ગુજરાતનું વાતાવરણ ધીમે ધીમે શિયાળા માંથી ઉનાળા તરફ પરિવર્તન થવા જઈ રહ્યું છે. કારણકે હવે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શિયાળાની ઠંડી ધીમે ધીમે ઘટી રહી છે. જ્યારે ઉનાળાનો બળબળતો તાપ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીના પ્રમાણમાં સતત વધારો થયો છે..
જેના પગલે લોકો એસી, કુલર, ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. સવારમાં ઠંડા પવન અનુભવાય છે. જ્યારે રાત્રે થોડી ઘણી ઠંડીની અસર થાય છે. પરંતુ આખા દિવસ દરમ્યાન ગરમીનો સામનો કરવો પડે છે. ગુજરાતના ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભુજ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, વલસાડ અને વડોદરામાં ગરમીનો પારો 35 ડિગ્રી કરતાં પણ વધારે નોંધાયો છે..
ત્યારે આગામી સમયમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પારો ૩૭ થી ૪૦ ડિગ્રી આસપાસ જવાની શક્યતા રહેલી છે. ગરમીને લઇને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને વટી જશે…
તેમજ દરિયા કિનારાના વિસ્તારો પર તાપમાનનો પારો ૩૪ થી ૩૭ ડિગ્રી આસપાસ રહે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમી અને બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણના કારણે માર્ચ મહિનાની મધ્યમાં એટલે કે દસ તારીખે લઈને 15 તારીખ સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી રહેલી છે..
આગાહીના પગલે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થશે. જેના લીધે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની જશે. તેમજ અરબ સાગરમાં કચ્છનો અખાત અને ખંભાતના અખાતમાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં દિવસનું તાપમાન અને રાત્રીના તાપમાનમાં ખૂબ મોટો ફેરફાર નોંધાશે..
રાત્રી દરમિયાન હવામાન ખૂબ જ ઠંડું બની જશે જ્યારે દિવસ દરમિયાન ઉકળતો તાપ પડશે. હાલ ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલીયા પણ ૩૨ ડિગ્રી તાપમાન સાથે ધમધમી રહ્યું છે. તો બીજી બાજુ કંડલામાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં ૩૪ ડિગ્રી તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૩૫ થી ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]