Breaking News

ચેકિંગની ટીમોએ ઘણા વર્ષો પછી નવાબોની હવેલીના તાળા તોડ્યા, એકવાર પ્રવેશ્યા બાદ થવા લાગ્યું એવું કે… જાણો..!

ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ શહેરમાં તંત્રને આશ્ચર્યચકિત કરી દે એવી ઘટના સામે આવી છે. લખનઉમાં રહેલી નવાબ ખાનદાનની હવેલી ઘણા લાંબા સમયથી બંધ હતી. તેથી રામપુરમાં સ્થિત આ નવાબ ખાનદાની હવેલીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હવેલીનો સર્વે કરવા માટે નો આદેશ આપવામાં આવ્યો હતો.

સર્વે માટે ગયેલી ટીમ હવેલીના તમામ ભાગમાં સાવચેતીપૂર્વક ચકાસણી કરી રહી હતી. તે દરમિયાન તેમને હવેલીના વચ્ચેના ભાગમાં એક સ્ટ્રોંગ રૂમ મળ્યો હતો. જેની દિવાલ ખૂબ જ મજબૂત ધાતુ દ્વારા બનાવવામાં આવેલી હોય તેવું લાગતું હતું. સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે નવાબ મિક્કી ખાનદાનની તમામ સંપત્તિ અને ખજાનો તેમાં હોવાનું માનવામાં આવે છે.

સર્વે ટીમના સભ્યોએ આ દરવાજો ખોલવાની ચાવી હવેલીમાં શોધવાનું પ્રયાસ કર્યો પરંતુ ચાવી ન મળતા તેઓ આ દરવાજો ખોલી શક્યા ન હતા. આ રૂમને ખોલવા માટે સર્વે ટીમ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ તેઓ તેમના દરેક પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. જેથી તેમણે ગેસ કટરની મદદથી આ દરવાજો કાપવાનો નિર્ણય લીધો હતો.

તેઓ લખનઉ શહેરના જાણીતા ગેસ કટર કારીગરોને બોલાવીને સ્ટ્રોંગરૂમનો આ મજબૂત દરવાજો કપાવ્યો હતો. દરવાજો ખુલતાની સાથે જ સર્વે માટે ગયેલ સમગ્ર ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. આશ્રમ રૂમમાં કોઈ પણ જાતનો ખજાનો ન હતો આજ બાબતની જાણ પૂર્વ મંત્રી કાઝીમ અલી ખાને થતા તેણે જણાવ્યું કે સ્ટ્રોંગરૂમમાંથી ખજાનો ન મળવો એ શંકા ઉત્પન્ન કરે છે.

ખજાના ઉપરાંત તેમાં રાખેલા કીમતી ઘરેણાઓ અને નવાબનો કીમતી તાજ પણ મળ્યો ન હતો. સરકારના કહેવા પ્રમાણે વર્ષ 1980 માં જ્યારે આવેલી માં ચોરી થઈ ત્યારબાદ ક્યારેય પણ આ સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવ્યો નથી. સર્વે ટીમને સ્ટ્રોંગ રૂમમાંથી ખજાનો અને ઘરેણા તો હાથ ન લાગ્યા. પરંતુ તેમને અનેક હથિયારો મળ્યા હતા.

જે વિદેશની જાણીતી કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ હથિયારો માંથી મોટાભાગના હથિયારો લંડન, જર્મની, સ્કોટલેન્ડ અને ફ્રાન્સ દેશો દ્વારા બનાવવામાં આવ્યા છે. આ હથિયારોમાં 1000 જેટલી તલવારો અને અંગ્રેજોના જમાનાની 350 રાઇફલ મળી આવી છે. આ તમામ હથિયારોની તપાસણી અને મૂલ્યાંકન માટે સરકાર દ્વારા એક અલગ કમિટી બનાવવામાં આવી છે.

રૂમમાંથી મળેલા આ તમામ હથિયારોના મૂલ્યાંકનમાં લગભગ એક મહિના જેટલો સમય લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 1930 માં જ્યારે નવાબ હામિદ અલી ખાં એ આ હવેલીનું નિર્માણ કર્યું હતું. ત્યારે તેમણે આ સ્ટ્રોંગરૂમ બનાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો તેના પર બોમ્બથી પણ હુમલો કરવામાં આવે તો પણ તેને કોઈ નુકશાન થશે નહીં.

આ રૂમની દિવાલમાં લગભગ 16-16 મીલીમીટરના ધાતુના ત્રણ પડ લગાવવામાં આવ્યા છે. સર્વે ટીમના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા પણ તેમણે આ રૂમ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરમિયાન ક્ટર દ્વારા પણ તેઓ દરવાજાને કાપવામાં નિષ્ફળ રહ્યા હતા. લખનઉ શહેરના રામપુરામાં આવેલી આ ખાનબાગ હવેલી લગભગ ૧૨ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે.

આ હવેલી યુરોપિયન ઈસ્લામી શૈલીમાં બનાવવામાં આવી હોવાથી ઉનાળાની ઋતુમાં હવેલીનું અંદરનું તાપમાન બહારના તાપમાનથી 5 ડિગ્રી જેટલું ઓછું રહે છે. લખનઉની કોશી નદીના કિનારે બનાવવામાં આવેલી આ હવેલીમાં ચારે તરફ બગીચાઓ છે જેમાં લગભગ એક લાખથી વધુ વૃક્ષો ઉઘાડેલા છે તેમજ હવેલી ની તમામ સીડીઓ ઇટાલિયન માર્બલથી બનાવવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *