દારુ ઢીંચીને ત્રણ મિત્રો રેલ્વેના પાટા ક્રોસ કરી ઘરે જતા હતા, નશામાં ભાન ભૂલેલા ત્રણેય મિત્રોને ટ્રેને કચડી નાખ્યા, શરીરના ઉડી ગયા લીરે લીરા..!

કેટલીક વખત વ્યક્તિના પોતાના કામોને કારણે જ મૃત્યુ પોતાની નજર સામે આવી જતું હોય છે. જ્યારે કેટલાક લોકોને કુદરતી મૃત્યુ મળે છે. પોતાની જ કાળી હરકતોને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિને મર્યા બાદ પણ કોઈ માન સન્માન આપતું નથી. હાલ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી આ પ્રકારનો જ એક મામલો સામે આવી ગયો છે..

અહીંના ત્રણ યુવકો ખૂબ જ ગાઢ મિત્રો હતા અને આ ત્રણેય યુવકો ઓટો ચલાવીને પૈસા કમાઈ રહ્યા હતા. એક દિવસ સાંજના સમયે તેઓ રેલ્વે ક્રોસિંગ પાસે ગયા હતા. ત્યાં રહેલી એક દારૂની દુકાનમાંથી તેઓએ દારૂ ખરીદ્યો અને ત્યારબાદ ક્રોસિંગ નીચે ત્રણેય યુવકોએ ફૂલ દારૂ ઢેંચી લીધો હતો..

અને દારૂ ઢીંચીને તેઓ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા હતા. ઘરે જવાના રસ્તા પાસે પહોંચવા માટે તેઓને રેલવે લાઈન ક્રોસ કરવી પડે તેમ હતું. આ ત્રણેય યુવકો એક સાથે રેલવેના પાટા પર ક્રોસિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ ઇન્ટરસિટી એક્સપ્રેસ લખનઉ થી ગોરખપુર તરફ જઈ રહી હતી…

આ રેલ્વે ટ્રેન ત્યાં આવી પહોંચી આ ત્રણે યુવકો દારૂના નશામાં આટલા બધા ટલ્લી થઈ ગયા હતા કે, તેઓને સહેજ પણ ધ્યાન ન રહ્યું કે, તેમની સામેથી ટ્રેન આવી રહી છે. આ ઉપરાંત તેઓ ચાલી શકવાના પણ ભાનમાં ન હોવાને કારણે તેઓ ત્યાં પાટા પર જ ઢળી ગયા હતા. પરિણામે ટ્રેન પૂર ઝડપ થી પસાર થઈ અને આ ત્રણેય વ્યક્તિઓને કચડી નાખ્યા હતા..

અને ત્યારબાદ ટ્રેન સ્ટેશન તરફ આગળ પણ વધી ગઈ હતી. આ ગંભીર બનાવવામાં બે મિત્રોના ઘટના જ મૃત્યુ થયા છે. જ્યારે ત્રીજા મિત્રનો પગ ગંભીર રીતે કપાઈ ગયો છે. એટલા માટે તેને તાત્કાલિક બીઆરડી મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય યુવકો દારૂના આટલા બધા નશામાં હતા..

તેનું મોત સામે આવી ગયું છતાં પણ તેઓને કોઈ પણ ભાન રહ્યું હતું નહીં. આ બાબતને લઈને પોલીસે તપાસ ચલાવી છે અને જણાવ્યું છે કે, આ મૃતક વ્યક્તિઓના નામ પીર મોહમ્મદ, અજય ચૌહાણ છે જે બંનેના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે જેતપુર વિસ્તારમાં રહેતો અંબુજ નામનો વ્યક્તિ આ અકસ્માતમાં પોતાના પગ ગુમાવી ચૂક્યો છે..

અને તે ગંભીરતા ઇજાગ્રસ્ત પણ થયો છે હાલ તે સારવાર હેઠળ છે પરંતુ તેના બે મિત્રોના મૃત્યુ થયા છે. પોલીસ તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદ લઈને આ કાલે વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેમજ બંને વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે જણાવ્યુ છે કે, પ્રાથમિક તપાસની અંદર ત્રણેય વ્યક્તિ દારૂના નશામાં હતા એટલા માટે તેમનો અકસ્માત થયો છે..

તેવું જાણવા મળ્યું છે પરિવારજનોને આ ઘટનાની જાણ કરી છે પરિવારમાં એક શોખનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો પણ કેવું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી આ ત્રણેય મિત્રોને દારૂના રવાડે ન ચડવા માટે જણાવતા હતા. પરંતુ તેઓ કોઈનું માન્યું નહીં અને અંતે આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment