Breaking News

ચીસો પડાવી દે તેવો ગમખ્વાર અકસ્માતમાં ફૂલ જેવા 2 બાળકો સહિત 5 લોકો મોતથી પરિવાર ખલાસ ..! ઓમ શાંતિ..!

અકસ્માતના બનાવોમાં છેલ્લા 2 અઠવાડિયાથી થોડીક શાંતિ હતી ત્યાં ફરી એકવાર મોટો અકસ્માત સર્જાતા સામચાર ચર્ચામાં આવ્યા છે. મોટા અકસ્માતમાં આખાને આખા પરિવાર મુર્ત્યુંને ભેટતા આપડે જોયા છે. વધુ એક એવો જ અકસ્માત ધાનેરા થરાદ હાઈવે ઉપર સર્જાતા ચકચાર મચી ગયો છે.

હકીકતમાં લાખણી તાલુકાના ભાકડીયાલ અને જડિયાળ ગામનો ઠાકોર પરિવાર ધાનેરાથી પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. તેઓ પોતાની અલ્ટો કારમાં ગીત સાંભળતા સાંભળતા હસતા મુખડે સફર કરી રહ્યા હતા. તેઓને એવી જરાક પણ ભનક નોહતી કે આજે તેઓની સાથે ખુબ જ દુખદ બનાવ બનાવાનો છે.

તેઓ જયારે મોડી રાત્રે ધાનેરાથી થરાદ તરફ જતા હતા ત્યારે પાવડાસણ ગામ પાસે એક ટ્રક ઉભેલો દેખાયો હતો. શરૂઆતમાં તો આ ટ્રક ચાલી જ રહ્યો છે તેમ લાગ્યું પરંતુ નજીક પહોચતા જણાયું કે આ ટ્રક હકીકતમાં ચાલતો નથી પરતું ખરાબીને કારણે ઉભો છે. ઠાકોર પરિવારની અલ્ટો કાર ટ્રકની એટલી નજીક પહોચી ગઈ હતી કે બ્રેક મારવા છતાં પણ ટકરાવાવાની નક્કી હતું.

અલ્ટો કાર એટલા મોટા ધડાકા સાથે અથડાઈ હતી કે કારના કુચે કુચા બોલી ગયા હતા. વહેલી સવારમાં જ આ ગમખ્વાર અકસ્માતમા પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે.  જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોત થતા ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. તમામ મૃતદેહોને ધાનેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકો પૈકી ત્રણ પુરૂષ જ્યારે બે બાળકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોત થતાં ઠાકોર સમાજમાં માતમનો માહોલ ફેલાયો છે.

મૃતક પરિવારમાં ૫૫ વર્ષના ગેમરજી ભાઈ ઠાકોર, 35 વર્ષના રમેશભાઈ ઠાકોર, 30 વર્ષના અશોકભાઈ ઠાકોર તેમજ 7 વર્ષનો ટીપું ઠાકોર અને 2 વર્ષનો શૈલેશ ઠાકોરનો સમાવેશ થાય છે. એક જ પરીવારના 5 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ ચાવી ગયો છે. પરિવારના અન્ય સભ્યો પર આફતોના વાદળ ઘેરાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *