સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. હાલ વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આપઘાતનો બનાવ સુરેન્દ્રનગરના શહેરી રહેણાંક વિસ્તારમાંથી સામે આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આવેલા પોલીસ હેડકવાર્ટરમાં એક કોન્સ્ટેબલ પરિવાર રહે છે..
જેમાં પતિ અને પત્ની બંને પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મહિલા કોન્સ્ટેબલનું નામ વર્ષાબેન વાનાણી છે. જ્યારે તેના પતિ જેલમાં સિપાહી તરીકેની ફરજ બજાવે છે. બંનેને લગ્નજીવન દરમિયાન એક બાળકનો જન્મ થયો હતો. જેની ઉંમર બે વર્ષની છે. લગ્નજીવન ખૂબ વ્યવસ્થિત ચાલતું હતું..
પરંતુ બંને વચ્ચે ધીમે ધીમે ખટાશ પેદા થવા લાગી હતી. જેના કારણે બંને વારંવાર ઝઘડી પડતા હતા. એક દિવસ કોન્સ્ટેબલ વર્ષાબેન અને તેમના પતિ સાથે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. જેમાં સિપાઈ તરીકેની ફરજ પૂર્ણ કરીને ઘરે આવેલા પતિએ વર્ષાબેને વાસણ ઉટકવાનું કહ્યું હતું..
બસ આ વાતનું વર્ષાબેન ખૂબ જ લાગી આવ્યું હતું. અને તેઓને ખૂબ મોટો ઝઘડો થઈ ગયો હતો. વાસણ ઉટકવાનું કહીને વર્ષાબેન ના પતિ ફરજ પર પાછા ચાલ્યા ગયા હતા. જ્યારે વર્ષાબેન હેડ ક્વાટરમાં જ પોતાના બે વર્ષના બાળકને રડતું મૂકીને પંખા સાથે લટકી ગળેફાંસો ખાઇ લીધો છે.
પોલીસ હેડ કોટર માં જ આપઘાત કરી લેતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. સુરેન્દ્રનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા એક ગામના વતની છે.
તેઓ છેલ્લા ચાર વર્ષથી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેમના પતિ પણ સિપાહી તરીકેની ફરજ બજાવે છે. પરંતુ વાસણ ધોવાની બાબતને લઈને પતિ સાથે ઝઘડો થતાં જ તેમને ખૂબ જ લાગી આવ્યું હતું. અને તેઓએ આપઘાત કરવાનું પગલું ભરી લીધું હતું તેવો એક પણ વાર તેમના પતિ અને તેમના બે વર્ષના બાળકનો વિચાર કર્યો હશે નહીં..
કારણ કે જો તેમનો વિચાર કર્યો હોત તો આજે તેઓએ આ પગલું ભર્યું હોત નહીં. આ બનાવ બનતાની સાથે જ વર્ષાબેન ના પતિ ની આંખો ફાટી ને પાટલી રહી ગઈ છે. જ્યારે બે વર્ષનો બાળક માતા વિહોણા બન્યા છે. જ્યારે આ બાબતની જાણ તેમના પરિવારજનોને થશે ત્યારે તેમના પર પણ દુઃખના પહાડ ફાટી નીકળશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]