Breaking News

ચાલુ ટ્રેનમાં અડધી રાત્રે મહિલાએ સીટ ઉપર જોઈ લીધું એવું કે મોઢામાંથી બુમ-બરાડા ફાટી ગયા, મુસાફરોને અડધી રાત્રે રેલો આવી ગયો..!

જાહેર મુસાફરી કરતી વખતે આપણને નત-નવીન અનુભવો થાય છે અને જુદા-જુદા લોકોને જોતા જ આપણને ઘણી બધી બાબતો નવી નવી શીખવા પણ મળતી હોય છે. પરંતુ આવી જાહેર મુસાફરી કરતી વખતે આપણે આપણી પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુઓની સાથે સાથે આપણા જીવનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે..

કારણ કે, સામેવાળો વ્યક્તિ કઈ વિચારધારાથી આપણી સાથે વાતચીત કરી રહ્યો હોય તેની આપણને ખબર રહેતી નથી, અત્યારે કરિશ્મા નામની મહિલા કમલા નગર સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી અને તે તેના પિયરે જવા માટે નીકળી હતી. ટ્રેનમાં રાત્રિના સમયે અડધી રાત્રે તેની સાથે ખૂબ જ વિચિત્ર અને હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

જેને લઈ તેના મોઢામાંથી અચાનક જ બૂમ બરાડા ફાટી ગયા હતા અને ડબ્બામાં રહેલા અન્ય મુસાફરોને પણ અડધી રાત્રે રેલો આવી ગયો હતો. કરિશ્મા ઉપરની સીટ ઉપર સુઈ ગઈ હતી, તે જ્યારે અડધી રાત્રે પાણી પીવા માટે આંખ ખોલી અને તેણે જોયું તો તેની સામેની બાજુએ નીચેની સીટ ઉપર સફેદ કલરના કપડાં પહેરીને કોઈ એવો વ્યક્તિ બેઠું હતું કે જેને જોતાની સાથે જ તેને ડર લાગી ગયો..

ટ્રેનના ડબ્બાની અંદર ખૂબ જ અંધારું હોવાને કારણે આ વ્યક્તિ સતત હલનચલન કરતો હતો અને તેનું મોઢું પણ દેખાઈ રહ્યું હતું નહીં, તેને જોઈને કરિશ્માને ખુબ જ ડર લાગ્યો હતો અને તે જોર જોરથી મોઢામાંથી બૂમરાડા કાઢવા લાગી હતી. આ અવાજ સાંભળીને અન્ય મુસાફરોને પણ ખૂબ જ ડર લાગ્યો અને તેઓ તરત જાગી ગયા અને પૂછવા લાગ્યા કે, શું થયું છે..

એને તમે શા માટે બુમ બરાડા પાડી રહ્યા છો, ત્યારે તેને જણાવ્યું કે નીચેની સીટની અંદર કોઈ ભૂત જેવું વ્યક્તિ બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આ વ્યક્તિને જોતાની સાથે અન્ય મુસાફરો પણ ખૂબ જ ડરી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ડબો મૂકીને અન્ય ડબ્બામાં ભાગવા લાગ્યા હતા. કરિશ્મા પણ તાત્કાલિક ધોરણે તેની સીટમાંથી નીચે ઉતરી ગઈ અને અન્ય વ્યક્તિઓની સીટ ઉપર જઈને બેસી ગઈ હતી..

શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિએ આ સફેદ કલરની ચાદર ઓઢીને બેઠેલા વ્યક્તિ પાસે જવાની કોશિશ કરી નહીં, ડબ્બાની અંદર અમુક લોકો તો એટલા બધા ડરી ગયા હતા કે તેઓ જુદી-જુદી અફવાઓ પણ ફેલાવવા લાગ્યા હતા કે, ડબ્બાની અંદર ભૂત થયું છે. આ ડબ્બાની અંદર આપણે ક્યારેય પણ જવું જોઈએ નહીં..

અને એમ કહીને તેઓ અન્ય લોકોને પણ ડરાવી રહ્યા હતા. ટ્રેનની અંદર મુસાફરી કરતા કેટલાક બહાદુર લોકો અહીં આવી પહોંચ્યા અને શું થયું છે, તે જાણવા લાગ્યા હતા. જ્યારે તેઓએ સફેદ ચાદર ઓઢીને બેઠેલા આ વ્યક્તિની નજીક ગયા અને તેને હલબલાવાની કોશિશ કરી ત્યારે આ વ્યક્તિનો ચહેરો જોતા ભલભલાના હોશ ઉડી ગયા હતા..

આ વ્યક્તિ કેટલાય મહિનાથી નહાયા ન હોય તેમ તે દુર્ગંધ મારી રહ્યો હતો અને તેનું મોઢું પણ એકદમ કાળું અને ખરાબ થઈ ગયું હતું. તેના વાળના પણ કોઈ ઠેકાણા હતા નહીં અને માનસિક રીતે અસ્થિર મગજનો આ યુવક હોય એવું લાગતું હતું. તે ટ્રેનની અંદર સફેદ કલરની ચાદર ઓઢીને ઊંધું મોઢું નાખીને શા માટે બેસી ગયો છે, તે વિચારવા પર સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા..

તેને પૂછવામાં આવ્યું કે તેનું નામ શું છે, અને તે અહીં શું કરી રહ્યો છે..? ત્યારે તેણે એક પણ સવાલોનો જવાબ આપ્યો નહીં, આ સીટ અન્ય કોઈ વ્યક્તિના નામે બુક કરાવવામાં આવી હતી. પરંતુ એ મુસાફર હજુ આવ્યા હતા નહીં, એટલામાં તો કોઈ સ્ટેશન ઉપરથી અસ્થિર મગજના યુવક અહી ચડી આવ્યો હોય તેવું લાગતું હતું..

આ યુવકે અડધી રાત્રે ટ્રેનની અંદર ખૂબ જ મોટો હોબાળો મચાવી દીધો હતો અને મુસાફરોને પણ આ અંધારામાં ડરનો રેલો આવી ગયો હતો. શરૂઆતમાં તો સૌ કોઈ લોકો ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ જ્યારે હકીકત ખબર પડી ત્યારે સૌ કોઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ફરી પાછા પોતપોતાની સીટ ઉપર સૂઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *