ચેકિંગ કરતા જ તેલના ડબ્બાઓ પકડાયા, વારાફરતી ખોલીને જોતા જ મળ્યું એવું કે ઉડી ગયા સૌ કોઈના હોશ..!

ગુજરાત સરકારે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ સરકારી તંત્ર અને પોલીસની જાણબાર રાજ્યમાં ઘણા સ્થળોએ દારૂની ખરીદ-વેચાણ કરવામાં આવી રહી છે. પોલીસે અને રાજ્યની વિજીલન્સ ટીમ દારૂની હેરફેર કરતી કેટલીક ટુકડીઓ પકડવામાં સફળ થયા છે.થોડા દિવસો પહેલા ગુજરાતના મોરબી જિલ્લામાં પોલીસે તપાસ દરમિયાન દારૂનો ટ્રક ઝડપી પાડ્યો હતો.

ગઈકાલે પણ આણંદ એલસીબી એ દારૂની હેરાન હેરાફેરી કરતી એક ટુકડીને પકડી પાડી છે. આણંદ પોલીસ અને આણંદની લોકલ ક્રાઇમ બ્રાંચને જાણ થતાં તેમણે તરત જ આનંદ નો બોરસદના બોચાસણ ખાતે આવેલા એક ગ્રીસના કારખાનામાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન જે ઘટના સામે આવી તે જોઈને પોલીસ પણ આશ્ર્યચકિત થઈ ગઈ હતી.

બૂટલેગરો દ્વારા ગ્રીષના ડબ્બામાં દારૂ સંગ્રહ કરીને તેની હેરાફેરી કરવામાં આવતી હતી. આણંદ પોલીસ અને ત્યાંની લોકન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ દારૂની હેરાફેરી ની આવી ઘટના અગાઉ ક્યારે જોવા મળી ન હતી, કે જેમાં બુટલેગર ગ્રીસના ડબ્બા દ્વારા દારૂની હેરાફેરી કરતા હતા.

પોલીસે ત્યાં રહેલા તમામ ગ્રીસના ડબ્બામાંથી લોકો 1780 જેટલી દારૂની બોટલો જપ્ત કરી હતી. ઘટનાસ્થળેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફૂલ 10 લાખ રૂપિયાના માલ સામાન સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની ઓળખાણ બહાર પાડવામાં આવી નથી. આણંદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 30 ના ડબ્બા ની હાડમાં થતી દારૂની હેરાફેરીનો આ પ્રથમ કિસ્સો તેમની સામે આવ્યો છે.

આ ઉપરાંત થોડા દિવસ અગાઉ પણ ગુજરાતના જ મોરબી જિલ્લામાં સ્ટેટ વિજિલન્સ દ્વારા એક ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો જેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. લેન્સની ટીમના જણાવ્યા મુજબ તેમને જાણકારી મળી હતી કે મોરબી શહેરના રાજપર રોડ પર આવેલા આશીર્વાદ ઇમ્પેક્ષ નામના એક કારખાનામાંથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક પસાર થવાનો છે.

તેથી સ્ટેટ વિજિલન્સ દ્વારા ટ્રકને રસ્તામાં જ રોકીને તેને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશી દારૂની 650 પેટી અને કુલ 40 લાખ જેટલા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુ તપાસ કરવા જણાવવામાં આવ્યું કે આ ટ્રકના ડ્રાઇવર નું નામ ચુનારામ મોટારામ ગોડારા છે. જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાવતસર વિસ્તારમાં રહેતો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment