આજકાલ નરાધમ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે, હવે તેઓ પોતાની હેવાનિયત ખુલ્લેઆમ દેખાડી રહ્યા છે. પોલીસ તંત્ર આવા નરાધમ લોકોને તાત્કાલિક પકડી પાડે છે. અને બરાબર મેથીપાક ચખાડીને કડકમાં કડક સજા અપાવે છે. છતાં પણ અન્ય નરાધમોમાં કોઈ ચોક્કસ ભય બેસતો નથી..
અને અવારનવાર આવી ઘટનાઓ બનવા લાગે છે, જે વિસ્તારમાં આ પ્રકારનો બનાવ બને છે. તેના આસપાસના વિસ્તારોમાં એકાએક ફફળાટ મચી જતો હોય છે. અને હવે ગાંધીનગરમાં મગજમાં તમર ચડાવી દે તેઓ એક બનાવો બન્યો છે. ગાંધીનગરના એક વિસ્તારમાં એક વિધવા મહિલા રહે છે. તેને સંતાનમાં કુલ પાંચ દીકરીઓ અને એક લાડકવાયો દીકરો છે..
આ પાંચ દીકરો માંથી ત્રણ દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે તેનો એક દીકરો તેના પરિવાર સાથે નજીકના વિસ્તારમાં જ રહે છે. જ્યારે આ વિધવા મહિલા તેની નાનકડી બંને દીકરીઓ સાથે જુદી રહીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિધવા મહિલા કચરા પોતા કરવાનું કામકાજ કરે છે. આ ઉપરાંત તેના દીકરાની વહુ પણ જુદા જુદા વિસ્તારમાં કચરા પોતા કરવા માટે જતી હતી.
છેલ્લા ઘણા સમયથી તેના દીકરાની વહુ એક મંદિરમાં કચરુ પોતુ કરતી હતી. એક દિવસ તે પોતાની સાથે તેની પોતાની 15 વર્ષની નણંદને લઈ ગઈ હતી. 15 વર્ષની આ સગીરા માનસિક રીતે અસ્થિર હોવાથી તેને ખૂબ જ સાચવવી પડતી હતી. આ સગીરા તેની ભાભી સાથે ઘરકામ કરવા માટે ગઈ હતી..
અને ત્યારબાદ ગાંધીનગરના એક મંદિરમાં કચરો પોતું કરવા માટે પણ ગઈ હતી. આ મંદિરમાં જયંતિ ઠાકોર નામનો એક યુવક કામ કરી રહ્યો હતો. તેણે 15 વર્ષની આ મંદબુદ્ધિ સગીરાને ચોકલેટની લાલચ આપી હતી. સગીરા યુવકની ચાલને સમજી શકી નહીં. અને ચોકલેટની લાલચમાં આવી જઈને આ યુવકની ગાડી પર પણ બેસી ગઈ હતી..
ત્યારબાદ જયંતિ ઠાકોર નામના યુવક નજીકના વિસ્તારમાં જ આવેલા ત્રણ માળના એક બંધ પડતર મકાનની અંદર લઈ ગયો હતો. જ્યાં આ સગીરાને કપડાં પણ કઢાવી નાખ્યા અને ત્યારબાદ તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. .દુ.ષ્ક.ર્મ. આચરીને થાક્યો ત્યારબાદ તે ફરીવાર આ સગીરાને પડતર મકાનથી મંદિરે લઈ આવ્યો હતો..
સગીરા ચૂપચાપ પોતાની ભાભી સાથે રાત્રિના સમયે પોતાના ઘરે પરત આવી ગઈ હતી. પરંતુ તે જ્યારથી ઘરે પહોંચી ત્યારથી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અને વારંવાર તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેવું જણાવતી હતી બીજા દિવસે સગીરાને જ્યારે દુખાવો શરૂ થયો ત્યારે તેની માતાએ તેને પ્રેમથી પૂછવાની કોશિશ કરી હતી ત્યારે તેણે જણાવ્યું કે, તે તેની ભાભી સાથે મંદિરમાં સાફ-સફાઈ કરવા માટે ગઈ..
ત્યાં જયંતિ ઠાકોર નામના એક યુવકે તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. વિધવા માતાએ તાત્કાલિક ગાંધીનગરના સેક્ટર ૨૧ ના પોલીસ સ્ટેશને દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી. હકીકતમાં જ્યાં સુધી આવા બનાવો બનવાનું બંધ નહી થાય ત્યાં સુધી રોજ રોજ શહેરના નાગરિકોને આવા નરાધમોની જાળમાં ફસાતા પહેલા ચેતવું પડશે..!
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]