Breaking News

ગુજરાતમાં આ દિવસે ફૂંકાઈ શકે છે ‘તૌકતે’ વાવાઝોડું, 14 જિલ્લામાં થઈ શકે ગંભીર અસર…

અરબી સમુદ્રનું ડિપ્રેશન 15મી મે ના રોજ સાયકલોનમાં પરિણમે એવી સંભાવના ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તૌકતે વાવાઝોડુ આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઇ નુકશાન ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

140 થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડું ફુંકાશે મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, “તૌકતે” અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રનું ડિપ્રેશન છે તે તા.15 મી મે ના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પુરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140 થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે તેવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે.

એટલુ જ નહી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતી કાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ માછીમારો પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.

લોકોને સલામત સ્થળે લઈ જવા માટે પ્લાન ઘડાયો મંત્રી જાડેજાએ કહ્યું કે, દરિયાકિનારાના વિસ્તારોના લોકોને જરૂરીયાતના સમયે સ્થાળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રય સ્થાનો પરની સુવિધા, વિજળી, પાણી, સલામતી સહીતની તમામ પ્રાથમિક સુવિધાઓ અગોતરી સુનિશ્વિત કરવા માટે આજે 4.30 કલાકે

મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટરો, મ્યુ. કોર્પોરેશનના કમિશ્નરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.

વાવાઝોડાનાં પગલે ઉનાળુ વાવેતરની લણણી પૂરજોશમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તૌકતે વાવાઝોડાની આગાહી ન પગલે સોરઠ પંથકના ખેડૂતો પોતાના ઉનાળુ પાકની લણણી ની શરૂ કરી દીધી છે. કોરોના ન હિસાબે અત્યારે મજૂરોની પણ ખૂબ જ અછત વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ કોઇર પણ રીતે વાવાઝોડા પહેલા પોતાનાં તૈયાર થયેલો પાક બગડે નહીં તે માટે લણણી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *