ચોર ચોરી કરીને કબાટમાં એક ચિઠ્ઠી મુકતો ગયો, પરિવાર સવારે જાગીને વાંચતા જ બધા રડવા લાગ્યા, ચિઠ્ઠીમાં લખ્યું હતું એવું કે…

અત્યારે એક એવી વિચિત્ર ઘટના બની છે કે, જે વાંચીને ઘટનાનો ભોગ બનનાર પરિવારના સભ્યો રડવા લાગ્યા છે. આ બનાવ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાનો છે. અહીં એક સોસાયટીમાં ખૂબ મોટી ચોરી થઈ હતી. જેમાં ઘરના કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા પણ ચોરી થઈ ગયા હતા.

મહિલાનો પતિ છત્તીસગઢમાં એક નોકરી કરતો હતો. જ્યારે મહિલા તેના દીકરા સાથે આ ઘરે રહેતી હતી. એક દિવસ તે જમીને સુઈ ગઈ હતી. જ્યારે સવારે જાગે તો ઘરનો સામાન વેરવિખેર હતો. આ ઉપરાંત તેણે તેનો કબાટ ખોલ્યો અને પોતાના કીમતી ઘરેણા સુરક્ષિત છે કે નહીં તેની તપાસ ચલાવી હતી..

તો ઘરેણા વાળા ખાનાની અંદરથી ઘરેણાને બદલે એક ચીઠી મળી હતી. આ ચિઠ્ઠી ની અંદર એવું લખાણ લખ્યું હતું કે એ લખાણ વાંચતાની સાથે જ મહિલા માથું પકડીને રડવા લાગી હતી અને સૌ કોઈ લોકો ખૂબ જ વિચારમાં મુકાઈ ગયા હતા. હકીકતમાં આ ચિઠ્ઠી ની અંદર ચોર લુટારાએ લખ્યું હતું કે..

જય હિન્દ જય ભારત સાથે હું તમને જણાવું છું કે, હું તમારા ઘરમાં મારા મિત્રની જિંદગી બચાવવા માટે ચોરી કરું છું. તમે સહેજ પણ ચિંતા કરતા નહીં. જ્યારે મારી પાસે પૈસા પાછા આવી જશે. ત્યારે હું તમારા ઘરમાં પૈસા ફેંકી જઈશ. એટલા માટે તમે કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહીં. હું ખરાબ માણસ નથી, મેં ચોરી જરૂર કરી છે, પરંતુ મારી પાસે ખૂબ મોટી જરૂરિયાત ઊભી થઈ છે..

અને મિત્રની જિંદગી બચાવવા માટે હું આ ચોરી કરી રહ્યો છું. આ ચિઠ્ઠીના શબ્દો વાંચતાની સાથે જ મહિલા ખૂબ જ રડવા લાગી હતી કે, આખરે આ ચોર લૂંટારોમાં કેટલી બધી માનવતા ભરી છે કે, તે આ ચિઠ્ઠી લખીને કિંમતી ચીજ વસ્તુ લૂંટી ગયો છે. તો એક બાજુ તે વિચારવા લાગી કે, આખરે તેણે મારા ઘરને શા માટે નિશાને બનાવ્યું છે.

આ ઉપરાંત તે હકીકતમાં મારા કિમતી ઘરેણા અને મહેનતથી કમાયેલા પૈસાને પાછા આપી જશે કે કેમ આ તમામ બાબતો વિચાર્યા બાદ તે તાત્કાલિક પોલીસ સ્ટેશને હાજર થઈ હતી અને તેને આ ચિઠ્ઠી સોંપી દીધી હતી. પોલીસે પણ ચિઠ્ઠી વાંચીને ચોંકી ઉઠી હતી. તેઓએ તાત્કાલિક સીસીટીવી કેમેરાની મદદથી તપાસ ચલાવી હતી..

જેમાં મહિલાના પડોશમાં જ રહેતા એક યુવકને પોલીસ એ પકડી પાડ્યો હતો. તેની કડક પૂછતાછ કરતા તે પોલીસની સામે ઢીંગલી થઈ ગઈ અને જણાવવા લાગ્યો કે, તેના મિત્રને ઉજ્જૈનના એક માથાભારે યુવક તરફથી ખૂબ જ ધમકીઓ મળતી હતી. અને પૈસા જમા કરાવવાની વાતો કરતો હતો..

જો તે પૈસા જમા નહીં કરાવે તો તેને મોતને ઘાટ ઉતારી દેશે તેવું કહેવા લાગ્યો હતો. એટલા માટે આ માથાભારે યુવકને પતાવી દેવા માટે તેઓ ધારદાર સાધનો ખરીદવા માંગતા હતા અને આ સાધનને ખરીદવા માટે તેઓને ખૂબ જ વધારે પૈસાની જરૂર હતી. એટલા માટે તેઓએ આ ઘરને નિશાને બનાવીને ચોરી કરી લીધી છે.

તેને પોલીસને જણાવ્યું કે, મેં મારા મિત્રની જિંદગી બચાવવા માટે આ ચોરી કરી છે. જ્યારે મારી પાસે પૈસા પાછા આવી જાય ત્યારે હું આ પૈસાની ડબલ રકમ હું મહિલાના ઘરે ફેંકવા માટે જવાનો હતો. પરંતુ આ તમામ વાદાઓ પૂર્ણ કરૂ એ પહેલાં તો પોલીસે તેને પકડી લીધો હતો.

આ ઘટનાને લઈને એક બાજુ લોકો ચર્ચા વિચારણા કરીને ખૂબ જ મસ્તી મજાક અને હસી રહ્યા છે. તો એક બાજુ કેટલાક લોકો ભાવુક થઈ રહ્યા છે કે, આખરે વ્યક્તિને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કેવા કેવા પગલાં ભરે છે. તેમજ આ તમામ પગલાંઓ ખૂબ જ જોઈ વિચારીને ફરવા જોઈએ માત્ર એક ઊંધું પગલું ભરાઈ જવાને કારણે સમગ્ર જિંદગી પણ બરબાદ થઈ જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment