નાના બાળકોનું ડગલે ને પગલે ખુબ ધ્યાન રાખવું પડતું હોઈ છે. વરસાદની સિઝન શરુ થતા જ વરસાદને કારણે ખેડૂતો, અને પશુઓ તેમજ બાળકો સાથે હોનારતો બની રહી છે. લોકો સાથે આફતો સર્જાતા નાના બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. આવી જ એક ગંભીર ઘટના નાની બાળકી સાથે બન્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરના મહિસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં રહેતા પરિવારની બાળકી સાથે થઈ હતી. સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં બાળકીનું પરિવાર રહેતું હતું. બાળકીનું નામ ધ્રીતિ સંજયકુમાર રાણા હતું. બાળકીની ઉંમર 5 વર્ષની હતી. બાળકી તેના ઘરની બહાર આંગણામાં વરસાદને કારણે વરસાદમાં પાણીથી નાહી રહી હતી.
બાળકીને વરસાદમાં ઠંડકને કારણે ખુશ થઈને પાણીમાં છબ-છબીયા કરવા માટે ઘરના આંગણામાં નાઈ રહી હતી. તેના ઘરની બહાર વીજળીનો થાંભલો હતો. વીજળીના થાંભલા પર વાયરો એમ જ છૂટા હતા. તેને કારણે બાળકી અણસમજણી હોવાને કારણે તેને આ વીજળીના થાંભલાના ખુલ્લા વાયરોની ખબર પડી ન હતી.
બાળકી રમતી રમતી આ વીજળીના થાંભલાને અડી ગઈ હતી. તેને કારણે બાળકી વીજળીના થાંભલા સાથે કરંટ લાગવાના કારણે ચોંટી ગઈ હતી. વીજળીના થાંભલા પર વાયર છુટા હોવાને કારણે વરસાદી પાણી અડતા એમાં કરંટ થયો હતો. થોડા દિવસ પહેલા આ વિસ્તારના લોકોએ દરેક વીજળીના થાંભલા પર વાયર છુટા હોવાને કારણે શોર્ટ સર્કિટ થતું હતું.
તેની ફરિયાદ MGVCLના કર્મચારીને ફોન કરીને કરાઈ હતી પરંતુ કર્મચારીઓ કામગીરી કરવા માટે આવ્યા ન હતા. તેને કારણે સ્થાનિક લોકો ગુસ્સામાં આવી ગયા હતા. આ નાની બાળકી સાથે આવી ઘટના બની ગઈ હતી. બાળકી થાંભલા સાથે ચોંટી જવાને કારણે બાળકી બુમાબુમ કરવા લાગી હતી.
તરત જ બાળકીનો અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો લાકડાના ડંડા લઈને બહાર નીકળ્યા હતા. બાળકીને થાંભલાથી દૂર કરવાની કોશિશ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બાળકીને જટકો લાગતા તે થાંભલાથી દૂર ઉછળીને પડી હતી. બાળકીને ખૂબ જ કરંટ લાગવાને કારણે દાઝી ગઈ હતી.
તેને કારણે તેના માતા-પિતાએ તરત જ હોસ્પીટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. માતા-પિતા બાળકીની આ હાલત જોઈને તેઓ આઘાતમાં આવી ગયા હતા. માતા-પિતાના જીવ તાળવે ચોટી ગયા હતા. 5 વર્ષની નાદાન બાળકી સાથે આવી ઘટના બનવાને કારણે સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા હતા. બાળકી સાથે આ ઘટના બનતા માતા-પિતાએ એમજીવીસીએલના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]