Breaking News

ચોમાસામાં ખમણ ખાતા પહેલા ચેતજો, ખમણની દુકાન માંથી સામે આવ્યું એવું કે જાણીને સરકારી ટીમો થઈ દોડતી …!

ચોમાસુ શરૂ થતાની સાથે જ જુદી જુદી નગરપાલિકાઓ અને કોર્પોરેશનના અધિકારીઓ ખાણીપીણીની લારી ઉપર ચકાસણી કરવા માટે પહોંચી જાય છે. કારણ કે ચોમાસાની અંદર જો કોઈ પણ દુકાનદાર અખાત્ય પદાર્થોનો જથ્થો સાચવીને બેઠા હોય તો તેઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવે છે. અને જોરથી પગલા પણ ભરવામાં આવતા હોય છે..

કારણ કે ચોમાસામાં આવો અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ગ્રાહકોને આપવાથી સ્વાસ્થ્ય સાથે ભારે છેડા થતા હોય છે. સુરત, અમદાવાદ વડોદરા, રાજકોટ અને જામનગરના કોર્પોરેશન અને ફૂડ વિભાગ ખૂબ જ સજજ થઈને ચોમાસામાં કામગીરી કરવા પહોંચી જાય છે. રાજકોટનું કોર્પોરેશન આ અગાઉ પણ એક ચેકિંગ કરવા માટે પહોંચ્યું હતું..

જેમાંથી આઈસ્ક્રીમની દુકાનો કે જે મિલાવટ કરીને આઈસ્ક્રીમ બનાવતી હતી. આ સાથે સાથે નાસ્તાની લારીઓ અને પાણીપુરીની લારીઓ વાળા ને પણ નોટિસો આપવામાં આવી હતી. અને હવે રાજકોટ શહેરના શાંતિનગર મેઈન રોડ ઉપર રૈયાધાર પાસે એક ખમણની દુકાનમાં ચકાસણી કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આ દુકાનની અંદર ફૂડ વિભાગે પોતાની ટીમ સાથે તપાસ કરતા ચાર કીલો પાસે ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ખમણ પણ કયા માલ સામાનમાંથી બનાવવામાં આવે છે. તેની તપાસ થઈ રહી છે. ગુજરાતના લોકો ખાવા પીવાના ખૂબ જ શોખીન છે. એમાં પણ જો રવિવારની સવારે ખમણનો ચટકો મળી જાય તો આખો દિવસ ખુબ સારો જોતો હોય છે..

ખમણે ગુજરાતીનું લોકપ્રિય ખાણુ છે. પરંતુ આ ખમણમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ હોવાનો તેમને અંદાજો હોવાથી તેમણે ખમણ દુકાનના માલિકને લાયસન્સની બાબતે નોટીસ ફટકારી છે. આ સાથે સાથે ગોંડલ હાઇવે ઉપર તુલસી પાર્ટી પ્લોટની સામે આવેલા એક ફૂડ સેન્ટર ની અંદર પણ ચકાસણી કરવામાં આવી હતી..

જ્યાં બે કિલો નોનવેજ વાસી ખોરાક મળી આવ્યો હતો. આ તમામ જથ્થાને ત્યાં સ્થળ પર જ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો અને તેને પણ લાઇસન્સ અંગે નોટિસ કરવામાં આવી હતી. રાજકોટના ફૂડ અને સેફ્ટી વિભાગે કુલ 32 જેટલા સ્ટોલમાં ચેકિંગ કર્યું હતું. જેમાંથી 10 લોકોને નોટિસ આપવામાં આવી છે.

આ સાથે સાથે દૂધ, ઠંડા પીણા, મસાલા, ચા ,તેમજ ખાદ્ય તેલ સહિતની અન્ય દુકાનો ઉપર પણ તપાસ ચલાવવામાં આવી હતી. જેમાંથી 10 કરતા વધારે નમૂનાની સ્થળ પર ચકાસણી કરી છે. જ્યારે બાકીના નમુનાને ચકાસણી કરવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. હકીકતમાં અને આરોગ્ય વિભાગના અધિકારીઓનો એક હેતુ હોય છે..

કે ચોમાસાના સમય દરમિયાન કોઈપણ નાગરિકોને અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો પોતાના પેટમાં ન નાખવો જોઈએ. જેથી કરીને ગંભીર રોગોથી બચી શકાય છે. ચોમાસા સહિત અન્ય ઋતુઓમાં પણ આવા આખા પદાર્થના જથ્થાઓ વેચનાર લોકોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *