છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની ધૂવાધાર બેટિંગથી અનેક વિસ્તારો ફેરવાયા નદીઓમાં, NDRF ની ટીમો થઈ તૈનાત

હવામાન વિભાગ અને હવામાનના આગાહીકારો એ કરેલી આગાહી અનુસાર જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યાં પણ વરસાદ વરસે છે તે વિસ્તારોમાં ખુબ જ પુષ્કળ પ્રમાણ માં વરસાદ વરસે છે જેની ગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોને જો બાદ કરતા  સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે.

કેટલાક સ્થાનોએ એ જાણે મેઘરાજા તાંડવ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે છેલ્લા એક અઠવાડિયાની અંદર કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કચ્છના દરેક તાલુકાઓમાં રોજ ખુબ સારી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો હજુ આવતા એક અઠવાડિયા સુધી કચ્છમાં વરસાદનું આવું ને આવું જ પ્રમાણ અવિરત રહેશે. તો આગામી એક અઠવાડિયામાં પણ તોફાની વરસાદની શક્યતા કેન્દ્રીય હવામાન વિભાગે બતાવી છે.

તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેરની સામે માંડવી તાલુકામાં જાણે માં મહેર કહેર માં બદલાઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ એમપણ ખાસ કરીને તૂટી પડેલા વરસાદ ની જો વાત કરવામાં આવે તો લખપત માં માત્ર એક જ દિવસમાં 11 ઇંચ વરસાદથી આખો તાલુકો જળબંબાકાર થઈ ગયો છે. એમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં પણ ભારે વારસાદ પડી રહ્યો છે.

જ્યાં જોવો ત્યાં ઠેરઠેર પાણી ભરાયા છે ત્યારે રાજકોટના જામકંડોરણા પાસે આવેલો ફોફળ નદીનો સંપૂર્ણ પૂલ ધરાશાયી થયો હતો. પૂલ તૂટતાની સાથે જ વાહન વ્યવાહર સંપૂર્ણ રીતે ખોરવાયો હતો. ખાસ કરીને કચ્છ જિલ્લામાં જ્યારથી અષાઢ મહિનાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થતા જ ઠેર ઠેર પાણી સાથે લોકો માટે ખુશીનો માહોલ સર્જાયો હતો.

એમાં પણ કચ્છની અસહ્ય ગરમીથી ત્રસ્ત થતાં લોકોને વરસાદના આગમનથી ભારે રાહત પણ મળી હતી. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી મેઘરાજા સતત અનરાધાર વરસી કચ્છ પર મહેરબાન થયા છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છના માંડવી અને મુન્દ્રામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે સારી એવી માત્રામાં પાણીની આવ થઈ હતી. પાણી થી તરબોળ થતા પણ જોવા મળે છે.

તો બીજી બાજુ તો તરફ માંડવી તાલુકામાં પણ મેઘરાજાની ધુંવાધાર બેટિંગના કારણે તાલુકાના અનેક તળાવો અને ડેમો ઓવરફ્લો થયા હતા તો અનેક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને કેટલાય સ્થાનો પર નુકશાન થવાની પણ જાણકારી મળેલ છે, હાલમાં પડેલ વરસાદની વાત કરવામાં આવે તો ગુરુવારે આ સીઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.

જેમાં મુખ્યત્વે લખપતમાં 276 મી.મી જેટલો, નખત્રાણામાં 176 માંડવીમાં તો 104, ભુજમાં 39, મુન્દ્રામાં 85 જેટલો , તો અબડાસામાં 72 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ પૂર્વ કચ્છમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો તેમાં અંજારમાં 28 મી.મી. નોંધાયો હતો, ગાંધીધામમાં તો 47, અને રાપરમાં 6 મી.મી. અને આ સાથે જ ભચાઉમાં પણ 10 મી.મી. વરસાદ નોંધાયો હતો.

એક સાથે જ વધારે પ્રમાણ માં થયેલા વરસાદને કારણે તંત્ર પણ સફાળું બેઠું થયું છે જેની વાત કરવામાં આવે તો ગાંધીનગરથી ભુજ મોકલાયેલી એન.ડી.આર.એફ.ની ટીમને માંડવી તાલુકામાં હાલ તૈનાત કરવામાં આવ્યો છે. આ ટુકડી તાલુકાના જ દરિયાઈ વિસ્તારોની પણ મુલાકાત લેશે અને નીચાણ વાળા તેમજ વધારે વરસાદ નોંધાવનાર વિસ્તારોમાં મદદરૂપ થવાની કાર્યવાહી હાથ ધરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment