કોરોના મહામારીની બીજી લહેર ખતરનાર રૂપ ધારણ કરી રહી છે. ત્યારે રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ રેલવે સેવાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે બોર્ડની ટ્રેનને રોકવાની અથવા તેના પર પ્રતિબંધ લગાવાની કોઈ યોજના નથી.
રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જે મજૂરો પલાનની વાત કહેવામાં આવી રહી છે તે પલાયન નથી પરંતુ આ રેલવેના સામાન્ય યાત્રી છે. નાઈટ કર્ફ્યુથી બચવા માટે ઝડપથી સ્ટેશન પહોંચી જાય છે જેથી ભીડ દેખાઈ રહી છે.’ ચેરમેન સુનીત શર્માએ એ પણ કહ્યું કે, ઓડિશા અને ઉત્તરાખંડથી રેલવે પ્રવાસીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની વિનંતી કરી છે.
નોંધનીય છે કે, નવા કોરોના કેસોની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. દરરોજ દુનિયામાં સૌથી વધુ કેસ ભારત (India) માં જ આવી રહ્યાં છે. દેશમાં ચોથી વખત એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 131968 નવા કેસ નોંધાયા છે અને વધુ 780 લોકોના મોત થયા છે. આ પહેલા 4,6 અને 7 એપ્રિલે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 61,899 લોકોએ મ્હાત આપી હતી.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકા છે. એક્ટિવ કેસનો દર લગભગ 7 ટકા જેટલો વધ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.
- દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ રસીકરણ – 9 કરોડ 43 લાખ 34 હજાર 262 ડોઝ આપવામાં આવ્યા
- મૃત્યુઆંક- એક લાખ 67 હજાર 642
- કુલ એક્ટિવ કેસ- નવ લાખ 79 હજાર 608
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 13 હજાર 292
- કુલ કોરોના કેસ – 1 કરોડ 30 લાખ 60 હજાર 542
આ રાજ્યમાં સ્થિતિ ખરાબ : દેશમાં મહારાષ્ટ્ર (Maharastra) સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 56,286 કેસ નોંધાયા હતા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 32,29,547 પર પહોંચી ગઈ છે. તે સિવાય રાજ્યમાં વધુ 376 લોકોના મોતના કારણે રાજ્યમાં મૃત્યુની સંખ્યા વધીને 57,028 થઈ ગઈ છે. આ ઉપરાંત કર્ણાટકમાં 6,570, તામિલનાડુમાં 4,276, ગુજરાતમાં 4,021, પંજાબમાં 3,119 અને હરિયાણામાં 2,872 નવા કેસ નોંધાયા હતા. બુધવારે મહારાષ્ટ્રમાં 59,907 કેસ હતા અને 322 લોકોનાં મોત થયાં.
દેશમાં કોરોના વાયરસની દ્વિતીય લહેર ખતરનાક સ્વરુપ ધારણ કરી રહી છે. આ દરમિયાન રેલ્વે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ રેલ્વે સેવાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. રેલ્વે બોર્ડે સ્પષ્ટ કર્યું કે ટ્રેનોને રોકવી કે તેના પર પ્રતિબંધ લગાવવાને લઈને હાલના તબક્કે કોઈ યોજના નથી. રેલ્વે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ કહ્યું કે જે લોકો યાત્રા કરવા ઈચ્છે છે,
તેમના માટે ટ્રેનોની કોઈ કમી નથી. હું તમામને વિશ્વાસ આપવા ઈચ્છું છું કે માંગ અનુસાર ટ્રેનો દોડાવવામાં આવશે. આ મહિનાઓમાં રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા સામાન્ય જોવા મળી, અમે જરૂરિયાત અનુસાર ટ્રેનોની સંખ્યા વધારીશું. મુસાફરોની સંખ્યા વધુ હોવાના કારણે અમે કોરોના વાયરસનો ચેપ ન હોવાનો નેગેટિવ રિપોર્ટ માંગી શકીએ નહીં.
રેલ્વે સેવાઓ રોકવી કે ઓછી કરવાની કોઈ યોજના નથી. ચેરમેન સુનીત શર્માએ આગળ કહ્યું કે મહારાષ્ટ્રમાં જે મજૂરોના પલાયનની વાત કહેવામાં આવી રહી છે, એ પલાયન નથી પરંતુ સામાન્ય મુસાફરો છે.
નાઈટ કર્ફ્યૂથી બચવા જલદી સ્ટેશન પહોંચી જાય છે, જેના કારણે સ્ટેશન પર ભીડ જોવા મળે છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રેલ્વે પ્રતિ દિવસ સરેરાશ 1402 સ્પેશ્યલ ટ્રેનો દોડાવે છે. કુલ 5381 ઉપનગરીય ટ્રેન સેવાઓ અને 830 યાત્રી ટ્રેન સેવાઓ ચાલું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.