Breaking News

દાદાનું મોત થતા પરિવાર અંતિમ સંસ્કાર કરવા ગયો, દીકરો મુખાગ્ની આપવા જતો જ હતો ત્યાં અચાનક જ આંખ ઉઘડતા ઉડી ગયા લોકોના હોશ…!

જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે તેના અંતિમ સંસ્કારની કામગીરી પરિવારજનો તરફથી શરૂ કરી દેવામાં આવતી હોય છે. પરિવારમાં એકાએક માતમ છવાઈ જતા સૌ કોઈ લોકો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા જતા હોય છે. એવામાં પણ અંતિમ સંસ્કાર વખતે તો પરિવારજનો માટે આફતનો આભ ફાટી નીકળતા હોય તેવું દુઃખ આવી પડતું હોય છે..

પરંતુ અત્યારે એક એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કે, જે એને જોનારા સૌ કોઈ લોકોના ટાંટીયા ધ્રુજવા લાગ્યા હતા. 62 વર્ષના વડીલ દાદા સતિષ ભારદ્વાજ નામના વ્યક્તિનું સવારે મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ મોતના માતમમાં ડૂબેલા પરિવારના સૌ કોઈ લોકો તેમને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ ગયા હતા..

આ મામલો દિલ્હીના નરેલા વિસ્તારમાં રહેતા અને ટીકરી ખુર્દ ગામના 62 વર્ષના દાદા સતીશ ભારદ્વાજના મૃત્યુના અંતિમ સંસ્કાર વખતે એવી ઘટના બની છે, જેને જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. પરિવારજનો અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરી હતી. અને તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ સતિષ ભારદ્વાજનો દીકરો તેમને મુખાગ્ની આપવા માટે જતો જ હતો..

એ સમયે તેણે પોતાના પિતાના અંતિમ દર્શન કરવાનું વિચાર્યું અને પોતાના પિતાની સામે જોતો જ હતો. તેવામાં તેને એવું દ્રશ્ય દેખાણું કે તે એકાએક ડોળા ફાડી ગયો હતો. કારણ કે તેના પિતાએ ધીમે ધીમે આંખ ખોલતા હોય અને તેનું શરીર હલતું હોય તેવું તેને દેખાયું હતું. તાત્કાલિક તેણે પરિવારના અન્ય સભ્યોને પણ અહીં નજીક બોલાવ્યા હતા..

સૌ કોઈ લોકોએ જોયું તો આ વડીલ દાદા માં ફરી પાછો જીવ આવ્યો હોય તેવી રીતે તે શ્વાસ લઈ રહ્યા હતા. તાત્કાલિક તેને અંતિમ સંસ્કારની કામગીરી માંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર એ તેની તપાસ કર્યા બાદ જણાવ્યું કે, આ વડીલ જીવતા છે..

અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જ્યારે જીવનને મોતનો વચ્ચે લટકતો આ રહસ્યમય કિસ્સો સામે આવ્યો ત્યારે સ્મશાનમાં હાજર બે લોકોએ પોલીસને પણ આ ઘટનાની જાણકારી આપી હતી. જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે, સતીશ ભારદ્વાજ નામના 62 વર્ષના દાદા કેન્સરની બીમારીથી પીડાય છે..

અને તેઓ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા. પરંતુ તેમના પરિવારજનોને આ વેન્ટિલેટરનો ખર્ચો પહોંચાય તેમ હતું નહીં. એટલા માટે તેઓએ વડીલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવીને પોતાના ઘરે રાખવાનું નક્કી કર્યું હતું. આ બાબતને લઈને ડોક્ટરે કાગળ ઉપર તેમના પરિવારજનોની સહી લીધી હતી કે, આ વ્યક્તિ પૂરેપૂરો સ્વસ્થ નથી..

છતાં પણ તેમના પરિવારજનો તેમને ઘરે લઈ જવા માટે ઈચ્છે છે. જો તેમને કશું થશે તો તેની કોઈ પણ જવાબદારી ડોક્ટરની રહેશે નહીં. આ કાગળિયા ઉપર સહી કરીને પરિવારજનો તેમને ઘરે લઈ આવ્યા હતા. અને ઘરે લાવતાની સાથે જ તેમનો શ્વાસ બંધ થઈ ગયો અને સવાર 11 વાગ્યે આસપાસ સંબંધીઓને લાગ્યું કે તેમના મૃત્યુ થયું છે..

અને તેઓ તેમને લઈને અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ગૃહ પણ પહોંચી ગયા હતા. ડોક્ટર સ્પષ્ટ શબ્દોમાં પરિવારજનોનું લખાણ લીધું હતું છતાં પણ હાલ પરિવારજનો હોસ્પિટલની કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. તો આમ અમને પોલીસ તપાસ પણ ચાલી રહી છે. જેમાં પ્રાથમિક તપાસમાં હોસ્પિટલની કોઈપણ બેદરકારીઓ સામે આવી નથી. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *