સિવિલ હોસ્પિટલના 6ઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને દર્દીએ આપઘાત કરી લેતા મચી ગઈ દોડધામ, કારણ છે ચોંકાવનારૂ..!

કેટલાક વ્યક્તિઓને શરીરનો કોઠો એવો હોય છે કે, તેઓને બીમારી ક્યારેય પીછો છોડતી નથી. એક વખત શરીરમાં ગંભીર બીમારીનો પ્રવેશ થયા બાદ આ બીમારીને હરાવીને જંગ જીતવી ખૂબ જ મુશ્કેલ કામ છે. ઘણા ખરા વ્યક્તિઓને ગંભીર બીમારી થતા તેઓ હિંમત હારી જાય છે અને વિચારવા લાગતા હોય છે કે હવે હું આ બીમારીને ક્યારેય હરાવી નહીં શકું…

વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામમાં રહેતા રમેશભાઈ સેનમાં સારવાર લઈ રહ્યા હતા. તે ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને છેલ્લા ત્રણથી ચાર દિવસથી તેઓને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા… આ અગાઉ પણ તેઓએ નાના મોટા દવાખાનાની ઘણી બધી દવા લીધી હતી..

છતાં પણ તેમની બીમારીમાં કોઈ પણ પ્રકારનો ફેર જણાતો હતો નહીં. તેઓ આ બીમારીથી ખૂબ જ કંટાળી ગયા હતા. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ બીમારીમાંથી બહાર ન નીકળી શકતા તેઓ માનસિક રીતે આ બીમારીથી ત્રાસી ગયા અને એક દિવસ તેઓએ ખૂબ જ મોટું પગલું ભરી લીધું હતું..

તેઓને વડનગરની સિવિલ હોસ્પિટલમાં છઠ્ઠા માળે વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. આ બીમારીથી કંટાળી જઈને તેઓ છઠ્ઠા માળેથી પડતું મૂકી મોતને વાલુ કરી લીધું હતું. જ્યારે હોસ્પિટલ વિસ્તારમાં આ બનાવ બન્યો ત્યારે અચાનક જ દોડધામ મચી ગઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો..

પરંતુ મૃતક વ્યક્તિના પરિવારજનોએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત તેમના પરિવારના સભ્યોના મૃત્યુને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો જણાવ્યું હતું પોલીસે પણ પરિવારજનોને લાશ સોંપી દીધી હતી. આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાંથી એક વ્યક્તિએ કૂદીને આઘાત કરી લીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment