદ થયા છે. એક બાજુ દરિયામાં ભરતીનો સમય નજીક છે. અને એક બાજુ ઉપરવાસમાં ભારતીય અધિકારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં વલસાડ જિલ્લાના જીવા દોરી સમાન મધુબન-ડેમાં પણ પાણીનો જથ્થો એટલો બધો સમાવિષ્ટ થઈ ગયો છે કે ડેમ ભયજનક સપાટીએ વહી રહ્યો છે.

છેલ્લા દસ દિવસની અંદર વલસાડમાં ખૂબ જ ભારે વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડા, પારડી, અને ધરમપુરમાં પડતો હોય છે. આ વર્ષે પણ છેલ્લા દસ દિવસથી વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કોઈક દિવસ 4 ઇંચ તો કોઈક દિવસ 7 ઇંચ સુધીનો વરસાદ વરસે છે. અને હવે તો 10 ઇંચની સપાટી પણ કૂદી ગયો છે..

અને છેલ્લા 10 દિવસની અંદર અંદર કુલ 45 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસતા દમણગંગા નદી પણ ભારે ફાટ ફાટે વહી રહી છે. મધુબન ડેમના જળાશયનું લેવલ ૭૧ મીટરએ પહોંચી ગયું છે. અને જ્યાં 40,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેમ જેમ લેવલ વધતું જાય છે. તેમ તેમ વધુ બંનેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

પરંતુ મધુબન ડેમમાંથી પાણી છોડ્યા બાદ વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોની નદી કાંઠાના વિસ્તારોમાં પણ ભારે તબાહી મચી ગઈ છે. કારણ કે એક બાજુ દરિયાનો ભરતીનો સમય નજીક હોવાને કારણે દરિયો નદીના તમામ પાણીને સમાવી શકતો નથી. જેને કારણે દમણ ગંગા નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે..

વલસાડના મોટાભાગના વિસ્તારોમાં કમર સમાણા પાણી ભરાયા છે. જ્યારે ઓરંગા નદી પણ ગાંડીતુર થતા ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. અને વલસાડમાં બારેમે ખાંગા વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વલસાડના લીલાપુર, ધમડાજી હનુમાન, પાગડા, ભાગડા, કૈલાશ રોડ, બંદર રોડ, છીપવાડ, દાણા બજાર અને કાશ્મીર નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે..

જેને પગલે તંત્રએ સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. મામલતદાર સહિતના સ્ટાફે પણ લોકોને સ્થળાંતરિત કરવામાં મદદ કરી છે. ભારે પુરને લીધે પણ કેટલાક લોકો પોતાનું ઘર છોડવા માટે તૈયાર નથી. કારણકે ઘરની અંદર તેમની તમામ ઘરવખરી અને કીમતી ચીજ વસ્તુઓ રહેલી હોય છે..

છતાં પણ તેઓને જીવને જોખમ ન રહે એટલા માટે ઊંચકીને ઘરની બહાર લાવવામાં આવે છે. અને સેલટર હોમ લઈ જવામાં આવ્યા છે. આવા કુલ ૩૦૦ કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને હજુ આ કામગીરી શરૂ રાખવામાં આવી છે. મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે કેટલાય લોકો ભારે પુરનો ભોગ બન્યા હતા. તેઓની બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *