Breaking News

ચૌધરી પરિવારની દીકરી પર વિધર્મી યુવકે હુમલો કરતા મામલો બગડ્યો, રાધનપુર બંધનું એલાન.. વાંચો..!

હાલ આ 3જી એવી ઘટના છે જેના પડઘા ખુબ દુર દુર સુધી પડ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ચર્ચા આજે વિધર્મ કેસને લઈને થઈ રહી છે. હુમલા, લુંટ ફાટ અને હત્યા જેવી બાબતને લઈને ન્યાયની માંગણી સાથે લોકો સ્વયભૂ બંધનું એલાન કરી રહ્યા છે. આ ઘટના રાધનપુરની છે. અહિયા એક વિધર્મી યુવકે યુવતી પર હુમલો કરી દીધો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં એક વિધર્મી યુવકનું કાવતરું બહાર આવ્યું છે. યુવક શેરગઢ ગામમાં રહેતો હતો અને તેના બાજુના ઘરમાં ચૌધરી પરિવાર વસે છે. ચૌધરી પરિવારની દીકરી ઘરે ઘરકામ કરતી હતી એ સમયે એકલતાનો લાભ લઇને તેનાજ ગામનો અને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો…

યાસીન ઘણા સમયથી ગંદી નજરથી દીકરીએ જોતો હતો. એક વારતે દીકરીના ઘરે જઈને દીકરી સાથે બળજબરી કરવા લાગ્યો હતો. દીકરીએ બૂમાબૂમ કરતા તેના ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખી હતી.. જોર જોરથી બુમા બુમ કરતા આસ પાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા.

આસપાસના લોકોએ આ હુમલાખોર વિધર્મી યુવાન યાસીનને તરત જ ઝડપી પાડયો હતો. અને તેના હાથમાંથી ધારદાર હથીયારને નીચે મુકાવ્યા હતા. આસપાસમાં રહેતા લોકોએ તરત જ હુમલો કરનાર યાસીન બલોચ નામના વિધર્મી યુવકને પકડીને પોલીસને સોપી દીધી હતો.

આ હુમલા પાછળનું કારણ જાણતા એવું જાણવા મળ્યું છે કે, વિધર્મી યુવકે ચૌધરી પરિવારની દીકરી સાથે લગ્ન કરવાની વાત કરી હતી.. પરતું દીકરીએ ના પાડતા જ યાસીન નામના વિધર્મી યુવકે 25 વર્ષની યુવતી પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં યુવતીને ભારે માત્રામાં ઘા વાગ્યા હતા..

તેથી યુવતીની સારવાર હાલ પાટણ ધારપુર ખાતે ચાલી રહી છે. ત્યાંથી યુવતીએ રાધનપુર પોલીસ મથકમાં આ યુવકની સામે ફરિયાદ નોધાવી છે. આ ઘટના પડઘા ખુબ દુર દુર સુધી પડ્યા છે. યુવતી પર હુમલાને લઇને હિન્દુ સમાજમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. જેને લીધે રાધનપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ સિવાય હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રાધનપુર આદર્શ વિદ્યાલયમાં હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં બેઠક થઈ હતી. જેમાં રાધનપુર સજ્જડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે રાધનપુરમાં વહેલી સવારથી ગામના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો.

હિન્દુ સમાજના તમામ સંગઠનો આ મહા રેલીમાં જોડાશે અને યુવતીને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવશે. આ અગાઉ પણ ધંધુકામાં બનેલી હત્યાની ઘટનાને સાથે લઈને હિંદુ સમાજે ઘણા વિસ્તારોમાં મૌન રેલી યોજી છે. આ બને ઘટનામાં આરોપીઓ વિધર્મી છે. આ બંને ઘટનામાં લોકો ન્યાયની માંગ ઉઠાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *