સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગએ આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં હજુ આવનારા દિવસો સુધી વરસાદી માહોલ રહેશે. જો તેની વિગતવાર વાત કરવામાં આવે તો આજના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદ પડી શકે છે..
તેમજ જુનાગઢ, અમદાવાદ, ખેડા તેમાં અને ગીર સોમનાથમાં આવતી કાલે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. પ્રાંતિજ સાબરકાંઠા પાટણ અને મહેસાણા પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58 જેટલા તાલુકામાં ખુબ જ જોરદાર વરસાદ વરસ્યો છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ જિલ્લામાં 2.5 ઇંચ નોંધાયો છે..
તેમજ રાજ્યના વિવિધ વિસ્તારો જેમ કે કપરડામાં 1.75 ઇંચ પલસાણામાં 1.5 તારાપુરમાં એક ઇંચ અને કરજણમાં 1.5 ઇંચ તેમજ વાડીયા અને લીંબડીમાં પોણો ઈંચ તેમજ લીલીયા હાસોટ વઢવાણ અને બોટાદમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. વાવણીની સીઝન નજીક આવતાની સાથે વરસાદના આ સમાચાર સાંભળતા ખેડૂતોમાં ખુશીઓ ની લહેર જોવા મળી છે..
રાજ્યમાં સુરત શહેરમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો સુરત, કામરેજ વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં લગભગ ૨.૫ ઇંચ જેટલો વરસાદ વરસાદ પડી ચૂક્યો છે. જેને લીધે કામરેજ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ કામરેજ વિસ્તારમાં ગામમાંથી પસાર થતાં કાચા રસ્તા ઉપર ગોઠણ સુધી પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકામાં સતત ચાર દિવસ વરસાદ પડવાનું કારણ ત્યાંના મૂળ રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજીમાં લગભગ એક કલાકમાં બે વર્ષ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેતપુર અને ઉપલેટા માં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડુતોએ વાવણીની શરૂઆત કરી છે.
આ ઉપરાંત બોટાદના ગઢડા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડયું છે. તેમજ ઢસા, ભંડારીયા સહિતના ગામોમાં પણ ઝડપી પવન ફૂંકાવા લાગી ગયા છે. જેના કારણે તે વિસ્તારોમાં સરકાર દ્વારા સમય માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
જેમકે વલસાડ જિલ્લામાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પરંતુ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો તો બીજી તરફ વાપી અને તેની નજીકના વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ બન્યો હતો. તેમજ થોડીવાર રહીને ધોધમાર વરસાદ પડતા વાપીના રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]