ચોમાસાની સિઝન શરૂ થતા જ ઘણા લોકો ખૂબ જ ખુશાલ થઈ જતા હોય છે. કારણ કે મોટાભાગના લોકોને ચોમાસાની સિઝન ખૂબ જ ગમે છે. વરસાદનો માહોલ મગજને એકદમ શાંત અને પ્રફુલિત કરી દે છે. પરંતુ અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થતા જ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
કારણ કે ચોમાસાની અંદર કેટલાય લોકોને ભયંકર બીમારીઓ થવા લાગે છે. જેને કારણે હંમેશા હોસ્પિટલ દાખલ થવા માટે દોડવું પડતું હોય છે. અને આ વર્ષના ચોમાસું સારું થતાને સાથે જ અમદાવાદ શહેરમાં 738 કરતા વધારે દર્દીઓ ભયંકર રોગ થવાને કારણે સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા છે.
ચોમાસામાં પાણીજન્ય રોગો માં ખૂબ જ વધારો થાય છે. જેમાં ઝાડા, ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ વગેરે જેવા ભયંકર રોગો સામેલ છે. આ સાથે સાથે ચિકનગુનિયા અને કોલેરા જેવા રોગો હોય તો માંજા મૂકી છે. તો બીજી બાજુ કમળાના રોગો પણ ફાટી નીકળ્યા છે. દૂષિત પાણીને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાના બનાવો બન્યા છે..
તો કેટલાક વિસ્તારોમાં ટાઈફોડ અને કમળાના બનાવો બન્યા છે. માત્ર એક મહિનાની અંદર અંદર કુલ 750 જેટલા કેસો ટાઈફોડ, મેલેરિયા, કોલેરા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને ઝાડા-ઉલટી તેમજ પેટમાં દુખાવાના બની ચૂક્યા છે. જે વિસ્તારોમાં પાણી ખૂબ જ દુષિત આવે છે. તેમજ જે વિસ્તારોમાં પાણીમાં ક્લોરિન નાખવામાં આવતું નથી.
તેવા વિસ્તારોમાં વધારે માત્રામાં પાણી રોગોનો ફેલાવો થતો હોય છે. જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન એ જરૂરી પગલાં લેવા જોઈએ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ એ જુદા-જુદા વિસ્તારોમાંથી જૂન મહિનાની અંદર કુલ 2600 સેમ્પલ પાણીના લીધા હતા. જેમાંથી 40 જેટલા સેમ્પલ ખરાબ સાબિત થયા હતા.
જે વિસ્તારોમાંથી સેમ્પલ ખરાબ આવ્યા હતા. તે તમામ વિસ્તારોમાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગે પાણીની પાઇપલાઇનનો બદલી હતી. તેમજ તેને સાફ કરવાની પણ કામગીરી શરૂ કરી હતી. ક્લોરિનની ગોળીઓનું પણ ઘરે ઘરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી ચોમાસાની ત્યાં સુધી દરેક લોકોએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કારણ કે પાણીજન્ય રોગો વધવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે..
એટલા માટે દરેક ગૃહિણીઓએ પોતાના ઘરે ચોમાસાની સિઝન દરમિયાન પાણી ઉકાળીને જ પીવું જોઈએ. તેમજ દરેક શાકભાજીઓને પણ સ્વચ્છ સાફ કરવા જોઈએ. ચોમાસામાં સ્વાસ્થ્યને લઈને અવાર નવાર પ્રશ્નો સામે આવતા હોઈ છે. તેમજ ચોમાસામાં ગંદા પાણીવાળા એરિયામાં હરવા ફરવાથી મચ્છરો કરડવાના અને બેક્ટેરિયા લાગુ પડવાના કારણે ભયંકર રોગો થાય છે તેમજ ચામડીના રોગો પણ વધારે થાય છે. એટલે ચોમાસામાં દરેક લોકોએ સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]