Breaking News

ચોરે દુકાનમાં ચોરી કરી, થોડા જ દિવસમાં ચોરેલા સામાનની સાથે એક ચિઠ્ઠી મૂકીને જતો રહ્યો, ચિઠ્ઠીનું લખાણ વાંચીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ..!

હાલના સમયમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો આજકાલ મોંઘવારીના સમયમાં પોતાનું ગુજરાન કરકસરથી જીવીને થોડા ઘણા પૈસા બચાવીને પોતાનો ધંધો કરી રહ્યા હોય છે પરંતુ તેઓની જીવન કમાણી ક્યારે લૂંટાઈ જાય તે કહી શકાતું નથી.

આવો જ ચોંકાવનારો કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો હતો. એક પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો હતો. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ચંદ્રાયલ ગામના રહેવાસી યુવક રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યા હતા અને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

દિનેશ તિવારી ઘણા સમયથી નાની મોટી મજુરી કરીને પોતાના પરિવારને ચલાવતા હતા પરંતુ તેણે થોડા સમય પહેલા જ ₹40,000 ની લોન લઈને વેલ્ડીંગની દુકાન ખોલી હતી અને તેણે પોતાનો ધંધો ચાલુ કર્યો હતો. વેલ્ડીંગની દુકાનમાં અનેક મોંઘા સામાનો વસાવ્યા હતા. તેઓ દરરોજ દુકાને સવારનો સમએ જતા અને સાંજે દુકાન બંધ કરીને પરત ઘરે આવતા હતા.

દરરોજની જેમ એક દિવસ તેઓ સાંજના સમયે દુકાન બંધ કરીને ઘરે પરત આવ્યા હતા અને બીજા દિવસે સવાર થતા તેઓ દુકાને ગયા હતા ત્યારે તેમણે જોયું તો તેના પગ ધ્રુજવા લાગ્યા હતા. દુકાનનું શટર ખુલ્લું હતું અને દુકાનમાં રહેલો અમુક સામાન ગાયબ હતો. જેના કારણે તેને પોતાની દુકાનમાં ચોરી થયાની આશંકા થઈ હતી.

તેનો સામાન પણ ગાયબ હતો. જેના કારણે તેઓ તરત જ પોલીસ સ્ટેશનમાં પોતાની દુકાનમાં લુટ થયાની ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. તે સમયે પોલીસે સ્ટેશનમાં કોઈ ઇન્સ્પેક્ટર ન હતા. જેના કારણે કેસ નોંધાયો ન હતો અને ત્યારબાદ તેઓ પોતાની દુકાને પરત આવ્યા હતા અને ખૂબ જ દુઃખી થઈ ગયા હતા.

તેમણે દુકાન લોન કરીને કરી હતી અને તેની સાથે આવી ઘટના બની જતા તેઓ લૂંટાઈ ગયા હતા. ત્યારબાદ બે દિવસ થઈ જતા તેમને ગામના વ્યક્તિઓ દ્વારા જાણ થઈ હતી કે ગામની બહાર તેમનો ચોરાયેલો સામાન પડેલો છે. જેના કારણે તે તરત જ દોડીને ગામની બહાર ગયા હતા અને તેમણે પોતાનો સામાન જોયો હતો.

સામાન ઉપર એક લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠી જોઈને ગામના તમામ લોકો ચોકી ગયા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘આ સામાન દિનેશ તિવારીનો છે, દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે, તેવું અમને બહારના લોકો પાસેથી જાણવા મળ્યું હતું, જેના કારણે અમને જાણ થઈ હતી, અમે ખૂબ જ દુઃખી થઈ ગયા..

અને એટલા માટે તેમનો સામાન પાછો આપી દઈએ છીએ, અમારી ભૂલ થઈ ગઈ..’ તેવું લખીને તેમણે ચિઠ્ઠી સામાન પર મૂકી દીધી હતી. ત્યારબાદ દિનેશ તિવારી પણ ખૂબ જ આશ્ચર્યચકીત થઈ ગયા હતા પરંતુ તેમને પોતાનો સામાન પાછો મળી ગયો હતો. જેના કારણે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

પોલીસ સ્ટેશનના ઇસ્પેકટરને પણ આ ઘટનાની જાણ થતા તેઓ પણ ખૂબ જ ચોંકી ગયા હતા. તેમના અત્યાર સુધીમાં ક્યારેય આવું જોયું નહોતું. દુકાનમાંથી બે વેલ્ડીંગ મશીન, એક મોટું કટર મશીન, એક ગ્લાઇન્ડર, એક વજન કરવાનું મશીન, એક ડ્રીલ મશીન ચોરી થયા હતા અને આ દરેક સમાન ચોરોએ પરત કરી દીધો હતો.

અને એક ચિઠ્ઠી પણ તેમણે મૂકી હતી જેમાં ભૂલ થઈ ગયાનું તેને જણાવ્યું હતું. પરંતુ દિનેશભાઈને પોતાનો સામાન મળી ગયો હોવાને કારણે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમણે પોતાની દુકાન પાછી ચાલુ કરી દીધી હતી. આજકાલ આવી ઘટનાઓ ખુબ સામે આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *