Breaking News

રેલ્વે માંથી ઉતારેલા પાર્સલમાં આવતી હતી ચીકુની વાસ, બોક્સ ખોલીને જોતા જ મળ્યું એવું કે જોઈને ઉડી ગયા હોશ..!

ઘણીબધી વાર આપણી નજર સામેથી જ એવી ચીજ વસ્તુઓ પસાર થઈ જતી હોય છે કે જેને પકડવી જરૂરી હોય છે. છતાં પણ આપણે તેને પકડી શકતા નથી. જેને લઇ કેટલીક વાર ભારે હલ્લો પણ મચી જતો હોય છે. હાલ કંઈક આવા જ દ્રશ્યો વડોદરાના રેલવે સ્ટેશન ખાતે સર્જાયા છે..

અહીં રેલ્વે સ્ટેશન ઉપર બાંદ્રા ભૂજ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 35 જેટલા પાર્સલ આવ્યા હતા. જેને રેલવેના પાર્સલ વિભાગના અધિકારીઓ ટ્રેનમાંથી નીચે ઉતારવાની કામગીરી કરાવવામાં લાગી પડ્યા હતા. આ બોક્સ ઉપર ઈલેક્ટ્રીક ગુડ લખેલું હતું. આ ઉપરાંત કેટલાક પાર્સલ લીકેજ થઈ જવાને કારણે વાસ આવતી હતી..

નવાઈની વાત તો એ છે કે આ પાર્સલની અંદરથી ચીકુની વાસ આવતી હતી. એટલા માટે પાર્સલ વિભાગના અધિકારીઓને શંકા ગઈ હતી અને તેઓએ તમામ બોક્સને રેલવે સ્ટેશન ઉપર નીચે ઉતાર્યા બાદ તેમાં ચેકિંગની કામગીરીઓ શરૂ કરાવી હતી. જેમાં તપાસ દરમિયાન પોલીસે કુલ 50 કરતાં વધારે પાર્સલોને ચકાસી નાખ્યા હતા..

જેમાંથી 35 પાર્સલમાંથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે જેને જોતાની સાથે જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. આ પાર્સલની અંદરથી કુલ 2484 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે એક હડકંપ મચી જવા પામ્યો હતો કે, આખરે આતો કેવો બુટલેગર હશે કે જેની હિંમત સરકારી રેલવેમાં દારૂનું પરિવહન કરવાની થઈ ચૂકી છે..

જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જણાયું કે, આ પાર્સલ વિતરણની તમામ વ્યવસ્થા પાર્સલ ઓફિસમાં કોન્ટ્રાક્ટ ધરાવનાર દીપસિંહ ભદુરીયા નામનો વ્યક્તિ કરે છે. તાત્કાલિક ધોરણે તેને ધરપકડ કરી લેવામાં આવ્યો હતો અને તેની વધુ પૂછપરછ પણ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, પાર્સલ મોકલનારનું નામ તેમજ તે અંગેના તમામ કાગળિયા ઉપરથી તિમિર નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો..

પરંતુ આ નામ તદ્દન ખોટું હોવાનું પણ સામે આવ્યો છે. દીપસિંહ ભદુરીયા નામના વ્યક્તિનું કહેવું છે કે, તેઓને ટ્રેનમાંથી એક બોક્સને લોડિંગ કરવા માટે કુલ ₹10 મજૂરી મળતી હોય છે. પરંતુ આ બુટલેગર તેઓને એક બોક્સને લોડ કરવા માટે ₹100 મજૂરી આપતા હતા. આ ઉપરાંત તેઓએ વધુ પૂછપરછમાં જણાવ્યું છે કે, આગળના સમયમાં પણ તેઓએ 20 પાર્સલ આવી રીતે મોકલ્યા હતા..

અને આ સિવાય અન્ય કોઈપણ પાર્સલની હેરફેર તેઓએ કરી નથી. પરંતુ પોલીસને દીપસિંહ ભદુરીયાની વાત ઉપર ભરોસો નથી. આ માહિતી સૂત્રો તરફથી જાણવા મળી છે. રેલવે વિભાગમાં આટલી મોટી કાર્યવાહી થતાની સાથે જ એકાએક ધબડકો બોલી ગયો હતો. પાર્સલમાં દારૂ મોકલવાની કામગીરીમાં છંડોવાયેલા રેલવે કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે..

ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે બુટલેગરો અવનવા કીમીયાવો અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કામગીરીઓ કરતા હોય છે. પરંતુ પોલીસની ઈમાનદારી, સતર્કતા, કર્મનિષ્ઠતા અને સમયસુચકતાને આધારે તેઓ ક્યારેય પણ પોલીસની નજરથી બચી શકતા નથી. અને એકની એક દિવસે તેમના કાળા કારનામાનો પરદાફાશ ગુજરાત પોલીસ જરૂર ને જરૂર કરે છે..

આવા ઘણા બધા બુટલેગરોને પકડી પાડી જમીન નીચે દબોચી દેવામાં આવ્યા છે. હાલ આ મોટી કામગીરીને લઈને સૌ કોઈ લોકો પોલીસની સાહસિકતાને બિરદાવી રહ્યા છે. આ ઉપરાંત એલસીબી સહિત અન્યો ટીમોની કાર્યવાહી પણ ખૂબ જ સારી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *